Skip to main content

મૌલાના મુહંમ્મદઅલી જૌહર (1878-1931)


ખિલાફત-અસહકાર આંદોલનનું નેતૃત્વ કરનાર મૌલાના મુહમ્મદઅલી જોહરનો જન્મ 10 ડિસેમ્બર, 1878 ના રોજ થયો હતો. અબ્દુલઅલી અને અબદી બાનો બેગમ તેમના માતાપિતા હતા. મોહમ્મદ અલીએ બી.એ. ડિગ્રી, અલીગઢ અને બી.એ. (ઓનર્સ ) ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ભારત પાછા ફર્યા પછી, તેમણે ઘણી મહત્વપૂર્ણ નોકરીઓ કરી. અંતે તે એક પત્રકાર તરીકે સ્થાયી થયા. 1906 માં ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગનો પાયો નાંખવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે જણાવ્યું હતું કે હિન્દુઓ અને મુસ્લિમો જયારે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં સાથે કામ કરશે ત્યારે જ આપણે આપણા લક્ષ્યો પ્રાપ્ત કરી શકીશું. અંગ્રેજો સામે લોકોમાં રાજકીય ચેતના લાવવા તેમણે 1911 માં અંગ્રેજી દૈનિક અખબાર ‘ધી કોમરેડ’ અને 1913 માં એક ઉર્દૂ દૈનિક ‘હમદર્દ’ શરૂ કર્યું. બંને દૈનિકોએ કટ્ટર બ્રિટીશ વિરોધી વલણ અપનાવતાં બ્રિટિશ સરકાર દ્વારા તે બંને પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મૌલાનાઅલી અને તેમના ભાઈ મૌલાના શૌકત અલીને 1915 માં ચિંદનવાડા ગામે નજરકેદ કરવામાં આવ્યા હતા. અલી ભાઈઓએ મહાત્મા ગાંધી સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા અને ખિલાફત-અસહકાર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી. મુહમ્મદ અલી ઇસ્લામિક શાસ્ત્રોમાં પારંગત હતા. તેમણે પવિત્ર કુરાનના ધર્મશાસ્ત્ર અને પયગંબર મોહમ્મદના ઉપદેશોને ટાંકતા બ્રિટીશ સરકાર વિરુદ્ધના ભાષણોથી માત્ર સામાન્ય મુસ્લિમોને જ નહીં પરંતુ ધાર્મિક વિદ્વાનોને પણ પ્રભાવિત કર્યા અને તેમને ભારતીય રાષ્ટ્રીય ચળવળ તરફ દોરી ગયા. તેમની ઘણી વખત ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ડિસેમ્બર 1923 માં આંધ્રપ્રદેશના કાકીનાડા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ સ્થાને હતા. તેમણે મુહમ્મદ અલી જિન્નાની દિલ્હી દરખાસ્તોને 1927 માં મદ્રાસ કોંગ્રેસના અધિવેશનમાં મંજૂરી આપી હતી, જે હિન્દુ-મુસ્લિમ સુમેળ માટેના હતા. નહેરુ રિપોર્ટના મુદ્દે, મહાત્મા સાથેના તેમના સંબંધો 1928 માં તંગ બન્યા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છોડી દીધી. તેમની તબિયત ખરાબ હોવા છતાં, 1930 માં લંડનમાં આયોજિત પ્રથમ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં તેમણે ભાગ લીધો હતો. આ પ્રસંગે, તેમણે 3 જાન્યુઆરી 1931 ના રોજ તત્કાલીન બ્રિટીશ વડા પ્રધાનને એક પત્ર લખીને ભારતમાં હિન્દુ-મુસ્લિમ સંઘર્ષની વિગતવાર માહિતી આપી હતી. તેમના પત્રમાં તેમણે જાહેર કર્યું: ‘હું મારી માતૃભૂમિ પર પગ ત્યારે જ મુકીશ જયારે મારા દેશને આઝાદ કરનારી ઘોષણા મારા હાથોમાં પહોંચશે.તેમણે કાં તો મારા દેશને આઝાદી આપવી જોઇએ યા મારી કબર માટે બે ગજ જમીન.’ આમ તેઓ દેશની આઝાદી, હિન્દુ-મુસ્લિમ એકતા અને સુમેળ માટે પોતાના જીવનના અંત સુધી લડ્યા. મૌલાના મુહમ્મદ અલી જોહરનું 4 જાન્યુઆરી, 1931 ના રોજ લંડનમાં અવસાન થયું.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

ખાન અબ્દુલ ગફ્ફર ખાન (1890-1988)

ખાન અબ્દુલ ગફાર ખાન, જેઓ 'સરહદના ગાંધી' તરીકે પ્રખ્યાત હતા, તેમનો જન્મ 1890 માં પેશાવર જિલ્લાના ચારસદ્દાહ તહસીલના ઉત્તમનઝાઈ ગામમાં થયો હતો. તેમના પિતા ખાન બહેરામ ખાન તેમના ગામ ઉત્તમનઝાઈના સરદાર હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. પરંતુ, 1906 માં, ભારતીય સાથીદારો પ્રત્યે બ્રિટિશ અધિકારીઓના ગેરવર્તણૂકને કારણે તેમણે સૈન્ય છોડી દીધું. બાદમાં, તેઓ તેમના ઉચ્ચ શિક્ષણને આગળ ધપાવવા અલીગઢ ગયા. તેમનો અભ્યાસ પૂરો કર્યા વિના તેમની માતાની ઈચ્છા મુજબ તેઓ તેમના વતનના ગામ પાછા ફર્યા. તેમણે તેમના વિસ્તારમાં અનેક પ્રવાસો કર્યા અને લોકોની તકલીફથી વાકેફ થયા. તેમનું માનવું હતું કે લોકોના વિકાસ માટે શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે. આમ, તેમણે પોતાના મિત્ર અબ્દુલ અઝીઝની મદદથી 1910માં ઉત્તમનઝાઈમાં ‘આઝાદ નેશનલ સ્કૂલ’ શરૂ કરી. તેમના પ્રયાસોથી પઠાણોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું. તેમણે 1919 માં રોલેટ વિરોધી આંદોલનમાં ભાગ લઈને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેઓ 1928 માં કલકત્તા ખાતે મહાત્મા ગાંધીને મળ્યા. ત્યારથી તેઓ ગાંધીવાદી વિચારધારાને અનુસરતા થયા. તેમણે 1929માં ‘ખુ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...