Skip to main content

ટીપુ સુલ્તાનની યૌમે પેદાઈશ પર ખિરાજે અકીદત (૧૦ નવેમ્બર)


ભારતના ઈતિહાસમાં એક એવો યોદ્ધા પણ હતો જેની બુદ્ધિ અને બહાદુરીએ અંગ્રેજોને ઘણી વખત ઘૂંટણિયે પડવા મજબૂર કર્યા હતા. તેમની બહાદુરીના કારણે તેમને 'શેર-એ-મૈસૂર' કહેવામાં આવ્યા હતા. આ પરાક્રમી યોદ્ધાનું નામ હતું ટીપુ સુલતાન. ટીપુની બહાદુરી જોઈને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે તેમને વિશ્વના પ્રથમ રોકેટ આવિષ્કારક ગણાવ્યા હતા.

ઇતિહાસકાર વિલીયમ ડાર્લિમ્પલ કહે છે કે દસ્તાવેજોમાંથી જે ટીપુની છબી ઉભરી આવે છે તેવી નથી જે અંગ્રેજી ઈતિહાસકારો દ્વારા બનાવવામાં આવી છે, પણ વધુ જટિલ છે. શાસક તરીકે, ટીપુ એક નવા વિચારોવાળા,લોકોની પ્રગતિ અને શાસનને મજબૂત બનાવવા, નવી તકનીકો અપાવનાર હતો. પશ્ચિમી દેશોના સામાજિક સંગઠનોને જોઈને તેમાંથી શીખ લીધી અને તેવી જ નીતિઓ પોતાના શાસનમાં ચલાવવા માંગી.એમના અંગત પુસ્તકાલયમાં 2000 થી વધુ પુસ્તકો હતા, જેમાં માત્ર ધર્મ, સૂફી વગેરે વિશે જ નહીં પરંતુ ઇતિહાસ, ગણિત, ખગોળશાસ્ત્ર જેવા વિષયો પર પણ હતા. તેઓ કલાને પ્રોત્સાહન આપતા હતા.આ લાયબ્રેરી ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ મોકલી દેવામાં આવી.

ટીપુ સુલ્તાન સાથે સંબંધિત એક તસવીર નાસામાં પણ છે. ટીપુ સુલતાન વિશ્વના પહેલો શાસક હતો જેમણે યુદ્ધમાં રોકેટનો ઉપયોગ કર્યો હતો. આ જોઈને જર્મનોમાં મિસાઈલ ટેક્નોલોજીનો વિકાસ થયો.ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચેના યુદ્ધમાં જે રીતે રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો તેની તસવીર નાસામાં લાગેલી છે.

156 મંદિરોને જમીન અને દાગીના ભેંટ આપ્યા હતા.10 હજાર સોનાના સિક્કા કાંચી મંદિરને દાન કર્યાં હતા. 13 કરોડમાં એમની એક તોપની હરાજી થઇ હતી. 21 કરોડમાં એમની તલવારની હરાજી થઈ હતી.

રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામે તેમની આત્મકથા 'વિંગ્સ ઓફ ફાયર'માં અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેમના ભાષણમાં ટીપુ સુલતાનનો ઉલ્લેખ કરેલ છે.

ટીપુ સુલતાન સ્વાભિમાનનું જીવંત ઉદાહરણ છે. જ્યારે ઘણા ભારતીય રાજાઓ અંગ્રેજો સાથે સંધિઓ પર હસ્તાક્ષર કરી રહ્યા હતા, ત્યારે તે તેમની સામે લડાઈ લડી રહ્યા હતા. તેઓ અંગ્રેજો સામેની લડાઈમાં શહીદ થનાર પ્રથમ ભારતીય રાજા હતા, ઉપખંડના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની હતા.

ટીપુ સુલતાન હંમેશા તેમની બહાદુરી અને બ્રિટિશ શાસન સામે તેના સતત પ્રતિકાર માટે જાણીતા રહેશે. ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની ટીપુ સુલ્તાનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ!

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...