Skip to main content

મૌલાના મઝહરુલ હક (1866-1930)


મૌલાના મઝહરુલ હક, સમાન હિતો મેળવવા માટે વ્યક્તિગત હિતોનું બલિદાન આપવામાં ભારપૂર્વક માનતા હતા, તેમનો જન્મ 22 ડિસેમ્બર, 1866 ના રોજ બિહારના પટના જિલ્લાના બરહામપુર ગામમાં થયો હતો. તેઓ કાયદાના અધ્યયન માટે 1888 માં ઇંગ્લેન્ડ ગયા, જ્યાં તેમની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઇ. તેમણે ઈંગ્લેન્ડમાં ‘અંજુમન-એ-ઇસ્લામીઆ’ શરૂ કર્યું, જે ત્યાંના ભારતીય વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સ્થાન બની ગયું. તેઓ 1891 માં ભારત પાછા ફર્યા અને જ્યુડીશ્યલ સેવાઓમાં જોડાયા, પરંતુ 1896 માં નોકરીમાંથી રાજીનામું આપ્યું અને છપરામાં એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી. મૌલાના મઝહરુલ હક સમાજ કલ્યાણ પ્રવૃત્તિઓમાં ખૂબ સક્રિય હતા અને લોકો સાથે ગાઢ સંબંધો જાળવતા, અનેક જાહેર પ્રતિનિધિ પદો પર તેઓ ચૂંટાયા.. તેઓ ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક સચિવ હતા જેની શરૂઆત 1906 માં થઈ હતી. તેમણે તેને કોમવાદથી દૂર રાખવા માટે પ્રયત્નો કર્યા. તેઓ 1908 માં પટના સ્થળાંતર થયા અને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો અને લગભગ બે દાયકા સુધી બિહારના રાજકારણમાં મુખ્ય ભૂમિકા ભજવી. તેમણે 1916 માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ વચ્ચે લખનૌ કરારમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 1916 માં એની બેસન્ટ દ્વારા શરૂ કરાયેલ હોમ રૂલ ચળવળ દરમિયાન, તેમણે બિહારના એકમ અધ્યક્ષ તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે 1919 માં ખિલાફત અને અસહકાર આંદોલન માટે મહાત્મા ગાંધીએ કરેલા આહવાનનો જવાબ આપ્યો, આંદોલનમાં જોડાયા અને હિન્દુઓ-મુસ્લિમો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધને મજબૂત બનાવવા માટે સખત મહેનત કરી. મહાત્મા ગાંધીથી પ્રભાવિત, તેમણે પણ પટણા નજીક ‘સદાકત આશ્રમ’ (સત્યનું ઘર) નામનો આશ્રમ સ્થાપ્યો અને ફકીર જેવું ખૂબ જ સરળ જીવન જીવ્યું. 1917 અને 1924 માં બિહાર રાજ્યમાં થયેલા કોમી તોફાનો દરમિયાન, તેમણે રાજ્યભરમાં પ્રવાસ કર્યો હતો અને મુસ્લિમ સમુદાયને અપીલ કરી હતી કે એવી હર પ્રવૃત્તિઓથી બચવું જોઈએ કે જે હિન્દુ બિરાદરોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે. તેમને યોગ્ય રીતે ‘હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રણેતા’ તરીકે વર્ણવવામાં આવ્યાં કારણ કે તેમણે આખી જિંદગી બંને સમુદાયો વચ્ચે સુમેળ કરાવવા પાછળ પસાર કરી. તેમણે વર્ષ 1926 માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી. પણ અબુલ કલામ આઝાદ જેવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓએ તેમને દુર થવા દીધા નહીં. સામાન્ય રીતે ભારતીય રાજકારણ પર અને ખાસ કરીને બિહારના લોકો પર તેમની વિશિષ્ટ શૈલીથી અકબંધ છાપ છોડનારા મૌલાના મુઝહરુલ હકે 2 જાન્યુઆરી, 1930 ના રોજ અંતિમ શ્વાસ લીધા.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

ખાન અબ્દુલ ગફ્ફર ખાન (1890-1988)

ખાન અબ્દુલ ગફાર ખાન, જેઓ 'સરહદના ગાંધી' તરીકે પ્રખ્યાત હતા, તેમનો જન્મ 1890 માં પેશાવર જિલ્લાના ચારસદ્દાહ તહસીલના ઉત્તમનઝાઈ ગામમાં થયો હતો. તેમના પિતા ખાન બહેરામ ખાન તેમના ગામ ઉત્તમનઝાઈના સરદાર હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. પરંતુ, 1906 માં, ભારતીય સાથીદારો પ્રત્યે બ્રિટિશ અધિકારીઓના ગેરવર્તણૂકને કારણે તેમણે સૈન્ય છોડી દીધું. બાદમાં, તેઓ તેમના ઉચ્ચ શિક્ષણને આગળ ધપાવવા અલીગઢ ગયા. તેમનો અભ્યાસ પૂરો કર્યા વિના તેમની માતાની ઈચ્છા મુજબ તેઓ તેમના વતનના ગામ પાછા ફર્યા. તેમણે તેમના વિસ્તારમાં અનેક પ્રવાસો કર્યા અને લોકોની તકલીફથી વાકેફ થયા. તેમનું માનવું હતું કે લોકોના વિકાસ માટે શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે. આમ, તેમણે પોતાના મિત્ર અબ્દુલ અઝીઝની મદદથી 1910માં ઉત્તમનઝાઈમાં ‘આઝાદ નેશનલ સ્કૂલ’ શરૂ કરી. તેમના પ્રયાસોથી પઠાણોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું. તેમણે 1919 માં રોલેટ વિરોધી આંદોલનમાં ભાગ લઈને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેઓ 1928 માં કલકત્તા ખાતે મહાત્મા ગાંધીને મળ્યા. ત્યારથી તેઓ ગાંધીવાદી વિચારધારાને અનુસરતા થયા. તેમણે 1929માં ‘ખુ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...