નવાબ સાહિબઝાદા અબ્દુલ કય્યુમ ખાન, જે લોધી રાજવંશ સાથે સંબંધ ધરાવતા, તેમનો જન્મ સ્વાબી તહસીલના ટોપી ગામે 12 ડિસેમ્બર, 1864 ના રોજ થયો હતો, જે લગભગ પેશાવરથી 75 કિ.મી. દૂર છે. તેમના પિતાનું નામ સાહિબઝાદા અબ્દુલ રઉફ હતું, જેઓ ધાર્મિક ઉપદેશક, વિદ્વાન અને પ્રખ્યાત લેખક હતા, અને તેમની માતાનું ઝૈનબ હતું. દુર્ભાગ્યે, 1873 માં ધાર્મિક વિવાદો અને વ્યાવસાયિક તકરારના કારણે તેમના પિતાની હત્યા કરવામાં આવી હતી. પિતાના મૃત્યુ પછી, તે કોઠા ગામમાં તેના કાકાના ઘરે પહોંચ્યા. નવાબ સાહિબઝાદા અબ્દુલ કય્યુમ ખાને ખૂબ જ નાની ઉંમરે ઇસ્લામ ગ્રંથો શીખ્યા અને કુસ્તીબાજ તરીકે શારીરિક તાલીમ પણ મેળવી હતી. તેમને એક હોશિયાર વિદ્યાર્થી અને સક્રિય રમતગમતની વ્યક્તિ તરીકે ઓળખ મળી. તે પર્વતારોહણના શોખીન હતા અને તેમણે અનેક પર્વતારોહણ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું અને નાયબ તહસીલદાર તરીકે સરકારી સેવામાં જોડાયા. ત્યારબાદ તેમણે 1919 માં નિવૃત્ત થતાં પહેલાં ઘણા પ્રમોશનોનો આનંદ મેળવ્યો. નિવૃત્તિ પછી, તેમણે લોક કલ્યાણના કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું, ખિલાફત અને હિજરત આંદોલનમાં પણ સક્રિય ભાગ લીધો. નવાબ સાહિબઝાદા અબ્દુલ કય્યુમ ખાન 1923 માં ભારતીય વિધાનસભામાં એક પૂર્વ અધિકારી તરીકે ચૂંટાયા અને 1932 સુધી તે પદ પર રહ્યા. 1927 માં તેમણે મુસ્લિમ નેતાઓ દ્વારા દેશના મુસ્લિમોના વિકાસ અને કલ્યાણ માટે દિલ્હી ખાતે આયોજિત બેઠકમાં ભાગ લીધો. નેતાઓએ અનેક સૂચનો કર્યા. તેમણે લંડનમાં 1930-31માં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં પણ ભાગ લીધો હતો અને બ્રિટિશ શાસકોને મુસ્લિમોની સમસ્યાઓ ઉપર તેમના તેજાબી પ્રવચનથી પ્રભાવિત કર્યા હતા. તેઓ 1932 માં ઉત્તર-પશ્ચિમ સીમાના પ્રાંતના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા. જોકે, ડો.ખાન સાહેબના નેતૃત્વ હેઠળ અબ્દુલ ગફર ખાન ભાઈઓએ શરૂ કરેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવને કારણે તેમણે પોતાનું પદ ગુમાવવું પડ્યું. અબ્દુલ કય્યુમ પછાત વિસ્તારના હોવાના કારણે દુર્ગમ વિસ્તારોમાં શિક્ષણના અભાવ માટે લોકોને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓ વિશે તેમને વ્યવહારુ જ્ઞાન હતું. આમ, આવા ક્ષેત્રોને શૈક્ષણિક રીતે સુધારવા માટે, તેમણે પેશાવરમાં ઇસ્લામીયા કોલેજની સ્થાપના સ્થાપક -સચિવ તરીકે કરી. નવાબ સાહિબઝાદા અબ્દુલ કય્યુમ ખાન, જે ‘ઉત્તર-પશ્ચિમ પ્રાંતના સર સૈયદ’ તરીકે જાણીતા છે, 3 ડિસેમ્બર, 1937 ના રોજ તેમના વતનના ગામમાં અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment