Skip to main content

‘ખિલાફતવાલે’ હાજી ઉસ્માન શેઠ (૧૮૮૭-૧૯૩૨)


હાજી ઉસ્માન શેઠ, જે તેમની ઉદારતા માટે જાણીતા હતા અને ‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કેશ બેગ’ તરીકે પ્રશંસા મેળવેલ તેમનો જન્મ 1887 માં કર્ણાટક રાજ્યની હાલની રાજધાની બેંગ્લુરુમાં થયો હતો. તેમના પૂર્વજો ગુજરાત રાજ્યના કચ્છ પ્રદેશના હતા અને બેંગ્લોર સ્થાયી થયા હતા. વેપારીઓના શ્રીમંત કુટુંબમાં જન્મેલા, ઉસ્માન તેમના પિતાની સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાગ લેતા હતા, જે તેઓ સારી વ્યવસાયિક કુશળતાથી કરતા. તેઓએ બેંગ્લુરુ શહેરના મધ્યમાં ‘કેશ બઝાર’ નામના એક શોપિંગ સંકુલની સ્થાપના કરી. જ્યારે તેમને ખિલાફત આંદોલન વિશે જાણ થઈ કે તરત તે 1919 માં તેમાં જોડાયા. જ્યારે તે ‘અલી બ્રધર્સ’ અને મહાત્મા ગાંધી સાથે સંપર્કમાં આવ્યા, ત્યારે તેમણે તેમાં ખૂબ જ સક્રિયતાથી ભાગ લીધો. તેઓ ટૂંક સમયમાં ‘ખિલાફતવાલે’ ઉસ્માન કહેવાયા. તેમણે ગાંધીજીની સલાહથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સભ્યપદ લીધું અને તેમના પ્રખર અનુયાયી બન્યા. હાજી ઉસ્માન શેઠે સ્વદેશી આંદોલનના ભાગ રૂપે લાખો રૂપિયાની કિંમતના પોતાના ‘કેશ બજાર’ સ્ટોર્સમાં તમામ વિદેશી ચીજોની જાહેરમાં હોળી કરી હતી. બ્રિટિશ સરકાર આ વર્તન પર ખીજાઈ અને તેમના વ્યવસાય પર પ્રતિબંધો લગાવ્યા,જેના કારણે તેમને ભારે ખોટ સહન કરવી પડી. ગાંધીજીની સલાહથી હાજી ઉસ્માન શેઠે સરકારી શાળાઓનો બહિષ્કાર કરતા વિદ્યાર્થીઓ માટે 1920 માં બેંગ્લોરમાં ‘સ્વદેશી શાળા’ શરૂ કરી. તેમણે ક્યારેય પોતાના બાળકોને અંગ્રેજી શાળામાં મોકલ્યા નહીં. તેમણે અંતિમ શ્વાસ સુધી ખાદી પહેરી. જ્યારે પણ આર્થિક જરૂર પડે ત્યારે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને કોરા ચેક આપતા હતા. હાજી ઉસ્માન શેઠે અલી બ્રધર્સ, ગાંધીજી અને જવાહરલાલ નેહરુને કોરા ચેકો અને સોનાના સિક્કા ભરેલી થેલીઓ આપી હતી. એક પછી એક એમના લક્ઝુરિયસ બંગલા વેચીને તેમણે ઉદારતા જાળવી રાખી. એક પ્રસંગે, જ્યારે હાજી ઉસ્માન શેઠ પાસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને દાન આપવા માટે પૈસા ન હતા, ત્યારે તેમણે તેમના મોટા પુત્ર ઇબ્રાહિમને જાહેર હરાજીમાં મૂકી દીધા. હાજી ઉસ્માનના એક નિકટના મિત્રએ હરાજીમાં ભાગ લીધો હતો અને હરાજીની બોલી જીતી હતી. તેમણે હરાજીની કુલ આવક તેમજ ઇબ્રાહીમ હાજી ઉસ્માન શેઠને પાછા સોંપ્યા હતા. ત્યારબાદ હાજી ઉસ્માન ખુશીથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને હરાજીની રકમ દાનમાં આપી. હાજી ઉસ્માન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ‘કેશ બેગ’ તેમના અંતિમ શ્વાસ સુધી રહ્યા અને તેમના બાળકો માટે વારસામાં કશું છોડ્યું નહીં. તેમના બાળકોને અમૂલ્ય સંદેશ આપતાં તેમણે કહેલ કે : ‘જો તમારે જીવવું હોય તો ભારત માટે જીવો ... જો તમારે મરવું હોય તો ભારત માટે મરો'. ‘ખિલાફતવાલે’ હાજી ઉસ્માન શેઠનું 1932 માં બેંગ્લુરુમાં નિધન થયું.

- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...