Skip to main content

મૌલાના પીર અલી ખાન (1820–1857)


મૌલાના પીર અલી ખાન, જેમણે બ્રિટિશ સૈન્ય દળની વિરુદ્ધ લડત આપી હતી અને જાહેર કર્યું હતું કે માતૃભૂમિની મુક્તિ માટે પોતાની જાતનું બલિદાન આપવું તે દરેક દેશવાસી માટે દેશ પ્રત્યેના પ્રેમનો પુરાવો છે, તેમનો જન્મ બિહારના આઝમબાદ જિલ્લાના મુહંમ્મદપુર ગામમાં 1820 માં થયો હતો. પિતાનું નામ મોહર અલી ખાન હતું. એક યુવાન તરીકે, પીર અલી, જ્ઞાનની તરસ છીપાવવા માટે તેમનું ગામ છોડીને અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાઓમાં નિપુણતા પ્રાપ્ત કરી અને અંતે એક પુસ્તક વેચનાર તરીકે પટણા સ્થાયી થયા. ઇંગ્લિશ શાસકો દ્વારા કરવામાં આવતા અતિરેકના વિરોધને લીધે તેઓ સ્થાનિક ક્રાંતિકારી સમિતિના સભ્ય બનવા માટે આગળ ધપી ગયા. તેમણે બ્રિટીશ સરકારના એક અધિકારી, મૌલવી મુહંમદીને શસ્ત્રો મેળવવામાં મદદ કરવા સમજાવ્યા, જેની સાથે તેમણે દાનાપુર ખાતેના અંગ્રેજી આર્મી કેમ્પ પર સાહસિક હુમલો કર્યો. આથી નારાજ, બ્રિટિશ સૈન્ય અધિકારીઓએ તેમની 4 જુલાઈ, 1857 ના રોજ ક્રાંતિકારી પરિષદના અન્ય 43 સભ્યોની સાથે ધરપકડ કરી. મૌલાના અને તેના પક્ષના સભ્યો વિરુદ્ધ કરવામાં આવેલા કેસની સુનાવણીને ઇતિહાસમાં Patna Conspiracy Case (‘પટના કાવતરું કેસ’) તરીકે ઓળખવામાં આવ્યું. આ કિસ્સામાં, મૌલાના અને તેના નવ અનુયાયીઓને વિલિયમ ટાયર દ્વારા ફાંસીની સજા આપવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન અને કસ્ટડીમાં મૌલાનાને તેની ક્રાંતિકારી પરિષદના સભ્યોને ફરીથી આ કાવતરા બાબતે માહિતી કઢાવવા માટે ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમના શરીર પર રક્ત ઇજાઓ હોવા છતાં પણ તેમણે મોં ખોલ્યું ન હતું. છેવટે તેમણે હિંમતપૂર્વક જાહેર કર્યું : ‘‘કોઈ વ્યક્તિના જીવનને બચાવવા માટે કેટલીક વખત ચાલાકીપૂર્વક વર્તવું પડે છે; પરંતુ જીવ બચાવવું તે બધા જ પ્રસંગોમાં મહત્વનું નથી. કેટલીક વાર, કોઈકે માતૃભૂમિ માટે બલિદાન આપવું પડે છે. અને પછી તે બલિદાન એ માતૃભૂમિ પ્રત્યેના પ્રેમનો પુરાવો હશે ... તમે મારા સાથીદારોને મારી આંખો સમક્ષ ફાંસી આપી હતી..તમે હજી ઘણાને ફાંસીએ લટકાવશો. તમે મને પણ મારી નાંખશો ... પણ એક વાત યાદ રાખજો માતૃભૂમિને મુક્ત કરવા માટે લોહી વહેવડાવવા તૈયાર થયેલા માટીના આ પુત્રોને તમે અથવા કોઈ શક્તિ દબાવી શકશો નહી. આ યુદ્ધમાં અમે લોહીના ટીપા રેડ્યા છે જે અમારા દેશના સ્વતંત્ર લડવૈયાઓમાં જોશની આગ પ્રગટાવશે. તમારી સરકાર અને તમે ચોક્કસ ગુસ્સાની આ જ્વાળાઓમાં રાખ થઈ જશો.” મૌલાનાને ફાંસીની સજા સંભળાવનારા વિલિયમ ટેલરે આ બહાદુર ઘટનાની વિગતો નોંધી હતી. આ બદનામીભર્યા જવાબથી ગુસ્સે થઈને, અંગ્રેજી અધિકારીએ તેના હાથ અને પગ પર કડક હાથકડી, બેડીઓ તૈયાર કરાવી, પહેરાવી અને તેમને વધુ શૈતાની રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો,પરંતુ મૌલાના પીરઅલી ખાન છેલ્લી ક્ષણ સુધી ફાંસીના માંચડા પર ચડાવવામાં આવે છે ત્યાં સુધી તેમણે લટકાવેલા ફાંસીના દોરડાને આવનારા મૃત્યુને આવકારી સન્માન સાથે ચુંબન કર્યું હતું અને 7 જુલાઈ, 1857 ના દિવસે શહીદ થયા હતા.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...