Skip to main content

સૈય્યદ હસન ઇમામ (1871-1933)


સૈયદ હસન ઇમામ, જેઓ માનતા હતા કે જે લોકો પ્રગતિશીલ દૃષ્ટિકોણ ધરાવતા નથી, તેઓ સ્વ શાસનના ફળનો યોગ્ય રીતે આનંદ લઈ શકતા નથી, તેમનો જન્મ બિહારના પટણા જિલ્લાના નિયોરા ગામે 31 ઓગસ્ટ, 1871 ના રોજ થયો હતો. તેઓ સ્વાતંત્ર્ય સેનાની સૈયદ અલી ઇમામના નાના ભાઈ હતા. તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે 1889 માં ઇંગ્લેન્ડ ગયા. ત્યાં ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા, જે બ્રિટિશ વિરોધી વિચારધારાના હતા. તેમણે તેમની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો. તેઓ 1892 માં ભારત પાછા ફર્યા અને એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. 1910 માં તેઓ કલકત્તા શિફ્ટ થઇ ગયા, જ્યાં તેમણે સફળ વકીલ તરીકે ખ્યાતિ મેળવી. 1908 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મદ્રાસ સત્રોમાં ભાગ લઈને, સૈયદ હસન ઇમામ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેમણે બિહાર રાજ્યના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી બેઠકમાં અધ્યક્ષતા કરી હતી, જેમાં તેમણે વિરોધી રીત-ભાતો અને વ્યવહારથી દૂર રહીને પ્રગતિશીલ વિચારસરણી અપનાવવા અપીલ કરી હતી. ઈમામે મુસ્લિમો માટે અલગ મતદારક્ષેત્રોના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો, જે પ્રસ્તાવને 1911 માં અલ્હાબાદમાં યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં મૂકવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકેની નોકરીમાંથી રાજીનામું આપ્યા પછી, 1916 થી તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળને સંપૂર્ણ રીતે સમર્પિત કરી દીધું. તેમણે પૂર્ણ સમ સ્વતંત્રતા સેનાની તરીકેની જવાબદારીઓ સંભાળી. બોમ્બેમાં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સંમેલનની અધ્યક્ષતા કરી હતી. હોમ રુલ ચળવળમાં હસન ઇમામની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેઓ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધ ઇચ્છતા હતા. તેમણે વિચાર્યું કે કોંગ્રેસ અને લીગ વચ્ચેના મતભેદો સ્વતંત્રતાના ધ્યેયને અવરોધે છે અને તેથી કોંગ્રેસ-લીગ યોજના માટે પહેલ કરી હતી. સૈયદ હસન ઇમામે 1919 ના રોલેટ એક્ટનો સખ્ત વિરોધ કર્યો હતો અને એક વિશાળ રેલી કાઢી હતી, બ્રિટીશરોને ધ્રુજાવી દીધા. તેમને ઇસ્લામ પ્રત્યે ખૂબ માન હતું, પરંતુ ધાર્મિક કટ્ટરતાનો વિરોધ કર્યો હતો. તેમણે અભિપ્રાય આપ્યો કે સામાન્ય સમસ્યાઓ હલ કરવામાં કોઈ ધાર્મિક દખલ ન થવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેના પ્રતિકૂળ વાતાવરણમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવી અશક્ય બની શકે છે. આમ, તેમણે એકતા અને ધાર્મિક સુમેળની હિમાયત કરી. ભારતીય રાષ્ટ્રીય ચળવળ અને દેશમાં સામાજિક સુધારણા માટેની ચળવળ બંનેમાં હસન ઇમામે અલગ અલગ ભૂમિકા ભજવી હતી. તેમણે ‘સ્વદેશી લીગ’ ના મહામંત્રી તરીકે આગેવાની કરી, જે સ્વદેશી આંદોલન માટે જન સમર્થન મેળવવા માટે બનાવવામાં આવી હતી. તેમણે તેમના પ્રભાવશાળી ભાષણોથી જનતાને આકર્ષ્યા, જેનાથી બ્રિટીશ સરકાર ચિંતાતુર થઈ ગઈ. તેમના અંતિમ શ્વાસ સુધી ભારતીય રાષ્ટ્રીય ચળવળ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર સૈયદ હસન ઇમામનું 19 એપ્રિલ, 1933 ના રોજ નિધન થયું હતું.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

ખાન અબ્દુલ ગફ્ફર ખાન (1890-1988)

ખાન અબ્દુલ ગફાર ખાન, જેઓ 'સરહદના ગાંધી' તરીકે પ્રખ્યાત હતા, તેમનો જન્મ 1890 માં પેશાવર જિલ્લાના ચારસદ્દાહ તહસીલના ઉત્તમનઝાઈ ગામમાં થયો હતો. તેમના પિતા ખાન બહેરામ ખાન તેમના ગામ ઉત્તમનઝાઈના સરદાર હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. પરંતુ, 1906 માં, ભારતીય સાથીદારો પ્રત્યે બ્રિટિશ અધિકારીઓના ગેરવર્તણૂકને કારણે તેમણે સૈન્ય છોડી દીધું. બાદમાં, તેઓ તેમના ઉચ્ચ શિક્ષણને આગળ ધપાવવા અલીગઢ ગયા. તેમનો અભ્યાસ પૂરો કર્યા વિના તેમની માતાની ઈચ્છા મુજબ તેઓ તેમના વતનના ગામ પાછા ફર્યા. તેમણે તેમના વિસ્તારમાં અનેક પ્રવાસો કર્યા અને લોકોની તકલીફથી વાકેફ થયા. તેમનું માનવું હતું કે લોકોના વિકાસ માટે શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે. આમ, તેમણે પોતાના મિત્ર અબ્દુલ અઝીઝની મદદથી 1910માં ઉત્તમનઝાઈમાં ‘આઝાદ નેશનલ સ્કૂલ’ શરૂ કરી. તેમના પ્રયાસોથી પઠાણોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું. તેમણે 1919 માં રોલેટ વિરોધી આંદોલનમાં ભાગ લઈને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેઓ 1928 માં કલકત્તા ખાતે મહાત્મા ગાંધીને મળ્યા. ત્યારથી તેઓ ગાંધીવાદી વિચારધારાને અનુસરતા થયા. તેમણે 1929માં ‘ખુ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...