Skip to main content

Posts

Showing posts from November, 2021

મૌલાના હસરત મોહાની (1878-1951)

  મૌલાના હસરત મોહાની, જેમણે ગાંધીજીની ‘સ્વશાસન’ ની વિભાવનાનો વિરોધ કરતાં અને પ્રેક્ષકોને પ્રભાવિત કરનારી ‘પૂર્ણ સ્વરાજ’ ની જરૂરિયાત પર સ્પષ્ટપણે વાત કરી હતી, તેમનો જન્મ ઉત્તર પ્રદેશના એક નાના શહેર મોહનમાં 1878 માં થયો હતો. તેમનું અસલી નામ સૈયદ ફઝલ-ઉલ-હસન હતું. તેઓ પ્રતિભાશાળી કવિ તરીકે ઓળખાયા. ઉપનામ ‘હસરત’ હેઠળ માત્ર  17 વર્ષના હતા ત્યારે તેમણે ગઝલ લખવાનું શરૂ કર્યું. તેથી તે મૌલાના હસરત મોહાની તરીકે લોકપ્રિય થયા. તેમણે ‘ઉર્દુ-એ-મૌંલાહ’ મેગેઝિનના સંપાદક તરીકે પણ કામ કર્યું. તે અરબિંદો ઘોષ અને બાલ ગંગાધર તિલકના ક્રાંતિકારી વિચારો પ્રત્યે આકર્ષાયા હતા. ભણતર પૂરું કર્યા પછી, તેઓ નોકરીમાં સેવા આપવા માંગતા ન હતા અને તેથી જ તેમણે પત્રકાર બનવાનું પસંદ કર્યું. તેમણે તમામ સ્વરૂપોમાં ગુલામીનો વિરોધ કર્યો અને અંગ્રેજો સામે લડ્યા. તેઓ 1903 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. તેમણે બ્રિટિશ શાસકોની ટીકા કરતા ઘણા લેખો લખ્યા; પરિણામે, તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકાયો હતો અને તેમને બ્રિટિશ સરકારે 1909 માં જેલમાં મોકલી દીધા હતા. તેમના પર લાદવામાં આવેલ દંડ ચૂકવવામાં અસમર્થ હતા અને પરિણામે પો...

યુસુફ જાફર મેહર અલી (1903-1950)

‘સાયમન પાછો જા’ ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવનાર યુસુફ જાફર મેહર અલી,જેમણે ભારતીય રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસમાં એક આગળ પડતા પ્રસંગોમાં સ્થાન મેળવેલો. 3 સપ્ટેમ્બર, 1903 ના રોજ સમૃદ્ધ ઉદ્યોગપતિના પરિવારમાં બોમ્બેમાં તેમનો જન્મ થયો હતો. તે વિદ્યાર્થીકાળથી જ બ્રિટીશ શાસકોની અમાનવીય કૃત્યોની ટીકા કરતા હતા. તેમણે તેમના પર આકરી ટિપ્પણી કરી કે ‘બ્રિટિશ શાસકો કૂતરા જેવા છે. જો તમે તેમને લાત મારશો, તો તેઓ તમને ચાટશે. પરંતુ જો તમે તેમને ચાટશો, તો તેઓ તમને લાત મારશે. ’ તેમણે 1925 માં ‘યંગ ઇન્ડિયા સોસાયટી’ની શરૂઆત કરી અને યુવા આંદોલન શરૂ કર્યું. 21 જાન્યુઆરી, 1928 ના રોજ તેમણે સોસાયટીની બેઠક યોજી હતી અને ‘પૂર્ણ સ્વતંત્રતા’ ની તરફેણમાં અને ‘સાયમન કમિશનનો બહિષ્કાર’ અંગે ઠરાવો કર્યા હતા. પરંતુ, તે દિવસના ઠરાવોને કેટલાક અગ્રણી નેતાઓએ બાલિશ પ્રવૃત્તિઓ તરીકે વર્ણવ્યો. ‘બાળક એ માણસનો પિતા છે’ એમ કહીને તેમણે પ્રતિક્રિયા આપી. જ્યારે સાયમન કમિશન બોમ્બે પહોંચ્યો અને માલ સ્ટેશન પર વહાણમાંથી નીચે ઉતર્યો ત્યારે મેહર અલી પોલીસ કોર્ડનમાંથી છટકીને ત્યાં પહોંચી ગયો અને ‘સાયમન પાછો જા’ નો પોકાર કર્યો. પરિણામે, બ્રિટિશ સરકાર...

મૌલાના શફી દાઉદી (1875-1949)

  મૌલાના શફી દાઉદી, જેમણે જાહેર કર્યું હતું કે લઘુમતી સમુદાયો માટે ખાસ વ્યવસ્થા હોવી જરૂરી છે અને આગામી દિવસોમાં સંખ્યાત્મક શક્તિ ઓછી હોવાના પરિણામે રાજકીય સત્તામાં પૂરતી ભાગીદારી મળી શકશે નહીં, તેમનો જન્મ 27 ઓક્ટોબર, 1875 ના રોજ બિહારના મુજફરપુર જિલ્લાના દાઉદનગરમાં થયો હતો. તેમના પિતાનું નામ મુહમ્મદ હસન હતું. દાઉદીએ 1895 માં મેટ્રિકયુંલેશન અને પછી બી.એ. અને બી.એલ. કલકત્તા યુનિવર્સિટીમાંથી કર્યું. તેમણે કલકત્તામાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ 1917 માં પ્રથમ વખત મહાત્મા ગાંધી સાથે સંપર્કમાં આવ્યા. ત્યાર પછી કાયદાની પ્રેક્ટિસ છોડી દીધી અને 1920 માં ખિલાફત અને અસહકાર ચળવળમાં જવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. તેઓ 21 ઓક્ટોબર, 1920 ના રોજ બિહારની પ્રાંતિય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. તેમણે ગાંધીજીના આહવાનને પગલે 'કૌમી સેવાદળ' અને 'ચરખા સમિતિ'ની રચના કરી અને દારૂ પર કાયદેસરનો પ્રતિબંધ, વિદેશી માલનો બહિષ્કાર, એડલ્ટ એજ્યુકેશન અને ખાદી પહેરવા જેવા કાર્યક્રમો હાથ ધર્યા.તેમની પ્રવૃત્તિઓથી નારાજ, બ્રિટિશ સરકારે તેમને 1921-1922માં એક વર્ષ માટે જેલમાં કે...

શોએબુલ્લાહ ખાન (1920-1948)

  પોતાના શક્તિશાળી લખાણોથી નિઝામ રાજ્યમાં ખોટી રીતે થોપવામાં આવેલ અલગતાવાદી વિચારો સામે લડનારા શોએબુલ્લાહ ખાનનો જન્મ 17 ઓક્ટોબર, 1920 ના રોજ આંધ્રપ્રદેશના વારંગલ જિલ્લાના મહબૂબાબાદમાં થયો હતો. તેઓ મહાત્મા ગાંધી જેવા દેખાતા હોવાથી તેમના પિતા હબીબુલ્લા ખાન તેમને ‘શોએબુલ્લાહ ગાંધી’ કહેતા હતા. શોએબ બાળપણથી જ મહાત્મા ગાંધીની અહિંસક વિચારધારાથી પ્રભાવિત હતા. તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી પત્રકારત્વમાં પ્રવેશ કર્યો. તેમણે ઉર્દૂ સાપ્તાહિક ‘તેઝ’ માટે કામ કર્યું, જેણે રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રોત્સાહન આપ્યું અને તેનો પ્રચાર કર્યો. તેમણે નિઝામ નવાબના અનુયાયીઓના અમાનવીય અત્યાચારોની ટીકા કરતા અનેક લેખો લખ્યા હતા. આના પગલે નિઝામ સરકાર દ્વારા ‘તેઝ’ સાપ્તાહિક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો.પછી, તેઓ ‘રૈયત’ ઉર્દૂ મેગેઝિનમાં જોડાયા, જે એમ. નરસિંહ રાવ દ્વારા સંચાલિત થતું હતું. તેમણે તે મેગેઝિનમાં રઝાકરોની ક્રૂરતા અને અમાનવીય કૃત્યો અંગેની ટીકા શરૂ કરવામાં પણ પોતાની કલમ ચાલુ રાખી હતી, જેના કારણે તે સામયિક બંધ કરી દેવામાં આવ્યું હતું. ‘રૈયત’ બંધ થયા પછી, શોએબુલ્લાએ 15 નવેમ્બર, 1947 ના રોજ...

મુહમ્મદ ઇસ્માઇલ (1892-1948)

મહાત્મા ગાંધીના અનુયાયી ખાદી આંદોલનનો પર્યાય બનેલા મુહમ્મદ ઇસ્માઇલનો જન્મ આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લાના નાકિરેકલમાં 1892 માં થયો હતો. તેમના પિતાનું નામ મસ્તાન સાહેબ અને માતાનું નામ કુલસુમ બીબી હતા. તેઓ બાળપણથી જ મહાત્મા ગાંધીથી પ્રેરિત હતા અને ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ તરફ આકર્ષાયા હતા. મહાત્મા ગાંધીએ આપેલા આહવાનના જવાબમાં મુહમ્મદ ઇસ્માઇલે ખાદીના વેચાણ અને પ્રચાર સ્વેચ્છાએ સ્વીકાર્યો હતો. તેમણે તેમના બાળપણના મિત્ર વેલપુલા ગંગૈયાહ સાથે સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેમણે ગ્રામ સ્વરાજ્ય માટે મહાત્માના આહવાનથી પ્રેરણા મેળવી,લોકોમાં ખાદીનો ઉપયોગ અને ઉત્પાદન વધારવા માટે અભિયાન ચલાવ્યું. તેમણે 1926 માં તેનાલીમાં પ્રથમ ખાદી સ્ટોર શરૂ કર્યો અને તે નફાના હેતુ વિના રાષ્ટ્રીય ચળવળના વિશેષ કારણોસર ચલાવ્યો, તે સુતરાઉ કાંતણ માટે કપાસ, ચરખા અને અન્ય સામગ્રી લાવ્યા અને ખાદી આંદોલનમાં રસ ધરાવતા લોકોને તે ઉપલબ્ધ કરાવ્યું. 'ખદ્દર ઇસ્માઇલ' ગ્રામીણ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પ્રવાસ કરી લોકોને ખાદીના ઉત્પાદન અને કુટીર ઉદ્યોગો તરફ જવા માટે પ્રોત્સાહિત કરતા. ઇસ્માઇલનો ખાદી સ્ટોર તેમની ગુપ્ત બેઠકો અને...

પ્રોફેસર અબ્દુલ બારી (1892-1947)

  પ્રોફેસર અબ્દુલ બારી, જે 'પૂર્ણ સ્વતંત્રતા' ની માંગથી પ્રેરિત હતા જેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો, અને કામદારોના કલ્યાણ માટે કામ કર્યું હતું, તેમનો જન્મ બિહારના શાહબાદ જિલ્લાના કોઈલવર ગામમાં થયો હતો. જ્યારે તેઓ પટણા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા,ત્યારે તેમણે ખિલાફત અને અસહકાર આંદોલનમાં ભાગ લેવા માટે પોતાનો અભ્યાસ છોડી દીધો. તેઓ બિહાર પ્રાદેશિક ખિલાફત સમિતિના સંયુક્ત સચિવ તરીકે ચૂંટાયા હતા. પાછળથી, તેમણે પટના યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. તેમણે બિહાર વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે સેવા આપી હતી, જેની શરૂઆત 1921 માં થઈ હતી. તે મોતીલાલ નેહરુ દ્વારા સ્થાપિત સ્વરાજ્ય પાર્ટીમાં જોડાયા અને પાર્ટીની બિહાર શાખાના સચિવ બન્યા. પંડિત જવાહરલાલ નેહરુ અને નેતાજી સુભાષચંદ્ર બોઝના માર્ગદર્શન હેઠળ રચાયેલી ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગમાં પણ અબ્દુલ બારીની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. તેઓ બિહાર વિધાન પરિષદમાં ચૂંટાયા. પરંતુ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આહવાનના જવાબમાં તેમણે 1930 માં કાઉન્સિલ સભ્યપદથી રાજીનામું આપ્યું હતું. પ્રતિબદ્ધ રાષ્ટ્રવાદી તરીકે, તેમણે 1...

મુહમ્મદ અબ્દુલ રહેમાન સાહેબ (1898-1945)

મુહમ્મદ અબ્દુલ રેહમાન સાહેબનો જન્મ 1898 માં કેરળના કાનમગનોર નજીક અઝિકોડ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ અબ્દુલ રેહમન સાહેબ અને માતાનું નામ ઐસુંમ્મા હતું. તેમણે ખિલાફત અને અસહકાર આંદોલનમાં ભાગ લેવા મહાત્મા ગાંધીએ આપેલા આહવાનના જવાબમાં 1920 માં તેમનો કોલેજ અભ્યાસ છોડી દીધો હતો. તેમણે ખિલાફત અને અસહકાર આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે 'ધ હિન્દુ' ડેઇલી ન્યૂઝ પેપરમાં બ્રિટીશ સરકારની લોકવિરોધી નીતિઓની ટીકા કરતા નિબંધ લખ્યા હતા, જેના માટે તેમને વેલોર જેલમાં બે વર્ષ માટે કેદ કરવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા પછી તેમણે પોતાની પ્રવૃત્તિઓ તીવ્ર બનાવી દીધી હતી. બ્રિટીશ શાસનના જુલમ સામે લોકોના અભિપ્રાયને ઢાળવા માટે તેમણે 1928 માં એક મેગેઝિન ‘અલ-અમીન’ શરૂ કર્યું. પરંતુ 1939 માં બ્રિટિશ વિરોધી સ્ટેન્ડને કારણે મેગેઝિન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે કેરળ પ્રાદેશિક કોંગ્રેસ સમિતિએ 1930 માં મીઠાના સત્યાગ્રહની ઘોષણા કરી, ત્યારે તેઓ આંદોલનમાં કૂદી પડ્યા, જેના માટે તેમને 9 મહિનાની જેલની સજા કરવામાં આવી. મીઠાના સત્યાગ્રહ દરમિયાન બ્રિટિશ પોલીસ દ્વારા તેમના પર નિર્દયતાથી ત્રાસ આપવામાં ...

ડો. ઉમર અલી શાહ (1885-1945)

આધ્યાત્મિક, સાહિત્યિક અને રાજકીય રીતે દેશ પ્રત્યેના પ્રેમને મૂર્તિમંત કરનાર ડો. ઉમર અલી શાહનો જન્મ 28 ફેબ્રુઆરી, 1885 ના રોજ આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના પીથાપુરમમાં થયો હતો. તેલુગુ સાહિત્યના ઊંચા વિદ્વાન, તેમણે ખૂબ જ નાની ઉંમરે કવિતાઓ રચી અને કવિગારૂ(શ્રી કવિ) કહેવાયા. વિદ્વાન વ્યક્તિઓના સહવાસમાં તેમનો બહુકોણ અને સર્જનાત્મક લેખક તરીકે વિકાસ થયો. તેમણે રાષ્ટ્રવાદ, દેશભક્તિ, લિંગ સમાનતા, બંધુત્વ અને સાંપ્રદાયિક સુમેળનો ઉપદેશ આપતા ઘણા લેખો લખ્યા. તેમણે સામાજિક અનિષ્ટિઓની પણ ટીકા કરી અને મહિલાઓના કલ્યાણ, સમાજમાં સુધારા અને લોકોમાં સકારાત્મક જાગૃતિ ઈચ્છતા હતા. ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સ દ્વારા 1924 માં તેમને પ્રતિષ્ઠિત ‘પંડિત’ બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ તેમને ‘મૌલવી’ બિરુદથી સન્માનિત કર્યા અને ફ્રાન્સની અરણ યુનિવર્સિટીએ તેમને ‘Professor in Hindu-Muslim Culture (હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિના અધ્યાપક)’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. એકેડેમિયા ઇન્ટરનેશનલ અમેરિકાએ તેમને ડોક્ટર ઓફ લીટરેચરથી સન્માનિત કર્યા. તેમણે 1916 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપ...

મૌલાના ઓબેદુલ્લાહ સિંધી (1872-1944)

ક્રાંતિની જ્યોતની જેમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં આવેલા મૌલાના ઓબેદ્દુલ્લાહ સિંધીનો જન્મ સિઆલકોટ જિલ્લાના છીયાવાલી ગામમાં (જે હવે પાકિસ્તાનમાં છે) એક શીખ કુટુંબમાં 10 માર્ચ, 1872 ના રોજ થયો હતો.જ્યારે તે આઠમા ધોરણમાં હતા, ત્યારે તેમણે મૌલાના ઇસ્માઇલ શાહિદ દ્વારા લખાયેલ તકવૈત-ઉલ-ઇમાન પુસ્તક વાંચ્યું અને 17 વર્ષની ઉંમરે ઇસ્લામ સ્વીકાર્યું. તેમણે દેવબંદમાં ‘દાર-ઉલ-ઉલૂમ’ માં પ્રવેશ લીધો. તેઓ આચાર્ય મૌલાના મુહમ્મદ-ઉલ-હસનથી પ્રેરિત હતા, અને બ્રિટિશ વિરોધી બળવામાં પોતે સમર્પિત હતા. મૌલાના હસન દ્વારા આદેશ પર તેઓ અફઘાનિસ્તાન ગયા અને દેશના લોકોને વિદેશી શાસકો વિરુદ્ધ બળવો કરવા પ્રેરણા આપી અને તે માટે ટેકો અને માળખાકીય સુવિધા પ્રાપ્ત કરી. તેમણે 1916 માં રાજા મહેન્દ્ર વર્મા અને પ્રોફેસર બરકતુલ્લાહ ભોપાલીની સાથે કાબુલમાં દેશવટા પર ભારતની પ્રથમ સરકારની સ્થાપનામાં સક્રિય ભાગ લીધો હતો. ઓબેદુલ્લાહ દેશવટામાં ભારત સરકારના મિનિસ્ટર ઓફ એકસ્ટર્નલ અફેયર્સ રહ્યા હતા. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ‘તહરીક-એ-રેશમી રૂમાલ’ તરીકે જાણીતી બનેલી ઘટનામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ક્રાંતિકારીઓ દ્વારા કરવામાં...

મુહમ્મદ અબ્દુલ કાદીર (1917 - 1943)

મુહમ્મદ અબ્દુલ કાદિરનો જન્મ 25 મે, 1917 ના રોજ કેરળ રાજ્યના ત્રિવેન્દ્રમ જિલ્લાના વક્કમ ગામમાં થયો હતો. તેમણે યુવાન વયે તેમની માતાની જમીનને વસાહતી શાસનના ચુન્ગાલમાંથી મુક્ત કરવાના ઉત્સાહ સાથે બ્રિટીશ વિરોધી સંઘર્ષમાં ભાગ લીધો હતો.તેમના પિતાનું નામ એમ. બાવો કાન્ઝુ હતું. અબ્દુલ કાદિર આજીવિકાની શોધમાં મલેશિયા ગયા હતા જ્યાં તેઓ ગદ્દર પાર્ટીના એક જૂના સભ્ય બાબા હરિસિંહ ઉર્ફે બાબા ઓસ્માન ખાનના માર્ગદર્શન હેઠળ બ્રિટીશ શાસનના જુવાળેથી ભારતની મુક્તિ માટેના પ્રયત્નો તરફ આકર્ષાયા હતા. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતમાં શસ્ત્રો અને દારૂગોળાની દાણચોરી કરવા ‘ભારત-જર્મન કાવતરુ’ કહીને બાબા ઓસ્માન ખાને એક અગત્યની ભૂમિકા નિભાવી હતી. મુહમ્મદ અબ્દુલ કાદિર ભારતીય સ્વતંત્રતા લીગના સભ્ય બન્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની દળની શાંઘાઇ પછી તરત જ બાબા ઉસ્માન ખાને સાઉથ એશિયાના દેશોમાં ઈન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની અનેક શાખાઓ બહારથી ભારતના બ્રિટિશરો સામે લડવાના હેતુથી શરૂ કરી. બાબા ઓસ્માન ખાન બ્રિટીશ શાસનની વિરુદ્ધ ભારતીય બ્રિટીશ આર્મીની રેન્ક અને ફાઇલ બનાવવા માંગતા હતા. તેમનો ઉદ્દેશ ભારતીય સૈનિકોને ઇન્ડિયન નેશનલ ...

મૌલાના અબુલ કલામ આઝાદ (1888-1958)

ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ 11 નવેમ્બર, 1888 ના રોજ મક્કામાં થયો હતો. તેમના પિતાનું નામ મૌલાના ખૈરૂદ્દીન અને માતાનું નામ આલિયા હતું. આઝાદનું મૂળ નામ અબુલ કલામ મોહિદ્દીન ખૈરુદ્દીન હતું. તે અરબી, ફારસી, ટર્કીશ અને ઉર્દૂ ભાષાઓના મોટા વિદ્વાન હતા. તેમણે બાર વર્ષની નાની વયે ‘નૈરંગ-એ-આલમ’ મેગેઝિન શરૂ કર્યું. તેર વર્ષની ઉંમરે, તેમણે સાહિત્યિક ટીકા પર લેખો લખ્યા, જેના માટે તેઓ એક મોટાગજાના વિદ્વાન, કવિ અને બૌદ્ધિક તરીકે વખાણાયા. તેમણે 1904 માં અખિલ ભારતીય મુસ્લિમ શૈક્ષણિક પરિષદ અને અખિલ ભારતીય મુસ્લિમ સંપાદકોના સંમેલનમાં ભાગ લીધો હતો.શરૂઆતના દિવસોમાં તેમને મુસ્લિમ લીગની વિચારધારા ગમતી. તેમનો અભિપ્રાય હતો કે વિદેશી શાસકોને હરાવવા માટે સશસ્ત્ર સંઘર્ષ એકમાત્ર સમાધાન છે. તે સમયગાળા દરમિયાન, તેમણે પોતાની વિવિધ ક્રાંતિકારી સંસ્થાઓ શરૂ કરી. પરંતુ, તેમણે પહેલી વાર મહાત્મા ગાંધી સાથે મુલાકાત કરી ત્યારે 1920 જાન્યુઆરીથી તેમણે પોતાનો ક્રાંતિકારી માર્ગ છોડી દીધો. ત્યારથી, તેમણે અહિંસા આંદોલનને ટેકો આપ્યો. તેમણે ખિલાફત અને અસહકાર આંદોલનમાં ખૂબ સક્રિયપણે ભા...

મુહમ્મદ યાકુબ હસન સેઠ (1875-1940)

અહિંસક સંઘર્ષમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા મુહમ્મદ યાકુબ હસન શેઠનો જન્મ જૂન 1875 માં નાગાપુરમાં એક સમૃદ્ધ બિઝનેસમેન પરિવારમાં થયો હતો. તેમણે અલીગઢની મોહમ્મદન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું અને વ્યવસાય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પોતાના વ્યવસાયના વિસ્તરણ માટે બેંગ્લોર જવા રવાના થયા અને 1901 માં મદ્રાસ પહોંચ્યા, જ્યાં તેઓ સ્થાયી થયા.પોતાનો વ્યવસાય કરી રહ્યા હોવા છતાં લોક કલ્યાણ પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે ભાગ લઈ રહ્યા હતા.મદ્રાસ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયા. 1906 માં ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગમાં જોડાયા અને મદ્રાસમાં તે પાર્ટીમાં ઘણા હોદ્દાઓ પર જવાબદારી સંભાળી હતી. તેમણે દક્ષિણ ભારતમાં મુસ્લિમ લીગના વિસ્તરણ માટે કામ કર્યું. 1906 માં તેમણે અંગ્રેજી સાપ્તાહિક ‘મુસ્લિમ પેટ્રિઅટ’ અને ઉર્દૂ સાપ્તાહિક ‘કૌમી હલચલ’ની શરૂઆત કરી અને લગભગ બે વર્ષ સુધી તે સામયિકોને વિક્ષેપ વગર પ્રકાશિત કર્યા. જ્યારે તેમને કેદ કરવામાં આવ્યા ત્યારે, જેલમાં તેમણે કુરાન વિશે એક લેખ લખ્યો, જે હૈદરાબાદના નિઝામની આર્થિક સહાયથી પ્રકાશિત કરવામાં આવ્યો. તેમણે સરકારમાં અને સેનામાં મુખ્ય પદ પર ભારતીયોના કાયદેસર પ્ર...

ટીપુ સુલ્તાનની યૌમે પેદાઈશ પર ખિરાજે અકીદત (૧૦ નવેમ્બર)

ભારતના ઈતિહાસમાં એક એવો યોદ્ધા પણ હતો જેની બુદ્ધિ અને બહાદુરીએ અંગ્રેજોને ઘણી વખત ઘૂંટણિયે પડવા મજબૂર કર્યા હતા. તેમની બહાદુરીના કારણે તેમને 'શેર-એ-મૈસૂર' કહેવામાં આવ્યા હતા. આ પરાક્રમી યોદ્ધાનું નામ હતું ટીપુ સુલતાન. ટીપુની બહાદુરી જોઈને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે તેમને વિશ્વના પ્રથમ રોકેટ આવિષ્કારક ગણાવ્યા હતા. ઇતિહાસકાર વિલીયમ ડાર્લિમ્પલ કહે છે કે દસ્તાવેજોમાંથી જે ટીપુની છબી ઉભરી આવે છે તેવી નથી જે અંગ્રેજી ઈતિહાસકારો દ્વારા બનાવવામાં આવી છે, પણ વધુ જટિલ છે. શાસક તરીકે, ટીપુ એક નવા વિચારોવાળા,લોકોની પ્રગતિ અને શાસનને મજબૂત બનાવવા, નવી તકનીકો અપાવનાર હતો. પશ્ચિમી દેશોના સામાજિક સંગઠનોને જોઈને તેમાંથી શીખ લીધી અને તેવી જ નીતિઓ પોતાના શાસનમાં ચલાવવા માંગી.એમના અંગત પુસ્તકાલયમાં 2000 થી વધુ પુસ્તકો હતા, જેમાં માત્ર ધર્મ, સૂફી વગેરે વિશે જ નહીં પરંતુ ઇતિહાસ, ગણિત, ખગોળશાસ્ત્ર જેવા વિષયો પર પણ હતા. તેઓ કલાને પ્રોત્સાહન આપતા હતા.આ લાયબ્રેરી ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ મોકલી દેવામાં આવી. ટીપુ સુલ્તાન સાથે સંબંધિત એક તસવીર નાસામાં પણ છે. ટીપુ સુલતાન વિશ્વના પહેલો શાસક હતો જ...

મૌલાના શૌકત અલી (1873-1938)

ખિલાફત અને અસહકાર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનારા અલી બ્રધર્સમાં મોટા ભાઈ મૌલાના શૌકત અલી હતા. તેમનો જન્મ 10 માર્ચ, 1873 ના રોજ ઉત્તરપ્રદેશના બિજનોર જિલ્લાના નજીબાબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ અબ્દુલ અલી ખાન અને માતાનું નામ અબદી બાનો બેગમ હતા. 1880 માં તેમણે પિતા ગુમાવ્યા હોવાથી,માતાએ ઉછેર કર્યો. તે ઉચ્ચ અભ્યાસ કરવા માટે અલીગઢ ગયા, જ્યાં તેમને માત્ર શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે જ નહીં, પરંતુ શ્રેષ્ઠ રમતવીર તરીકે પણ ઓળખ મળી. નાની ઉંમરથી જ નેતૃત્વના ગુણોએ તેમને અલીગઢ સ્ટુડન્ટ્સ યુનિયનના નેતા બનાવ્યા. તેમણે કોલેજ સામયિકમાં સંપાદક તરીકે પણ કામ કર્યું. તેમણે બી.એ. 1895 માં કર્યું અને 1896 માં સરકારી સેવામાં જોડાયા. તેમણે લગભગ 17 વર્ષ સુધી સરકારી સેવા ચાલુ રાખી અને અલીગઢ કોલેજના વિકાસ માટે ભંડોળ એકત્ર કરવા નોકરીમાંથી રાજીનામું આપ્યું. તેમણે પવિત્ર કાબાના માળખની સુરક્ષા માટે અને હજ યાત્રિકોને સુવિધાઓ પૂરી પાડવા માટે 1913 માં કાબા સ્વયંસેવક એસોસિએશનની સ્થાપના કરી. આ સંદર્ભમાં, તેઓ સામ્રાજ્યવાદી શાસકો સામે લડ્યા અને અંગ્રેજી સાપ્તાહિક ‘કોમરેડ’ અને ઉર્દૂ દૈનિક ‘હમદર્દ’ ના સંચાલનમાં ભાગ લીધો, જે ત...

અલ્લામા મુહમ્મદ ઇકબાલ (1877-1938)

અલ્લામા મુહમ્મદ ઇકબાલ,જાણીતા કવિ, જેમણે સુવિખ્યાત જાણીતું ઉર્દૂ ગીત ‘સારે જહાંસે અચ્છા ... હિન્દુસ્તાન હમારા’ લખ્યું છે, તેમનો જન્મ 9 નવેમ્બર, 1877 માં પંજાબ પ્રાંતના સિયાલકોટમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે. તેમણે તે દિવસના પ્રખ્યાત વિદ્વાનો પાસેથી ઇસ્લામિક ધર્મગ્રંથો શીખ્યા અને લાહોરમાં ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું. તેમણે 1899 માં ફિલોસોફીમાં એમ.એ. કર્યું અને લેક્ચરર તરીકે કામ કર્યું. તેમણે 1904 માં ‘સારે જહાંસે અચ્છા’ ગીત લખ્યું હતું, જે 16 ઓગસ્ટ, 1904 ના ઉર્દૂ મેગેઝિન ઇત્તેહાદમાં પ્રકાશિત થયું હતું, જે ગીતે તેમને આખા દેશમાં ખ્યાતિ અપાવી હતી. તે 1923 માં તરાના-એ-હિંદી શીર્ષક હેઠળ કાવ્યસંગ્રહ બંગ-એ-દારામાં પણ ફરીથી પ્રકાશિત થયું હતું. ઇકબાલ ઉચ્ચ શિક્ષણ માટે લંડન ગયા હતા. તેમણે કાયદામાં ડિગ્રી માટે અભ્યાસ કર્યો અને પીએચ.ડી. કરી. તેમણે 1906 માં ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની લંડન શાખામાં સભ્યપદ લીધું હતું અને સ્વદેશી આંદોલનને ટેકો આપ્યો હતો. તેઓ 1908 માં પાછા ભારત આવ્યા અને એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. પરંતુ, તેમણે કાનૂની પ્રેક્ટીસમાં વધારે રસ આપ્યો ન હતો. ઇંગ્લેંડથી પરત ફર્યા પછી, તેઓ આધ...

સૈય્યદ બદરૂલ હસન (1898-1937)

સૈયદ બદરૂલ હસનનો જન્મ 1898 માં નિઝામ રાજ્યની તત્કાલીન રાજધાની હૈદરાબાદમાં એક સમૃદ્ધ કુલીન પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ અમીર હસન અને માતાનું ફકરુલ હાજીયા હસન, જેઓ સ્વાતંત્ર્ય સેનાની હતા. બદરૂલ હસન પણ સ્વતંત્રતા ચળવળમાં જોડાયા. ગાંધીના માર્ગદર્શન હેઠળ પત્રકાર બનવા સાબરમતી આશ્રમ ગયા અને મહાત્મા ગાંધીના સંપાદન હેઠળ પ્રકાશિત ‘યંગ ઈન્ડિયા’ માં અનેક લેખો લખ્યા. બાદમાં, તે ‘ઈંડિપેન્ડન્ટ’ અંગ્રેજી દૈનિક ન્યૂઝ પેપરમાં જોડાયા, જે અલ્હાબાદથી પ્રકાશિત થતું. રાષ્ટ્રવાદી તરીકે તેમણે સામ્રાજ્યવાદી શાસકોની ટીકા કરતા ઘણા લેખો લખ્યા. જ્યારે નિઝામ રાજ્યમાં બ્રિટીશ વિરોધી પ્રવૃત્તિઓ વિશે વિચારવું ખૂબ જ મુશ્કેલ હતું, ત્યારે બદરૂલ હસને 1920 માં 'તિલક સ્વરાજ્ય નિધિ' ભંડોળ એકત્રિત કરવાની પહેલ કરી. તેમણે 23,000 રૂપિયા એકઠા કર્યા અને 'તિલક સ્વરાજ્ય નિધિ’ બોમ્બેને દાન આપ્યું.બદરૂલ હસને ખિલાફત અને અસહકાર આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો અને વિદેશી ચીજવસ્તુઓ,કપડાંનો બહિષ્કાર કર્યો હતો. તે નિઝામ રાજ્યના પ્રથમ એવા વ્યક્તિ હતા, જેમણે બ્રિટિશ રાજકુમારની ભારત મુલાકાત દરમિયાન વિદેશી કપડા સળગાવી દીધા હતા. ...

નવાબ સાહિબઝાદા અબ્દુલ કય્યુમ ખાન (1864-1937)

નવાબ સાહિબઝાદા અબ્દુલ કય્યુમ ખાન, જે લોધી રાજવંશ સાથે સંબંધ ધરાવતા, તેમનો જન્મ સ્વાબી તહસીલના ટોપી ગામે 12 ડિસેમ્બર, 1864 ના રોજ થયો હતો, જે લગભગ પેશાવરથી 75 કિ.મી. દૂર છે. તેમના પિતાનું નામ સાહિબઝાદા અબ્દુલ રઉફ હતું, જેઓ ધાર્મિક ઉપદેશક, વિદ્વાન અને પ્રખ્યાત લેખક હતા, અને તેમની માતાનું ઝૈનબ હતું. દુર્ભાગ્યે, 1873 માં ધાર્મિક વિવાદો અને વ્યાવસાયિક તકરારના કારણે તેમના પિતાની હત્યા કરવામાં આવી હતી. પિતાના મૃત્યુ પછી, તે કોઠા ગામમાં તેના કાકાના ઘરે પહોંચ્યા. નવાબ સાહિબઝાદા અબ્દુલ કય્યુમ ખાને ખૂબ જ નાની ઉંમરે ઇસ્લામ ગ્રંથો શીખ્યા અને કુસ્તીબાજ તરીકે શારીરિક તાલીમ પણ મેળવી હતી. તેમને એક હોશિયાર વિદ્યાર્થી અને સક્રિય રમતગમતની વ્યક્તિ તરીકે ઓળખ મળી. તે પર્વતારોહણના શોખીન હતા અને તેમણે અનેક પર્વતારોહણ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું અને નાયબ તહસીલદાર તરીકે સરકારી સેવામાં જોડાયા. ત્યારબાદ તેમણે 1919 માં નિવૃત્ત થતાં પહેલાં ઘણા પ્રમોશનોનો આનંદ મેળવ્યો. નિવૃત્તિ પછી, તેમણે લોક કલ્યાણના કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું, ખિલાફત અને હિજરત આંદોલન...

બેગમ નિશતુન્નિસા મોહાની (1884-1937)

બેગમ નિશતુન્નીસા મોહાની, જેમની પૂર્ણ સ્વતંત્રતાની વિભાવના અંગેના તેમના મંતવ્યો અને વિચારોની તીવ્ર ટીકા માટે ગાંધીજી દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી, તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અવધમાં 1884 માં થયો હતો. તેમના પિતાનું નામ સૈયદ શબીબ હસન મોહાની હતું. તેણીમાં ખૂબ જ નાની ઉંમરથી સેવા ભાવના હતી. તેણીના લગ્ન મૌલાના હસરત મોહાની સાથે થયા, જે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં લડાયક અભિગમ માટે જાણીતા હતા. બેગમ નિશતુન્નિસા મોહાની 1904 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. જ્યારે 1907માં કોંગ્રેસના નેતાઓમાં મધ્યસ્થી અને કટ્ટરપંથી તરીકેના ભાગલા પડ્યાં ત્યારે તેણીએ તેમના પતિ સાથે બાળ ગંગાધર તિલકનો પક્ષ લીધો હતો. જ્યારે બ્રિટિશ સરકારે તેમના અખબાર ‘ઉર્દૂ-એ-મૌંલા’ માં બ્રિટિશ વિરોધી લેખ પ્રકાશિત કરવા માટે પ્રથમ વખત તેમના પતિ મૌલાના હસરત મોહાનીની ધરપકડ કરી, ત્યારે નિશતુન્નીસાએ ભારે હિંમતથી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. બેગમ નિશતુન્નિસાએ જેલમાં રહેલા તેમના પતિને એક પત્ર લખીને કહ્યું કે ‘હિંમતથી તમારા પર આવી પડેલા જોખમોનો સામનો કરો. મારા વિશે વિચારશો નહીં. તમારી પાસેથી કોઈ નબળાઇ વ્યક્ત થવી જોઈએ નહીં. કાળજી લેત...

ડો. મુખ્તાર એહમદ અંસારી (1880-1936)

ડો.મુખ્તાર અહેમદ અન્સારી, જેમણે વિવિધ સમુદાયોના સંયુક્ત સંઘર્ષો દ્વારા જ ભારતીય સ્વતંત્રતા હાંસલ કરી શકાય છે તેવી દ્રઢ માન્યતા સાથે હિન્દુ-મુસ્લિમ એકતા હાંસલ કરવા માટે સખત મહેનત કરી હતી.તેમનો જન્મ 25 ડિસેમ્બર, 1880 ના રોજ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના યુસુફપુરામાં થયો હતો. તેમના પિતાનું નામ હાજી અબ્દુર રેહમાન અને માતાનું નામ ઇલહાન બીબી હતું. 1900 માં નિઝામ કોલેજમાંથી મેડીકલમાં સ્નાતક થયા અને હૈદરાબાદ રાજ્ય દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિની મદદથી ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. તેમણે 1908 માં સર્જરીમાં માસ્ટરની પદવી પ્રાપ્ત કરી અને તે 1910 માં ભારત પરત ફર્યા. જો કે તે ધનિક લોકોમાં મેડિકલ પ્રોફેશનલ તરીકે ખૂબ પ્રખ્યાત બન્યા, તેમ છતાં, તેમણે કોઈ પણ ફી લીધા વિના ગરીબોની સેવા કરી.ડો.મુખ્તાર અહેમદ અન્સારીએ રાજકીય જીવનની શરૂઆત 1916 માં હોમ રુલ ચળવળમાં ભાગ લઈને કરી.તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ લીધું, જેને તેમની રાજકીય કારકીર્દિને વેગ આપ્યો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે લખનઉ કરારમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એન્ટિ-રૌલેટ એક્ટ મૂવમેન્ટમાં ભાગ લઈ તેઓ મહાત્મા ગાંધીની ખૂબ નજીક રહે...

જસ્ટિસ અબ્બાસ તૈયબજી (1854-1936)

અબ્બાસ તૈયબજીનો જન્મ 1 ફેબ્રુઆરી, 1854 ના રોજ ગુજરાતમાં અમીર તૈયબજી પરિવારમાં થયો હતો. જસ્ટિસ અબ્બાસ તૈયબજીને મહાત્મા ગાંધીએ આ રીતે વર્ણવ્યા હતા : ‘મહાન લોકો માટે કોઈ મૃત્યુ નથી ... રાષ્ટ્ર માટે તેમનું બલિદાન તેમને લાંબું જીવન જીવાડશે(અમર બનાવી દેશે)... તેઓ એક ઉમદા આત્મા હતી ... તેમને મળવું પણ એ એક શ્રેષ્ઠ તક કહેવાતી ’.. અબ્બાસ શિક્ષણ માટે ખૂબ જ નાની ઉંમરે ઇંગ્લેન્ડ ગયા, જ્યાં તેઓ 1875 માં બાર-એટ-લો બન્યા અને તે જ વર્ષે ભારત પાછા ફર્યા. તેઓ 1893 માં બરોડા હાઈકોર્ટમાં ન્યાયાધીશ બન્યા. 1915 માં મહાત્મા ગાંધી સાથેની તેમની મુલાકાતથી તેમનું જીવન બદલાઈ ગયું. તેઓ ગાંધીજીના ખૂબ નજીકના સાથી બન્યા. તેમણે ગુજરાત રાજકીય પરિષદનું નેતૃત્વ કર્યું, જેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પહેલાં અસહકાર આંદોલન ચલાવ્યું હતું. તેમણે 1919 માં પોતાના વૈભવી જીવનનો ત્યાગ કર્યો અને મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લીધો. 80 વર્ષની પૂર્ણ વૃદ્ધાવસ્થામાં પણ, તેઓ ખાદીના કાપડ વેચવા અને ખાદીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે બળદ ગાડીમાં આખા ગુજરાતમાં ફર્યા. તેમણે 1928 માં બારડોલી સત્યાગ્રહનું સફળતાપૂર્વક નેત...

તસદદુક એહમદ ખાન શેરવાની (1885-1935)

તસદ્દૂક અહેમદ ખાન શેરવાની, માત્ર બ્રિટીશ શાસન સામે જ નહીં પણ સામાજિક અસમાનતાઓ અને અંધશ્રદ્ધાઓ સામે પણ લડ્યા હતા, તેમનો જન્મ 1885 માં ઉત્તર પ્રદેશના અલીગઢ નજીક બિલોના ગામમાં થયો હતો. તે અલીગઢની મુહમ્મદન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજમાં જોડાયા, જ્યાં તે સ્ટુડન્ટસ યુનિયનના નેતા બન્યા. તસદ્દ્દુક અહેમદખાન શેરવાની ભારતીય રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને કોલેજના બ્રિટિશ તરફી વલણનો વિરોધ કર્યો અને મેનેજમેન્ટની ટીકા કરી, જેના પરિણામે તેમને કોલેજમાંથી હાંકી કાઢ્યા. બાદમાં તે લંડન ગયા, જ્યાં તેમણે 1911 માં બાર-એટ-લો પૂર્ણ કર્યું. તે 1912 માં ભારત પાછા ફર્યા અને અલીગઢમાં કાયદાની પ્રેક્ટીસ શરૂ કરી. તેઓ 1916 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, જ્યાં તેઓ મોતીલાલ નેહરુ, સી.આર.દાસ, મહાત્મા ગાંધી, ડો.એમ.એ.અન્સારી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓથી પ્રભાવિત થયા. તસદ્દ્દુક અહેમદખાન શેરવાનીએ 1916 માં હોમ રુલ ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને 1919 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિમાં સભ્ય બન્યા હતા, ત્યારથી તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં વ્યાપકપણે ભાગ લેવાનું શરૂ કર્યું અને તેમની અવિરત સેવાઓ માટે ઓળખ મેળવી. તેમણે સા...

સૈય્યદ હસન ઇમામ (1871-1933)

સૈયદ હસન ઇમામ, જેઓ માનતા હતા કે જે લોકો પ્રગતિશીલ દૃષ્ટિકોણ ધરાવતા નથી, તેઓ સ્વ શાસનના ફળનો યોગ્ય રીતે આનંદ લઈ શકતા નથી, તેમનો જન્મ બિહારના પટણા જિલ્લાના નિયોરા ગામે 31 ઓગસ્ટ, 1871 ના રોજ થયો હતો. તેઓ સ્વાતંત્ર્ય સેનાની સૈયદ અલી ઇમામના નાના ભાઈ હતા. તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે 1889 માં ઇંગ્લેન્ડ ગયા. ત્યાં ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા, જે બ્રિટિશ વિરોધી વિચારધારાના હતા. તેમણે તેમની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો. તેઓ 1892 માં ભારત પાછા ફર્યા અને એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. 1910 માં તેઓ કલકત્તા શિફ્ટ થઇ ગયા, જ્યાં તેમણે સફળ વકીલ તરીકે ખ્યાતિ મેળવી. 1908 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મદ્રાસ સત્રોમાં ભાગ લઈને, સૈયદ હસન ઇમામ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેમણે બિહાર રાજ્યના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી બેઠકમાં અધ્યક્ષતા કરી હતી, જેમાં તેમણે વિરોધી રીત-ભાતો અને વ્યવહારથી દૂર રહીને પ્રગતિશીલ વિચારસરણી અપનાવવા અપીલ કરી હતી. ઈમામે મુસ્લિમો માટે અલગ મતદારક્ષેત્રોના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો, જે પ્રસ્તાવને 1911 માં અલ્હાબાદમાં યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં મૂકવામાં આ...