મુસ્લિમોમાં રાજકીય ચેતના જગાડવાની જરૂરિયાતને પ્રાધાન્ય આપનાર પ્રથમ મુસ્લિમ વિદ્વાન સૈયદ મીર અલીનો જન્મ 6 એપ્રિલ, 1849 ના રોજ ઓરિસ્સાના કટક ખાતે થયો હતો. તેમના પિતાનું નામ સાદત અલી ખાન, જે અરબી અને ફારસીના વિદ્વાન હતા. અમીર અલીએ આ ભાષાઓ ઇસ્લામિક સ્ક્રીપ્ચર્સ(ગ્રંથ) સાથે તેમના પિતા પાસેથી શીખી હતી. પાછળથી, તે ઇંગ્લેન્ડ ગયા, જ્યાં તેમણે સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિની મદદથી કાયદાનું અધ્યયન કર્યું. તેઓ 1873 માં ભારત પરત ફર્યા અને કલકત્તા ખાતે કાયદાની પ્રેક્ટીસ શરૂ કરી. તેમણે કેટલીયે સંસ્થાઓમાં સભ્યપદ લીધું અને તેમાં મુખ્ય પદ સંભાળ્યા. પ્રખ્યાત વકીલ બન્યા પછી, તેમણે મુસ્લિમોમાં રાજકીય ચેતના જગાડવા માટે ‘સેન્ટ્રલ નેશનલ મુહમ્મદન એસોસિએશન’ની સ્થાપના 1877 માં કરી. તેઓ 1878 માં બંગાળ વિધાન પરિષદ માટે તેમજ શાહી વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા. 1885 માં અલીની ‘સેન્ટ્રલ નેશનલ મુહમ્મદન એસોસિએશને’ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પાયામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ તેમણે કોંગ્રેસને હિન્દુઓ માટે પક્ષપાતી હોવાનો આક્ષેપ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી પીછેહઠ કરી. ત્યારથી, તેમણે તેમના ‘સેન્ટ્રલ નેશનલ મુહમ્મદન એસોસિએશન’ દ્વારા મુસ્લિમોના વિકાસ માટે કામ કર્યું અને બ્રિટિશ સરકાર સાથે ચર્ચા કરી. તેમણે લગભગ 25 વર્ષ સુધી એસોસિએશનનું નેતૃત્વ કર્યું,શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે મુસ્લિમો માટે વિશેષ સુવિધાઓની માંગ કરી. તેમણે 1889 માં ‘અખિલ ભારતીય મુહમ્મદન શૈક્ષણિક પરિષદ’ નું આયોજન અને નેતૃત્વ પણ કર્યું અને મુસ્લિમ સમાજને ફક્ત રાજકીય શક્તિ માટે જ નહીં, પણ શૈક્ષણિક પ્રગતિ માટે પણ કામ કરવાનું કહ્યું. 1890 માં તેમની કલકત્તા હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ. 1904 માં નિવૃત્તિ લીધા પછી તેઓ ઇંગ્લેન્ડ સ્થાયી થયા. 1908 માં તેઓ 'ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ' ના લંડન એકમના પ્રથમ પ્રમુખ બન્યા. તેમણે 1909 માં લોર્ડ મિન્ટોને મળેલા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું.મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ,વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓમાં યોગ્ય પ્રતિનિધિત્વની માંગ કરી. આમીર અલી 1909 માં પ્રિવી કાઉન્સિલમાં સભ્ય બનનારા પ્રથમ ભારતીય હતા. જ્યારે ઇટલી અને તુર્કી વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે તેમણે 1912 માં બ્રિટિશરો દ્વારા બાલ્કન યુદ્ધના પીડિતોને મદદ કરવા માટે રેડ ક્રિસન્ટ સોસાયટીના સહયોગથી વિશેષ ટીમો મોકલી હતી.તેમણે 1919 માં આગા ખાન સાથે ખિલાફતની સુરક્ષા માટે કામ કર્યું હતું. તેમણે ‘ધી સ્પીરીટ ઓફ ઇસ્લામ’, ‘હિસ્ટ્રી ઓફ ધી સેરેન્સ’ અને કાયદા પરના પ્રખ્યાત પુસ્તકો લખ્યાં હતાં. સૈયદ આમિર અલીનું 3 ઓગસ્ટ, 1928 ના રોજ લંડનમાં નિધન થયું હતું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment