Skip to main content

તસદદુક એહમદ ખાન શેરવાની (1885-1935)


તસદ્દૂક અહેમદ ખાન શેરવાની, માત્ર બ્રિટીશ શાસન સામે જ નહીં પણ સામાજિક અસમાનતાઓ અને અંધશ્રદ્ધાઓ સામે પણ લડ્યા હતા, તેમનો જન્મ 1885 માં ઉત્તર પ્રદેશના અલીગઢ નજીક બિલોના ગામમાં થયો હતો. તે અલીગઢની મુહમ્મદન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજમાં જોડાયા, જ્યાં તે સ્ટુડન્ટસ યુનિયનના નેતા બન્યા. તસદ્દ્દુક અહેમદખાન શેરવાની ભારતીય રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને કોલેજના બ્રિટિશ તરફી વલણનો વિરોધ કર્યો અને મેનેજમેન્ટની ટીકા કરી, જેના પરિણામે તેમને કોલેજમાંથી હાંકી કાઢ્યા. બાદમાં તે લંડન ગયા, જ્યાં તેમણે 1911 માં બાર-એટ-લો પૂર્ણ કર્યું. તે 1912 માં ભારત પાછા ફર્યા અને અલીગઢમાં કાયદાની પ્રેક્ટીસ શરૂ કરી. તેઓ 1916 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, જ્યાં તેઓ મોતીલાલ નેહરુ, સી.આર.દાસ, મહાત્મા ગાંધી, ડો.એમ.એ.અન્સારી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓથી પ્રભાવિત થયા. તસદ્દ્દુક અહેમદખાન શેરવાનીએ 1916 માં હોમ રુલ ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને 1919 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિમાં સભ્ય બન્યા હતા, ત્યારથી તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં વ્યાપકપણે ભાગ લેવાનું શરૂ કર્યું અને તેમની અવિરત સેવાઓ માટે ઓળખ મેળવી. તેમણે સાથે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. મુસ્લિમ લીગ દ્વારા 1919 માં અમૃતસર ખાતે યોજાયેલી બેઠકમાં, અહેમદ ખાને દેશને આઝાદી પ્રાપ્ત કરવા માટે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની પરસ્પર સમજણ અને મિત્રતાની ભારપૂર્વક હિમાયત કરી હતી. તેમણે મુસ્લિમોને ગાયની કતલ બંધ કરવા અપીલ કરતા ઠરાવને પણ ભારપૂર્વક ટેકો આપ્યો હતો. તેમણે લોકોને ચેતવણી આપી કે સાંપ્રદાયિકતા બધા માટે જોખમી છે. તેમણે ડિસેમ્બર 1920 માં મળેલી બેઠકમાં અહિંસા અને અસહકાર ચળવળને ટેકો આપવા માટે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગને પ્રભાવિત કરી હતી. તસદ્દ્દુક અહેમદ શેરવાનીએ મુસ્લિમ લીગ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચે સુમેળ લાવવાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ખિલાફત સમિતિ દ્વારા આપવામાં આવેલા આહવાનને પ્રતિક્રિયા આપીને, તેમણે 1920 માં ખિલાફત-અસહકાર સહકાર ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો, જેના પગલે 1921 માં તેમને જેલ થઈ ગઈ. જ્યારે 1932 માં બ્રિટિશ સરકાર દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે પણ તેઓને જેલમાં રાખવામાં આવ્યા હતા.. 22 માર્ચ 1935 માં તસદ્દુક અહેમદ ખાન શેરવાનીએ અંતિમ શ્વાસ લીધા.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.


Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

ખાન અબ્દુલ ગફ્ફર ખાન (1890-1988)

ખાન અબ્દુલ ગફાર ખાન, જેઓ 'સરહદના ગાંધી' તરીકે પ્રખ્યાત હતા, તેમનો જન્મ 1890 માં પેશાવર જિલ્લાના ચારસદ્દાહ તહસીલના ઉત્તમનઝાઈ ગામમાં થયો હતો. તેમના પિતા ખાન બહેરામ ખાન તેમના ગામ ઉત્તમનઝાઈના સરદાર હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. પરંતુ, 1906 માં, ભારતીય સાથીદારો પ્રત્યે બ્રિટિશ અધિકારીઓના ગેરવર્તણૂકને કારણે તેમણે સૈન્ય છોડી દીધું. બાદમાં, તેઓ તેમના ઉચ્ચ શિક્ષણને આગળ ધપાવવા અલીગઢ ગયા. તેમનો અભ્યાસ પૂરો કર્યા વિના તેમની માતાની ઈચ્છા મુજબ તેઓ તેમના વતનના ગામ પાછા ફર્યા. તેમણે તેમના વિસ્તારમાં અનેક પ્રવાસો કર્યા અને લોકોની તકલીફથી વાકેફ થયા. તેમનું માનવું હતું કે લોકોના વિકાસ માટે શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે. આમ, તેમણે પોતાના મિત્ર અબ્દુલ અઝીઝની મદદથી 1910માં ઉત્તમનઝાઈમાં ‘આઝાદ નેશનલ સ્કૂલ’ શરૂ કરી. તેમના પ્રયાસોથી પઠાણોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું. તેમણે 1919 માં રોલેટ વિરોધી આંદોલનમાં ભાગ લઈને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેઓ 1928 માં કલકત્તા ખાતે મહાત્મા ગાંધીને મળ્યા. ત્યારથી તેઓ ગાંધીવાદી વિચારધારાને અનુસરતા થયા. તેમણે 1929માં ‘ખુ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...