Skip to main content

Posts

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...
Recent posts

અમરોહાની ગૌરવપૂર્ણ દિકરી : બી અમ્મા

બી અમ્મા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રસિદ્ધ સપુતો મૌલાના મુહમ્મદ અલી જૌહર અને મૌલાના શૌકત અલીની માતા હતા. બી અમ્માનું નામ આબાદી બાનો બેગમ (જન્મ 1850) હતું. તેણીનો જન્મ અમરોહાના મોહલ્લા શાહી ચબૂતરા પર નામી કલાલ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ મુઝફ્ફર અલી ખાન હતું. મુઝફ્ફર અલી ખાનના પરદાદા દરવેશ અલી ખાન મુઘલોના છેલ્લા એહાદમાં પંજ હજારી જાટના મનસબદાર હતા, એટલે કે અમરોહામાં, આ પરિવારને આદર અને સંપત્તિનો આશીર્વાદ મળ્યો હતો. અમરોહાના પ્રસિદ્ધ નક્સબંદી વડીલ હઝરત હાફિઝ અબ્બાસ અલી ખાન પણ એ જ પરિવારના ચિરાગ હતા, જેમના નામે "મસ્જિદ હાફિઝ અબ્બાસ અલી ખાન" છે. અમરોહાના બિજનૌર રોડ પર આવેલી તેમની મઝાર રૌઝા હાફિઝ અબ્બાસ અલી તરીકે પ્રખ્યાત છે. બી અમ્માના લગ્ન રામપુરમાં અબ્દુલ અલી સાહબ સાથે થયા હતા, જેઓ રામપુરના રજવાડામાં કર્મચારી હતા. 27 વર્ષની ઉંમરે, બી અમ્મા પત્ની બન્યા. તેમના બીજા લગ્ન માટે પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી અને પોતાના બાળકોના શિક્ષણ માટે પોતાનો સમય વકફ આપી દીધો હતો. બી અમ્માએ પોતાના બાળકોને ભણાવવા માટે પોતાના ઘરેણાં પણ વેચી દીધા હતા. ...

બેગમ રૂકૈયા સખાવત

બેગમ રૂકૈયા સખાવત હુસૈને દિકરીઓ માટે પ્રથમ શાળા બિહારમાં ખોલી હતી.બેગમ રૂકૈયા સખાવત હુસૈને બિહારના ભાગલપુરમાં આવી પ્રથમ શાળા ખોલી હતી, જે માત્ર દિકરીઓના શિક્ષણ માટે હતી. તેમણે ઘણી નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ પણ લખી હતી. તેમનું ‘સુલ્તાનાઝ ડ્રીમ્સ’ ખૂબ જ પ્રખ્યાત પુસ્તક રહ્યું હતું. મહિલાઓના અધિકારો માટે લડનારા બેગમ રૂકૈયાનો જન્મ 9 ડિસેમ્બર 1880ના રોજ ઉત્તર બંગાળના રંગપુર જિલ્લાના પૈરાબંદ વિસ્તારમાં થયો હતો. તેમના પિતા ઝહીરુદ્દીન મોહમ્મદ અબુ અલી હુસેન સાબેર વિસ્તારના જમીનદાર હતા. તેમની માતાનું નામ રહેતુન્નિસા સાબેરા ચૌધરાણી હતું. આ વિસ્તાર હવે બાંગ્લાદેશમાં ગયો છે. જ્યારે રૂકૈયાનો જન્મ થયો, ત્યારે બંગાળના મુસ્લિમ પુરુષોમાં શાળાકીય શિક્ષણ શરૂ થઈ ગયું હતું. પરંતુ ઘરના વર્તુળમાં રહેલી મહિલાઓ સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચ્યો ન હતો. બંગાળના સમૃદ્ધ મુસ્લિમ ઘરોમાં મહિલાઓને માત્ર ધાર્મિક શિક્ષણ જ આપવામાં આવતું હતું. રુકૈયાના બે ભાઈ કોલકાતામાં ભણતા હતા. મોટી બહેનને પણ ભણવાનો શોખ હતો. મોટા ભાઈએ ઘરના વડીલો પાસેથી ગુપ્ત રીતે રૂકૈયાને અંગ્રેજી, બંગાળી અને ઉર્દૂ શીખવ્યું. રુકૈયા લખે છે, 'મેં ક્યારેય કો...

'મહાત્મા ગાંધી મુસ્લિમ એસોસિએટ્સ - ફોલોવર્સ'

2 ઓક્ટોબર 'ગાંધી જ્યંતિ', દેશ આઝાદીના 75 વર્ષે અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે, ત્યારે મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા અને તેમના અનુયાયીઓ દાદા અબ્દુલ્લા,ઈમામ સાહેબ અબ્દુલ કાદિર,મૌલાના મઝહરૂલ હક,શેખ ગુલાબ સાહેબ,પીર મુહમ્મદ અન્સારી મુનીશ,બતક મિયાં અન્સારી,મૌલાના મુહમ્મદ અલી, મૌલાના શૌકત અલી, આબદી બાનો બેગમ,અમજદી બાનો બેગમ, મુહમ્મદ ઉમર સોભાની, ખિલાફતવાલે હાજી ઉસ્માન શેઠ, ડો. મુખ્તાર એહમદ અન્સારી, ખાન અબ્દુલ ગફ્ફાર ખાન, ખાન અબ્દુલ સમદ ખાન, ફરિદુલ્લા જામા, જસ્ટિસ અબ્બાસ તૈયબજી, બેગમ અમીના તૈયબજી, બેગમ રેહાના અબ્બાસ તૈયબજી, બેગમ સકીના લુકમાની,બેગમ ખુર્શીદ ખ્વાજા, બીબી અમુતુસ્સલામ,બેગમ ઝોહરા અન્સારી, મૌલાના હસરત મોહાની, મૌલાના અબુલ કલામ આઝાદ, મુહમ્મદ ગુલામ મોહીદ્દીન આઝાદીના લડવૈયાઓનું કોઈ કાર્યક્રમ કે મહોત્સવમાં નામ સંભળાય કે છબી દેખાય છે કે કેમ..! આપ સહું સમક્ષ સૈયદ નસીર અહમદ લિખિત નાની પુસ્તિકા 'મહાત્મા ગાંધી મુસ્લિમ એસોસિએટ્સ - ફોલોવર્સ' નું અનુવાદ ગુજરાતીમાં મૂકતાં આનંદ અનુભવી રહ્યો છું. મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વમાં મહાત્મા ગાંધી તરીકે જાણીતા થયા, જેમણે ભારતીય રાષ્ટ્રીય ચળવળની ગ...