ખિલાફત અને અસહકાર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનારા અલી બ્રધર્સમાં મોટા ભાઈ મૌલાના શૌકત અલી હતા. તેમનો જન્મ 10 માર્ચ, 1873 ના રોજ ઉત્તરપ્રદેશના બિજનોર જિલ્લાના નજીબાબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ અબ્દુલ અલી ખાન અને માતાનું નામ અબદી બાનો બેગમ હતા. 1880 માં તેમણે પિતા ગુમાવ્યા હોવાથી,માતાએ ઉછેર કર્યો. તે ઉચ્ચ અભ્યાસ કરવા માટે અલીગઢ ગયા, જ્યાં તેમને માત્ર શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે જ નહીં, પરંતુ શ્રેષ્ઠ રમતવીર તરીકે પણ ઓળખ મળી. નાની ઉંમરથી જ નેતૃત્વના ગુણોએ તેમને અલીગઢ સ્ટુડન્ટ્સ યુનિયનના નેતા બનાવ્યા. તેમણે કોલેજ સામયિકમાં સંપાદક તરીકે પણ કામ કર્યું. તેમણે બી.એ. 1895 માં કર્યું અને 1896 માં સરકારી સેવામાં જોડાયા. તેમણે લગભગ 17 વર્ષ સુધી સરકારી સેવા ચાલુ રાખી અને અલીગઢ કોલેજના વિકાસ માટે ભંડોળ એકત્ર કરવા નોકરીમાંથી રાજીનામું આપ્યું. તેમણે પવિત્ર કાબાના માળખની સુરક્ષા માટે અને હજ યાત્રિકોને સુવિધાઓ પૂરી પાડવા માટે 1913 માં કાબા સ્વયંસેવક એસોસિએશનની સ્થાપના કરી. આ સંદર્ભમાં, તેઓ સામ્રાજ્યવાદી શાસકો સામે લડ્યા અને અંગ્રેજી સાપ્તાહિક ‘કોમરેડ’ અને ઉર્દૂ દૈનિક ‘હમદર્દ’ ના સંચાલનમાં ભાગ લીધો, જે તેમના ભાઈ મૌલાના મોહમ્મદ અલી દ્વારા સંપાદિત કરવામાં આવતું હતું. બ્રિટિશ સરકારે અલી બ્રધર્સની સરકાર વિરોધી લખાણ બદલ 15 મે, 1915 ના રોજ ધરપકડ કરી. તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી અને તેઓને કેદ કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર, 1919 માં અલી બ્રધર્સને છોડી મુકવામાં આવ્યા. તેમની મુક્તિ પછી તેઓએ ખિલાફત અને અસહકાર ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ત્યાં સુધીમાં શૌકત અલી મહાત્મા ગાંધીની ખૂબ નજીક આવી ગયા. તેમણે મહાત્મા ગાંધી સાથે દેશભરની યાત્રા કરી અને લોકોને તેમના પ્રભાવશાળી ભાષણોથી આકર્ષ્યા હતા. ખિલાફત - અસહકારી આંદોલનમાં તેમની ભૂમિકાને કારણે તેમની ફરીથી 1921 માં ધરપકડ કરવામાં આવી હતી. શૌકત અલી નહેરુ સમિતિના અહેવાલ સાથે સહમત ન હતા અને તેથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી પોતાને દૂર રાખ્યા. મહાત્મા ગાંધી સાથેના તેમના સંબંધોને પણ કોંગ્રેસ છોડતાંની સાથે અસર થઈ. તેમણે 1929 માં દિલ્હીમાં યોજાયેલી ઓલ પાર્ટી સભામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે 1932 માં જેરુસલેમ ખાતે વર્લ્ડ મુસ્લિમ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને પોતાને ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની નજીક લઇ ગયા હતા. તેમણે પોતાના સામયિક ખિલાફત-એ-ઉસ્માનિયા દ્વારા મુસ્લિમોના કલ્યાણ માટે કામ કર્યું. તેઓ 1936 માં સેન્ટ્રલ વિધાનસભામાં સભ્ય બન્યા. હોદ્દાને ધ્યાનમાં લીધા વિના, તેમણે લોકોની સમસ્યાઓ હલ કરવામાં ક્યારેય સમાધાન ન કર્યું. મૌલાના શૌકત અલીનું 26 નવેમ્બર, 1938 ના રોજ અવસાન થયું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment