Skip to main content

મૌલવી અહમદુલ્લાહ શાહ ફૈઝાબાદી (1787–1858)



બ્રિટિશ છાવણીઓમાં ગભરાહટ પેદા કરનાર મૌલવી અહમદુલ્લાહ શાહ ફૈઝાબાદીનો જન્મ 1787 માં હાલના તમિળનાડુ રાજ્યના ચેન્નઇમાં થયો હતો. તેમના પિતાનું નામ મૌલવી મુહંમ્મદ અલી ખાન હતું. મૌલવીનું અસલ નામ સૈયદ એહમદઅલી ખાન હતું. તેમના આધ્યાત્મિક જ્ઞાનના કારણે તેમણે મૌલવીનું બિરુદ મેળવ્યું. લોકો દ્વારા તેમને મૌલવી માનવામાં આવ્યા અને આદર આપવામાં આવ્યું. તેમણે અન્ય શૈક્ષણિક અભ્યાસની સાથે માર્શલ આર્ટ્સની તાલીમ મેળવી. મૌલવી અહમદુલ્લાહ શાહ, હૈદરાબાદ નવાબ નિઝામના આમંત્રણ પર ઇંગ્લેન્ડ, ઇરાક, ઈરાન,મક્કા અને મદીનાની મુલાકાતે ગયા હતા. ભારત પાછા ફર્યા પછી, મૌલવી અહમદુલ્લાહ સુફી વિચારધારા તરફ આકર્ષાયા અને સૈયદ ફુરકાન અલી શાહના શિષ્ય બન્યા,જેમનો ‘કાદરી’ સિલસિલો હતો. અહમદુલ્લાહ શાહને તેમના પીર (ગુરુ) દ્વારા ગ્વાલિયર મોકલાયા જેથી લોકોમાં સુફી વિચારધારાનો પ્રચાર-પ્રાસાર કરવામાં આવે. લોકોને સૂફી ફિલસૂફીનો ઉપદેશ આપતી વખતે, તેઓ તેમને શોષણકારી વિદેશી શાસન સામે બળવો કરવાની પ્રેરણા પણ આપતા રહયા હતા. આનાથી બ્રિટિશ અધિકારીઓ ગુસ્સે થયા, જેમણે તેમને રાજદ્રોહના આરોપમાં કેદ કર્યા. દરમિયાન, 1857 નું ભારતીય સ્વતંત્રતાનું પ્રથમ યુદ્ધ શરૂ થયું. મૌલવી અહમદુલ્લાહ તેમાં ડૂબી ગયા અને ઇસ્ટ ઈન્ડિયા કંપનીના દળો સામે લડ્યા અને તેમની ઉપર ઘણીવાર જીત મેળવી. મૌલવી અહમદુલ્લાએ સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધમાં વ્યક્તિગત રીતે ઘણી લડાઇઓમાં ભાગ લીધો હતો, જે સરદાર હિક્મતુલ્લાહ (પૂર્વ ઇસ્ટ ઇંડિયા કંપનીના નાયબ કલેક્ટર), બેગમ હઝરત મહલ (અવધની રાણી), ખાન બહાદુર ખાન (રોહિલખંડના શાસક), ફિરોઝ શાહ (મોગલ રાજા) દ્વારા લડવામાં આવ્યા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ રૂ. 50,000, મૌલવી અહમદુલ્લાહને જીવતો કે મરેલો પકડવા માટે જાહેરાત કરી હતી.જ્યારે તે પોવેનના રાજા જગન્નાથ સિંહાને સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધમાં આમંત્રણ આપવા પોવેન ગયો હતો, ત્યારે જગન્નાથ સિંહાના લોભી ભાઈએ મૌલવીને ઠાર માર્યો હતો. મૌલવી અહમદુલ્લાહ શાહ ફૈઝાબાદી પોવેન ખાતે સિંહાની બાજુમાં હતો ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં, સિંહાના ભાઈએ મૌલવી અહમદુલ્લાહનું માથું કાપીને તેનું માથું કાપડથી ઢાંકી શાહજહાંપુર નજીકના બ્રિટીશ પોલીસ સ્ટેશને લઈ ગયો હતો. આ રીતે, મૌલવી અહમદુલ્લા શાહ ફૈઝાબાદીને 15 જૂન, 1858 ના રોજ શહાદત મળી. ‘પોવેનનો પશુ’, જેણે સૌથી વધુ દેશદ્રોહ કર્યો, તેને બ્રિટીશરો તરફથી રૂ 50,000-00 નું ઇનામ મળ્યું.મૌલવી અહમદુલ્લા શાહ ફૈઝાબાદીના મૃત્યુના સમાચારથી બ્રિટિશ સેનાપતિઓ ખુશ થઈ ગયા હતા. તેમને લાગ્યું કે તેઓ 'ઉત્તર ભારતમાં ઇસ્ટ ઈન્ડિયા કંપનીના ખુબ જ શક્તિશાળી દુશ્મનને પણ ખતમ કરવા માટે સક્ષમ છે.'


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) 

મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...