પ્રોફેસર અબ્દુલ બારી, જે 'પૂર્ણ સ્વતંત્રતા' ની માંગથી પ્રેરિત હતા જેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો, અને કામદારોના કલ્યાણ માટે કામ કર્યું હતું, તેમનો જન્મ બિહારના શાહબાદ જિલ્લાના કોઈલવર ગામમાં થયો હતો. જ્યારે તેઓ પટણા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા,ત્યારે તેમણે ખિલાફત અને અસહકાર આંદોલનમાં ભાગ લેવા માટે પોતાનો અભ્યાસ છોડી દીધો. તેઓ બિહાર પ્રાદેશિક ખિલાફત સમિતિના સંયુક્ત સચિવ તરીકે ચૂંટાયા હતા. પાછળથી, તેમણે પટના યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. તેમણે બિહાર વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે સેવા આપી હતી, જેની શરૂઆત 1921 માં થઈ હતી. તે મોતીલાલ નેહરુ દ્વારા સ્થાપિત સ્વરાજ્ય પાર્ટીમાં જોડાયા અને પાર્ટીની બિહાર શાખાના સચિવ બન્યા. પંડિત જવાહરલાલ નેહરુ અને નેતાજી સુભાષચંદ્ર બોઝના માર્ગદર્શન હેઠળ રચાયેલી ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગમાં પણ અબ્દુલ બારીની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. તેઓ બિહાર વિધાન પરિષદમાં ચૂંટાયા. પરંતુ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આહવાનના જવાબમાં તેમણે 1930 માં કાઉન્સિલ સભ્યપદથી રાજીનામું આપ્યું હતું. પ્રતિબદ્ધ રાષ્ટ્રવાદી તરીકે, તેમણે 1931 માં અખિલ ભારતીય રાષ્ટ્રવાદી સંમેલનમાં ભાગ લીધો હતો. જ્યારે ગાંધીજીએ સત્યાગ્રહ આંદોલન માટે હાકલ કરી ત્યારે, પ્રોફેસર અબ્દુલ બારીએ બિહાર સત્યાગ્રહ સમિતિના સભ્ય તરીકે તેમાં પ્રવેશ કર્યો. તેમણે ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહમાં ખૂબ જ સક્રિયપણે ભાગ લીધો, જેના કારણે તેમને જેલ થઈ. તેમણે 1937 માં યોજાયેલી ચૂંટણીમાં ભારે બહુમતીથી જીત મેળવી હતી અને બિહાર વિધાનસભાના નાયબ અધ્યક્ષ બન્યા હતા. પ્રોફેસર અબ્દુલ બારી, જે સમાજવાદી વિચારધારાના કટ્ટર આગેવાન હતા, બિહાર સમાજવાદી પાર્ટીની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી. તેમણે બિહારના પટના ખાતે 1934 માં સમાજવાદી કામદારોનું અખિલ ભારતીય સંમેલન સફળતાપૂર્વક કર્યું હતું. બિહાર સમાજવાદી પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે, તેમણે પક્ષના નિર્માણ માટે પોતાનો સંપૂર્ણ સમય ફાળવ્યો. પ્રો.બારી એક ટ્રેડ યુનિયનિસ્ટ હતા. તે 1936 માં 'ટાટા વર્કર્સ યુનિયન' ની રચનામાં માર્ગદર્શક બળ હતા. તેમણે 1941 માં થયેલા કોમી રમખાણો દરમિયાન હિન્દુ-મુસ્લિમ નેતાઓની શાંતિ ટીમોની રચના કરી હતી. જ્યારે ભારત સ્વતંત્રતાના લક્ષ્ય પર પહોંચ્યું હતું ત્યારે 28 માર્ચ, 1947 ના રોજ અધ્યાપક અબ્દુલ બારીની અસામાજિક તત્વો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment