Skip to main content

બેગમ રૂકૈયા સખાવત




બેગમ રૂકૈયા સખાવત હુસૈને દિકરીઓ માટે પ્રથમ શાળા બિહારમાં ખોલી હતી.બેગમ રૂકૈયા સખાવત હુસૈને બિહારના ભાગલપુરમાં આવી પ્રથમ શાળા ખોલી હતી, જે માત્ર દિકરીઓના શિક્ષણ માટે હતી.
તેમણે ઘણી નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ પણ લખી હતી. તેમનું ‘સુલ્તાનાઝ ડ્રીમ્સ’ ખૂબ જ પ્રખ્યાત પુસ્તક રહ્યું હતું.
મહિલાઓના અધિકારો માટે લડનારા બેગમ રૂકૈયાનો જન્મ 9 ડિસેમ્બર 1880ના રોજ ઉત્તર બંગાળના રંગપુર જિલ્લાના પૈરાબંદ વિસ્તારમાં થયો હતો. તેમના પિતા ઝહીરુદ્દીન મોહમ્મદ અબુ અલી હુસેન સાબેર વિસ્તારના જમીનદાર હતા. તેમની માતાનું નામ રહેતુન્નિસા સાબેરા ચૌધરાણી હતું. આ વિસ્તાર હવે બાંગ્લાદેશમાં ગયો છે.
જ્યારે રૂકૈયાનો જન્મ થયો, ત્યારે બંગાળના મુસ્લિમ પુરુષોમાં શાળાકીય શિક્ષણ શરૂ થઈ ગયું હતું. પરંતુ ઘરના વર્તુળમાં રહેલી મહિલાઓ સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચ્યો ન હતો. બંગાળના સમૃદ્ધ મુસ્લિમ ઘરોમાં મહિલાઓને માત્ર ધાર્મિક શિક્ષણ જ આપવામાં આવતું હતું.
રુકૈયાના બે ભાઈ કોલકાતામાં ભણતા હતા. મોટી બહેનને પણ ભણવાનો શોખ હતો. મોટા ભાઈએ ઘરના વડીલો પાસેથી ગુપ્ત રીતે રૂકૈયાને અંગ્રેજી, બંગાળી અને ઉર્દૂ શીખવ્યું.
રુકૈયા લખે છે, 'મેં ક્યારેય કોઈ શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવ્યો નહીં. મારા મોટા ભાઈના પ્રેમ અને દયાને કારણે જ હું લખતા-વાંચતા શીખી શકી.
1896 માં, 16 વર્ષની ઉંમરે, બેગમ રુકૈયાના લગ્ન ભાગલપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ખાન બહાદુર સખાવત હુસૈન સાથે થયા, ત્યારે સખાવત 38 વર્ષના હતા અને તે આના પહેલા લગ્ન કરી ચૂક્યા હતા, પરંતુ તેમની પ્રથમ પત્નીના મૃત્યુ પછી, તેમણે રુકૈયા સાથે લગ્ન કર્યા.તેઓનો સંગાથ લગભગ 14 વર્ષનો છે.
સખાવત હુસૈન બિહારના ભાગલપુરના રહેવાસી હતા. સખાવત હુસૈનને છોકરીઓના શિક્ષણમાં ખૂબ જ રસ હતો અને તેના કારણે તે રુકૈયાને પૂરો સહયોગ આપતા રહેતા હતા. તેમના મૃત્યુ સુધી, તેમનો મોટાભાગનો સમય ભાગલપુરમાં વિત્યો હતો. આ તે સમયગાળો છે જ્યારે રુકૈયા લખવાનું શરૂ કરે છે અને ઘણુંબધું લખે છે.
તેમના કેટલાક મહત્વપૂર્ણ કાર્યો સુલતાના શોપનો (સુલતાનાનું સ્વપ્ન), ઓબોરોદબાધિની (વિદેશમાં મહિલાઓ) મોટીચુર,પદોરાગ(પદ્મની ગંધ) (અસંપૂર્ણ), નારીર અધિકાર (મહિલા અધિકાર), ઇસ્લામિક મહિલા સંગઠન હેતુ નિબંધ.
કન્યાઓ માટે શાળા ખોલવામાં આવી :
1909 માં જ્યારે સખાવતનું અવસાન થયું, ત્યારે તેણે રુકૈયા માટે ઘણાં પૈસા છોડીને ગયા હતા,જેનો ઉપયોગ રુકૈયાએ છોકરીઓના શિક્ષણ માટે કર્યો હતો.
તેણીએ તેના પતિના મૃત્યુના માત્ર 5 મહિના પછી સખાવત મેમોરિયલ ગર્લ્સ હાઇસ્કૂલની સ્થાપના કરી, તે સમયે આ શાળા ભાગલપુરમાં ખોલવામાં આવી હતી અને તે સમયે તેમાં ફક્ત 5 વિદ્યાર્થીઓનીઓ હતી. તેમના પતિના પરિવાર સાથે કેટલીક મિલકતના વિવાદને કારણે, તેમણે આ શાળાને 1911 માં કલકત્તામાં શિફ્ટ કરવી પડી હતી. આ શાળા ખૂબ પ્રખ્યાત શાળા માનવામાં આવે છે અને આજે તે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.
ઉત્કૃષ્ટ વ્યક્તિ, યુવતીઓ/મહિલાઓની પ્રેરણા,શિસ્તની દુનિયામાં એક અલગ ઓળખ બનાવનાર, મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવનાર, મુસ્લિમ યુવતીઓના શિક્ષણ માટે પોતાનું તન,મન,ધન લગાવનાર, મહિલાઓને એક કરીને સંગઠનો બનાવનાર, સુધારણા માટે જીવન આપનાર રુકૈયા સખાવત હુસૈન 9 ડિસેમ્બર 1932 ના રોજ 52 વર્ષની વયે હૃદય રોગને કારણે મૃત્યુ પામ્યા. પરંતુ તેમના અંતિમ શ્વાસ સુધી તેમનું જીવન માત્ર મહિલાઓના શિક્ષણ માટે સમર્પિત હતું.
બાંગ્લાદેશે રુકૈયાને ઘણું સન્માન આપ્યું છે. ત્યાં દર વર્ષે 9મી ડિસેમ્બરના દિવસને રૂકૈયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સાભાર : હેરીટેજ ટાઈમ્સ

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...