વહાબી ચળવળે ભારતમાં બ્રિટીશ શાસન સામે બળવાના ઇતિહાસમાં વિશેષ દરજ્જો મેળવ્યો,જ્યારે ટીટુ મીરે, જેનું અસલી નામ સૈયદ મીર નિસાર અલી હતું, તેમાં લડાયકશીલતા ઉમેરી. તે ભારતની સ્વતંત્રતા સંગ્રામની અનેક હિલચાલ માટે પ્રેરણારૂપ બન્યું. ટીટુ મીરનો જન્મ પશ્ચિમ બંગાળના નર્કેલબેરિયા પરગણા, હૈદરપુર ગામમાં 1782 માં ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ સૈયદ મીર હસન અલી અને માતાનું નામ આબીદા રૂકૈયા ખાતુન હતું. તે નાની ઉંમરે એક પ્રખ્યાત કુસ્તીબાજ હતા અને છૂટક-નાના કામોમાં રોકાયેલા રેહતા. સૈયદ મીર નિસાર અલી 1822 માં મક્કાની યાત્રાએ ગયા અને વહાબી ચળવળના સ્થાપક સૈયદ અહેમદ બરેલવી અને ફરાઝી ચળવળના સ્થાપક, હાજી શરિયતુલ્લાહને મળ્યા. ત્રણેય નેતાઓની બેઠકથી ‘વહાબી-ફરાઝી’ના ચળવળ વધુ મજબૂત બની હતી. મક્કાથી પરત આવ્યા પછી, તેઓ હૈદરપુર સ્થાયી થયા. તેમણે વિસ્તૃત મુસાફરી કરી અને ઇસ્ટ ઇન્ડિયા કંપની, જમિંદારો અને મહાજનોના અધિકારીઓના અત્યાચારો જોયા. સૈયદ મીર નિસાર અલી આ શોષણકારોની ચુંગલમાં સપડાયેલા લોકોની મુશ્કેલીઓના સાક્ષી રહ્યા.ટીટુએ આ શોષણનો અંત લાવવાનો નિર્ણય કર્યો અને તેમના આધ્યાત્મિક અભિયાનની સાથે વિદેશી શાસકો વિરુદ્ધ બળવા માટે લોકોને ઉશ્કેરવાની ઝુંબેશ હાથ ધરી. તેમણે બ્રિટિશ પોલીસ અને ઇસ્ટ ઇન્ડિયા કંપની સશસ્ત્ર દળો, જે જમિંદાર અને મહાજનોને સમર્થન આપતા હતા, સામે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો. જમિંદારો અને તેમના માણસો દાઢી રાખવા પર અને મુસ્લિમોને પજવવા માટે વેરા વસૂલતા હતા. કંપનીના શાસકો દ્વારા લાદવામાં આવતા જુલમ કર અને સ્થાનિક જમિંદારોની અમાનવીય પ્રવૃત્તિઓનો વિરોધ કરતાં ટીટુ મીરે જાતે જ અનેક બળવાઓને દોર્યા હતા. ટીટુ મીર જમિંદારો, મહાજનો અને બ્રિટીશ દળ દ્વારા સામાન્ય લોકો પર થતા અત્યાચાર અને હુમલાઓથી ચિંતિત હતા. સૈયદ મીર નિસાર અલી એટલા હિંમતવાન હતા કે તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓને અને પોલીસને તેના હુમલાઓ વિશે અગાઉથી જ માહિતી આપતો હતો. તેમનો હિંમતવાન અભિગમ ગરીબોને પોતાની તરફ આકર્ષિત કરતો. કોઈ પણ પ્રકારની જાતિ-ધર્મના ભેદભાવ વગર હજારો લોકો તેમના બળવાઓમાં તેની પાછળ જોડાયા,પોલીસ અને બ્રિટીશ દળો સામે તેમના હકો માટે લડ્યા. ટીટુ મીરે નરકેલબારિયામાં વાંસનો કિલ્લો બનાવ્યો જ્યાં તેમણે તેમના અનુયાયીઓને સશસ્ત્ર સંઘર્ષ માટે તાલીમ આપી અને લગભગ એક દાયકા સુધી કંપનીના શાસકોને ભયમાં રાખી મૂક્યા. બ્રિટિશ સેનાપતિઓએ સૈયદ મીર નીસાર અલી (ટીટુ મીર) ના કિલ્લા પર 19 નવેમ્બર, 1831 ના રોજ નર્કેલબારિયા પર હુમલો કર્યો, જ્યાં તેઓ 1832 માં ઈજાઓના કારણે મૃત્યુ પામ્યા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment