Skip to main content

જસ્ટિસ અબ્બાસ તૈયબજી (1854-1936)


અબ્બાસ તૈયબજીનો જન્મ 1 ફેબ્રુઆરી, 1854 ના રોજ ગુજરાતમાં અમીર તૈયબજી પરિવારમાં થયો હતો. જસ્ટિસ અબ્બાસ તૈયબજીને મહાત્મા ગાંધીએ આ રીતે વર્ણવ્યા હતા : ‘મહાન લોકો માટે કોઈ મૃત્યુ નથી ... રાષ્ટ્ર માટે તેમનું બલિદાન તેમને લાંબું જીવન જીવાડશે(અમર બનાવી દેશે)... તેઓ એક ઉમદા આત્મા હતી ... તેમને મળવું પણ એ એક શ્રેષ્ઠ તક કહેવાતી ’.. અબ્બાસ શિક્ષણ માટે ખૂબ જ નાની ઉંમરે ઇંગ્લેન્ડ ગયા, જ્યાં તેઓ 1875 માં બાર-એટ-લો બન્યા અને તે જ વર્ષે ભારત પાછા ફર્યા. તેઓ 1893 માં બરોડા હાઈકોર્ટમાં ન્યાયાધીશ બન્યા. 1915 માં મહાત્મા ગાંધી સાથેની તેમની મુલાકાતથી તેમનું જીવન બદલાઈ ગયું. તેઓ ગાંધીજીના ખૂબ નજીકના સાથી બન્યા. તેમણે ગુજરાત રાજકીય પરિષદનું નેતૃત્વ કર્યું, જેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પહેલાં અસહકાર આંદોલન ચલાવ્યું હતું. તેમણે 1919 માં પોતાના વૈભવી જીવનનો ત્યાગ કર્યો અને મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લીધો. 80 વર્ષની પૂર્ણ વૃદ્ધાવસ્થામાં પણ, તેઓ ખાદીના કાપડ વેચવા અને ખાદીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે બળદ ગાડીમાં આખા ગુજરાતમાં ફર્યા. તેમણે 1928 માં બારડોલી સત્યાગ્રહનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું અને દાંડી માર્ચ દરમિયાન મહાત્મા ગાંધીની ધરપકડ કરવામાં આવી ત્યારે રાષ્ટ્રીય આંદોલનને ‘સર્વસત્તાધીશ’ તરીકે નેતૃત્વ કર્યું હતું. રાષ્ટ્રીય ચળવળનું નેતૃત્વ કરવા બદલ તેમની ઘણી વખત ધરપકડ કરવામાં આવી હતી.તેમણે તેમના આરોગ્યની દરકાર રાખી નહીં અને વૃદ્ધાવસ્થામાં અન્ય મુશ્કેલીઓ હોવા છતાં સ્વતંત્રતા ચળવળ સાથે આગળ વધ્યા. ગુજરાતમાં તૈયબજીના નેતૃત્વમાં મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય ચળવળમાં ઘણા પ્રયોગો સફળતાપૂર્વક અમલમાં મૂક્યા હતા. અસહકાર આંદોલન, વિદેશી માલનો બહિષ્કાર કરવા માટેની ચળવળ, દારૂબંધી મૂવમેન્ટ, સવિનય કાનુન ભંગ ચળવળ જેવી અન્ય અનેક હિલચાલ અબ્બાસ તૈયબજીના નેતૃત્વમાં ગુજરાતમાં પહેલા શરૂ કરવામાં આવી હતી, જે પછીથી આખા દેશમાં અમલમાં મુકાઈ. ગાંધીજી દ્વારા તેમની ‘ગુજરાતના ડાયમંડ’ તરીકે પ્રશંસા કરવામાં આવી હતી. બ્રિટિશ સામ્રાજ્યવાદના ચુંગાલમાંથી માતૃભુમીને મુક્ત કરવાના દ્રઢ સંકલ્પ સાથે ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં અગ્રણી ભૂમિકા ભજવનારા ન્યાયાધીશ અબ્બાસ તૈયબજીએ 9 મી મે 1936 ના રોજ અંતિમ શ્વાસ લીધા.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...