ક્રાંતિની જ્યોતની જેમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં આવેલા મૌલાના ઓબેદ્દુલ્લાહ સિંધીનો જન્મ સિઆલકોટ જિલ્લાના છીયાવાલી ગામમાં (જે હવે પાકિસ્તાનમાં છે) એક શીખ કુટુંબમાં 10 માર્ચ, 1872 ના રોજ થયો હતો.જ્યારે તે આઠમા ધોરણમાં હતા, ત્યારે તેમણે મૌલાના ઇસ્માઇલ શાહિદ દ્વારા લખાયેલ તકવૈત-ઉલ-ઇમાન પુસ્તક વાંચ્યું અને 17 વર્ષની ઉંમરે ઇસ્લામ સ્વીકાર્યું. તેમણે દેવબંદમાં ‘દાર-ઉલ-ઉલૂમ’ માં પ્રવેશ લીધો. તેઓ આચાર્ય મૌલાના મુહમ્મદ-ઉલ-હસનથી પ્રેરિત હતા, અને બ્રિટિશ વિરોધી બળવામાં પોતે સમર્પિત હતા. મૌલાના હસન દ્વારા આદેશ પર તેઓ અફઘાનિસ્તાન ગયા અને દેશના લોકોને વિદેશી શાસકો વિરુદ્ધ બળવો કરવા પ્રેરણા આપી અને તે માટે ટેકો અને માળખાકીય સુવિધા પ્રાપ્ત કરી. તેમણે 1916 માં રાજા મહેન્દ્ર વર્મા અને પ્રોફેસર બરકતુલ્લાહ ભોપાલીની સાથે કાબુલમાં દેશવટા પર ભારતની પ્રથમ સરકારની સ્થાપનામાં સક્રિય ભાગ લીધો હતો. ઓબેદુલ્લાહ દેશવટામાં ભારત સરકારના મિનિસ્ટર ઓફ એકસ્ટર્નલ અફેયર્સ રહ્યા હતા. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ‘તહરીક-એ-રેશમી રૂમાલ’ તરીકે જાણીતી બનેલી ઘટનામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ક્રાંતિકારીઓ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોમાં કોઈ સફળતા મળી ન હોવાથી બ્રિટીશ સરકારે તેમની ગુનાહિત કાવતરાના કેસો હેઠળ ધરપકડ કરી. બ્રિટીશ સરકારે ઓબેદુલ્લાહને ‘ખતરનાક વ્યક્તિ’ ગણાવી અને તેને અફઘાનિસ્તાનથી દૂર મોકલવાનો પ્રયાસ કર્યો અને તેને દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો. આવા નિર્ણાયક સંજોગોમાં તે મોસ્કો ચાલ્યા ગયા. પાછળથી, તેમણે ઇટાલી થઈને હિજાઝની યાત્રા કરી અને લગભગ બાર વર્ષ સુધી અરબથી તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલુ રાખી. તેમણે સ્વતંત્રતા માટેના તેમના મિશનમાં લગભગ 24 વર્ષ દેશવટો ભોગવ્યો અને 1939 માં વતન, ભારત પાછા ફર્યા. તેમણે રાષ્ટ્રને ધર્મના આધારે વિભાજન કરવાના વિચારનો વિરોધ કર્યો હતો અને મુસ્લિમ લીગની અલગતાવાદી વિચારધારાની આકરી ટીકા કરી હતી. તે તમામ સંપ્રદાયો અને ધર્મોના લોકોમાં સુમેળની ઇચ્છા રાખતા હતા. આમ, તેમણે એક બંધારણ બનાવ્યું કે જે ભારતને અનુકુળ હતું, જ્યાં વિવિધ સામાજિક અને ધાર્મિક જૂથો રહી રહ્યા છે. બંધારણના મુસદ્દાની જવાહરલાલ નહેરુ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે તે માત્ર આપણા રાષ્ટ્ર માટે યોગ્ય જ નથી, પણ અત્યાર સુધીનું લખાયેલ સર્વશ્રેષ્ઠ ડ્રાફ્ટ બંધારણ પણ છે. ઓબેદુલ્લાએ કેટલાય પુસ્તકો લખ્યાં, જેની વિદ્વાનો અને સામાન્ય વાચકો દ્વારા સમાન પ્રશંસા કરવામાં આવી હતી. તે એક મહાન ક્રાંતિકારી હતા, જેમણે પોતાનું મોટાભાગનું જીવન ભારતીય સ્વતંત્રતા ચળવળના ઇતિહાસમાં દેશ બહાર વિતાવ્યું હતું. મૌલાના ઓબાઉદ્દુલ્લાએ જીવનકાળ દરમિયાન જોયેલ સ્વતંત્ર ભારતનું સ્વપ્ન સાકાર થયેલ જોઈ શક્યા નહીં. 22 ઓગસ્ટ, 1944 ના રોજ તેમનું અવસાન થયું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment