Skip to main content

મૌલવી લિયાકત અલી ખાન (1817-1892)


1857 ની આઝાદીની જે લડત સિપાહીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી,ધીમે ધીમે દરેક ક્ષેત્રના જુદા જુદા લોકો આ લડતમાં ભાગ લેતા ગયા. કેટલાક વિદ્વાનોએ ભારતની આઝાદીની લડતમાં ભાગ લેવા તેમની પોતાની કલમોને વિદાય આપી અને હાથમાં તલવારો પકડી લીધી હતી. તેમાંના એક હતા મૌલવી લિયાકત અલી ખાન, જેમનો જન્મ 5 ઓક્ટોબર, 1817 ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ જિલ્લાના છાયીલ તાલુકાના મ્હાગવ ગામમાં વણકર પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ અમીનાબી અને પિતાનું નામ સૈયદ મેહર અલી હતું. તેમણે નાનપણથી જ ધાર્મિક જ્ઞાન મેળવ્યું અને બ્રિટિશ વિરોધી વલણ વિકસાવ્યું. તે પહેલાં બ્રિટિશ સૈન્યમાં જોડાયા અને બ્રિટિશ વિરોધી વિચારોને ભારતીય સૈનિકોના મગજમાં બેસાડવાનું શરૂ કર્યું. ઇસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારીઓને આ વાતનો અહેસાસ થઇ ગયો અને તેમને સૈન્યમાંથી હાંકી કાઢ્યા. મૌલવી લિયાકત અલીએ કાયદેસરના અધિકારને સુરક્ષિત રાખવા એક તરફ લોકોને ધાર્મિક માર્ગદર્શન આપવા તેમના વતનના ગામ મ્હાગવથી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી અને બીજી તરફ પોતાનું શાસન ફરીથી સ્થાપિત કરવા બ્રિટીશરો સામે ન્યાયી યુદ્ધ કરવાની સલાહ આપી. તેમણે અલ્હાબાદમાં બ્રિટીશ વિરોધી જૂથોને એક કરવા માંડ્યા. તેમના પ્રયત્નોને થોડુક પરિણામ મળ્યું,તેમણે પોતાના દળ સાથે અલ્હાબાદ નગરમાં પ્રવેશ કર્યો, ઇસ્ટ ઈન્ડિયા કંપની દળ અને અધિકારીઓને હાંકી કાઢ્યા અને નગરનો કબજો મેળવ્યો. મૌલવીએ પોતાની જાતને દિલ્હી સમ્રાટ બહાદુર શાહ ઝફરનો પ્રતિનિધિ જાહેર કર્યો અને હેડ ક્વાર્ટર્સ તરીકે કૌસરબાગથી શહેરનો વહીવટ ચલાવ્યો. તેમણે એક ગીત લખ્યું હતું ‘પયામ-એ-અમલ’ જેણે બ્રિટીશ શાસનના દુષ્કર્મોને ઉજાગર કર્યું અને હિન્દુ - મુસ્લિમ - શીખ એકતા કરવા ઉપરાંત દેશવાસીઓ અને ખાસ કરીને બ્રિટિશ સૈન્યમાં ભારતીય સૈનિકોમાં દેશભક્તિની પ્રેરણા ભરી હતી.આ કવિતાને અન્ય એક સ્વાતંત્ર્ય સેનાની અઝિમુલ્લાહ ખાને સંપાદિત કરી ઉર્દૂ સામયિક ‘પયામ-એ-આઝાદી’ માં પ્રકાશિત કરી હતી. ઇસ્ટ ઈન્ડિયા કંપનીના જનરલ નેઈલે જરૂરી દળોને એકઠા કર્યા અને 11 જૂન 1857 ના રોજ લિયાકત અલીના હેડ ક્વાર્ટર્સ પર હુમલો કર્યો. મૌલવીએ અંત સુધી લડત આપી હતી, પરંતુ પ્રતિકૂળ સંજોગોમાં 17 જૂને યુદ્ધનું ક્ષેત્ર છોડી દીધું હતું. કંપનીના અધિકારીઓએ તેમના માથે એક મોટું ઈનામ જાહેર કર્યું. મૌલવી 14 વર્ષના સમયગાળા સુધી પકડથી દુર રહ્યા. પછીથી,કોઈક દેશદ્રોહીની સૂચનાથી, તેને બ્રિટિશ સૈન્યે પકડ્યો. ત્યારબાદ ચાલેલ ટ્રાયલમાં, સ્પષ્ટપણે જાહેર કર્યું કે તેણે ફક્ત બ્રિટિશરોના ચુન્ગલમાંથી તેની માતૃભૂમિને છોડાવવા માટે હથિયારો ઉપાડ્યા હતા. ટ્રાયલ પછી, મૌલવી લિયાકત અલી ખાનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને તેમને અંદમાનમાં સોંપવામાં કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 17 મે, 1892 ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) 

મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

ખાન અબ્દુલ ગફ્ફર ખાન (1890-1988)

ખાન અબ્દુલ ગફાર ખાન, જેઓ 'સરહદના ગાંધી' તરીકે પ્રખ્યાત હતા, તેમનો જન્મ 1890 માં પેશાવર જિલ્લાના ચારસદ્દાહ તહસીલના ઉત્તમનઝાઈ ગામમાં થયો હતો. તેમના પિતા ખાન બહેરામ ખાન તેમના ગામ ઉત્તમનઝાઈના સરદાર હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. પરંતુ, 1906 માં, ભારતીય સાથીદારો પ્રત્યે બ્રિટિશ અધિકારીઓના ગેરવર્તણૂકને કારણે તેમણે સૈન્ય છોડી દીધું. બાદમાં, તેઓ તેમના ઉચ્ચ શિક્ષણને આગળ ધપાવવા અલીગઢ ગયા. તેમનો અભ્યાસ પૂરો કર્યા વિના તેમની માતાની ઈચ્છા મુજબ તેઓ તેમના વતનના ગામ પાછા ફર્યા. તેમણે તેમના વિસ્તારમાં અનેક પ્રવાસો કર્યા અને લોકોની તકલીફથી વાકેફ થયા. તેમનું માનવું હતું કે લોકોના વિકાસ માટે શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે. આમ, તેમણે પોતાના મિત્ર અબ્દુલ અઝીઝની મદદથી 1910માં ઉત્તમનઝાઈમાં ‘આઝાદ નેશનલ સ્કૂલ’ શરૂ કરી. તેમના પ્રયાસોથી પઠાણોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું. તેમણે 1919 માં રોલેટ વિરોધી આંદોલનમાં ભાગ લઈને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેઓ 1928 માં કલકત્તા ખાતે મહાત્મા ગાંધીને મળ્યા. ત્યારથી તેઓ ગાંધીવાદી વિચારધારાને અનુસરતા થયા. તેમણે 1929માં ‘ખુ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...