હાજી ઉસ્માન શેઠ, જે તેમની ઉદારતા માટે જાણીતા હતા અને ‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કેશ બેગ’ તરીકે પ્રશંસા મેળવેલ તેમનો જન્મ 1887 માં કર્ણાટક રાજ્યની હાલની રાજધાની બેંગ્લુરુમાં થયો હતો. તેમના પૂર્વજો ગુજરાત રાજ્યના કચ્છ પ્રદેશના હતા અને બેંગ્લોર સ્થાયી થયા હતા. વેપારીઓના શ્રીમંત કુટુંબમાં જન્મેલા, ઉસ્માન તેમના પિતાની સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાગ લેતા હતા, જે તેઓ સારી વ્યવસાયિક કુશળતાથી કરતા. તેઓએ બેંગ્લુરુ શહેરના મધ્યમાં ‘કેશ બઝાર’ નામના એક શોપિંગ સંકુલની સ્થાપના કરી. જ્યારે તેમને ખિલાફત આંદોલન વિશે જાણ થઈ કે તરત તે 1919 માં તેમાં જોડાયા. જ્યારે તે ‘અલી બ્રધર્સ’ અને મહાત્મા ગાંધી સાથે સંપર્કમાં આવ્યા, ત્યારે તેમણે તેમાં ખૂબ જ સક્રિયતાથી ભાગ લીધો. તેઓ ટૂંક સમયમાં ‘ખિલાફતવાલે’ ઉસ્માન કહેવાયા. તેમણે ગાંધીજીની સલાહથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સભ્યપદ લીધું અને તેમના પ્રખર અનુયાયી બન્યા. હાજી ઉસ્માન શેઠે સ્વદેશી આંદોલનના ભાગ રૂપે લાખો રૂપિયાની કિંમતના પોતાના ‘કેશ બજાર’ સ્ટોર્સમાં તમામ વિદેશી ચીજોની જાહેરમાં હોળી કરી હતી. બ્રિટિશ સરકાર આ વર્તન પર ખીજાઈ અને તેમના વ્યવસાય પર પ...