ડો.મુખ્તાર અહેમદ અન્સારી, જેમણે વિવિધ સમુદાયોના સંયુક્ત સંઘર્ષો દ્વારા જ ભારતીય સ્વતંત્રતા હાંસલ કરી શકાય છે તેવી દ્રઢ માન્યતા સાથે હિન્દુ-મુસ્લિમ એકતા હાંસલ કરવા માટે સખત મહેનત કરી હતી.તેમનો જન્મ 25 ડિસેમ્બર, 1880 ના રોજ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના યુસુફપુરામાં થયો હતો. તેમના પિતાનું નામ હાજી અબ્દુર રેહમાન અને માતાનું નામ ઇલહાન બીબી હતું. 1900 માં નિઝામ કોલેજમાંથી મેડીકલમાં સ્નાતક થયા અને હૈદરાબાદ રાજ્ય દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિની મદદથી ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. તેમણે 1908 માં સર્જરીમાં માસ્ટરની પદવી પ્રાપ્ત કરી અને તે 1910 માં ભારત પરત ફર્યા. જો કે તે ધનિક લોકોમાં મેડિકલ પ્રોફેશનલ તરીકે ખૂબ પ્રખ્યાત બન્યા, તેમ છતાં, તેમણે કોઈ પણ ફી લીધા વિના ગરીબોની સેવા કરી.ડો.મુખ્તાર અહેમદ અન્સારીએ રાજકીય જીવનની શરૂઆત 1916 માં હોમ રુલ ચળવળમાં ભાગ લઈને કરી.તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ લીધું, જેને તેમની રાજકીય કારકીર્દિને વેગ આપ્યો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે લખનઉ કરારમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એન્ટિ-રૌલેટ એક્ટ મૂવમેન્ટમાં ભાગ લઈ તેઓ મહાત્મા ગાંધીની ખૂબ નજીક રહેવાવાળા વ્યક્તિ બન્યા. તેમણે ખિલાફત પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું, જે 1920 માં વાઇસરોયને મળ્યું અને અસહકાર ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી. તેઓ હકીમ અજમલ ખાન બાદ જામિયા મીલીયા ઇસ્લામીયાના કુલપતિ બન્યા. તેમણે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સુમેળ સુનિશ્ચિત કરવાને અગ્રતા આપી. તેમણે હિંદુઓની ભાવનાઓને માન આપવાની હિમાયત કરી અને મુસ્લિમ લીગ દ્વારા બોલાયેલ બેઠકમાં બકરી ઈદ દરમિયાન ગૌહત્યા છોડી દેવાની મુસ્લિમોને અપીલ કરી. તેમણે સાંપ્રદાયિક હિંસા રોકવા માટે લાલા લાજપત રાયની સાથે ભારતીય રાષ્ટ્રીય કરાર બનાવ્યો અને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સુમેળ લાવવા માટે 1924 માં એકતા સંમેલન યોજ્યું. ફરીથી એકવાર, તેમણે 27 ઓક્ટોબર, 1927 ના રોજ એકતા સંમેલન યોજ્યું અને અપીલ કરી કે ધર્મ રાજકારણમાં સામેલ ન કરવું જોઈએ. તેમણે 27-28 જુલાઈ, 1929 ના રોજ યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં ખૂબ જ સક્રિયપણે ભાગ લીધો હતો, જ્યાં તેમણે રાષ્ટ્રીય ભાવના ધરાવતા મુસ્લિમોને એક મંચ પર એકઠા કરવાનો સફળતાપૂર્વક પ્રયાસ કર્યો હતો. તેમણે ઓલ ઈન્ડિયા નેશનલ મુસ્લિમ પાર્ટીની સ્થાપના કરી અને તેના ટ્રેઝરર તરીકે કામ કર્યું. મહાત્મા ગાંધીના આમંત્રણ પર જ્યારે તે 1927 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા, ત્યારે તેમણે તેમની બધી સંપત્તિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રવૃત્તિઓ માટે ખર્ચ કરી, જેના કારણે તેઓ લગભગ નાદાર થઈ ગયા. જામિયા મીલીયા ઇસ્લામીયાના લેખન અને વિકાસમાં તેમણે પાછળનું જીવન પસાર કર્યું. ડો.મુખ્તાર અહેમદ અન્સારીનું 10 મે, 1936 ના રોજ અવસાન થયું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment