મીર કાસીમ અલી ખાન એક યોદ્ધા નવાબ હતા જેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે અંત સુધી લડત આપી,અને દ્રઢપણે માનતા કે તેઓ તેમના રાજ્યની સલામતી, પોતાના લોકો માટે સ્વાતંત્ર્યતા અને સમૃદ્ધિની ખાતરી ફક્ત બ્રિટિશરોને ભારતમાંથી હાંકી કાઢીને કરી શકે છે. કાસીમઅલી 27 સપ્ટેમ્બર 1760 ના રોજ બંગાળના નવાબ બન્યા, કંપની શાસકોએ મીર જાફરને પછાડ્યો. નવાબ મીર કાસીમ અલી મીર જાફરનો ભત્રીજો હતો. તે સમયે, ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને વેપારીઓ ખુબ કુખ્યાત પ્રમાણમાં અતિરેકે પહોંચી ગયા હતા. બ્રિટિશરો સામે વિરોધ કરવાની હિંમત કરનારા લોકોને કેદ અને શારીરિક ત્રાસ જેવી કડક સજા ભોગવવી પડતી હતી. ઇસ્ટ ઈન્ડિયા કંપનીના કર્મચારીઓ દ્વારા થતા અત્યાચાર મીર કાસીમ અલી ખાન સહન કરી શક્યા નહીં. આથી નવાબે સ્વતંત્ર નિર્ણય લેવાનું શરૂ કર્યું. તેમણે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની કાઉન્સિલને પત્ર લખીને મે, 1762 માં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓના અત્યાચારોનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો ન હતો. દરમિયાન, કંપનીના અધિકારીઓ દ્વારા થતા અત્યાચારોમાં અનેકગણો વધારો થયો.અન્ય કોઈ વિકલ્પ ન દેખાતાં, મીર કાસીમ અલીએ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે લડવાનું નક્કી કર્યું. તેમણે 1762માં મુર્શિદાબાદથી મોંગિરમાં બંગાળની રાજધાની સ્થાનાંતરિત કરી. મીર કાસીમે 10 જૂન, 1763 ના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપની દળ સામે યુદ્ધ શરૂ કર્યું. પરંતુ, બ્રિટીશ સૈન્યનો હાથ ઊંચો રહેવાથી તેણે યુદ્ધનું ક્ષેત્ર છોડી દીધું હતું. ત્યારબાદ મીર કાસીમ અવધ પહોંચ્યો. તેમણે અવધના નવાબ શુજા-ઉદ-દૌલાહ અને દિલ્હીના બાદશાહ શાહ આલમ -૨ નો ટેકો મેળવ્યો. તેઓ કંપની સામેના યુદ્ધમાં તેની સાથે રહેવા સંમત થયા હતા. મીર કાસીમઅલી ખાને બક્સર ખાતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્યનો અવધ અને દિલ્હી સૈન્યની મદદ મેળવવાની આશા સાથે સામનો કર્યો હતો. પરંતુ અવધ અને દિલ્હી સૈન્ય આગળ ન આવ્યા અને તેઓ બ્રિટીશ શાસકોના કાવતરાના કારણે યુદ્ધમાં માત્ર દર્શકની ભૂમિકા સુધી સીમિત રહ્યા. વિશ્વાસઘાતી કૃત્યના પરિણામ સ્વરૂપે, મીર કાસીમને પરાજયનો સામનો કરવો પડ્યો અને યુદ્ધની જગ્યા છોડી દેવાની ફરજ પડી. દુશ્મનની સામે પોતાને શરણાગતિ સ્વીકારવી ના પડે તેથી તેને અવગણી મીર કાસીમ અલી યુદ્ધના મેદાનમાંથી છટકી ગયો.અને તે ગુપ્ત રીતે જુદા જુદા મૂળ શાસકો પાસે સમર્થન મેળવવા માટે આગળ વધ્યો, જેથી તે ફરી એકવાર બ્રિટિશરો સામે લડી શકે. તેમણે બ્રિટિશરો સામે લડવાના અનેક અવિનય પ્રયાસો કર્યા. મીર કાસીમ અલી ખાનનું 1777 માં દિલ્હી નજીક અવસાન થયું હતું.
સૌજન્ય : સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment