Skip to main content

બેગમ હઝરત મહલ (1830-1879)


1857 ના વિદ્રોહની અગ્રણી મહિલા બેગમ હઝરત મહેલનો જન્મ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં 1830 માં થયો હતો. તેણીનું અસલી નામ મુહંમદી ખાનુમ હતું. તેણીના પિતાનું નામ ગુલામ હુસૈન. પોતાની નાની ઉંમરે જ, તેણીએ સાહિત્યમાં સારી પ્રતિભા બતાવી. તેણીના લગ્ન અવધના નવાબ વાજિદ અલી શાહ સાથે થયા હતા. તેઓને એક પુત્ર મિર્ઝા બિરજિસ ખાદીર બહાદુર રુપે આશીર્વાદ મળ્યો. 13 ફેબ્રુઆરી, 1856 ના રોજ, બ્રિટીશ સૈનિકોએ વાજિદ અલી શાહને કેદ કરી 13 માર્ચે કલકત્તા મોકલ્યા અને અવધ પર ગેરકાયદેસર કબજો કર્યો. આનાથી લોકો અને મૂળ શાસકો ચિંતાતુર થયા. તેઓએ બેગમ હઝરત મહેલના નેતૃત્વ હેઠળ અંગ્રેજો વિરુદ્ધ બળવો કર્યો. મૂળ શાસકો અને લોકો 31 મે, 1857 ના રોજ અવધની રાજધાની લખનૌના છાવણી વિસ્તારમાં મળ્યા અને સ્વતંત્રતાની ઘોષણા કરી. તેઓએ બ્રિટીશ સૈન્યને પાઠ ભણાવ્યો અને લખનઉમાં તેમની સત્તાનો અંત કર્યો. પાછળથી, બેગમ હઝરત મહેલે તેમના પુત્ર બિરજિસ ખાદીરને 7 જુલાઈ, 1857 ના રોજ અવધના નવાબ તરીકે ઘોષિત કર્યા. રાજાની માતા તરીકે, તેમણે 1,80,000 સૈનિકો ભેગા કર્યા અને મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ કરીને લખનૌના કિલ્લાનું નવીનીકરણ કર્યું. રાજ્યના સુશાસન માટે તેમણે ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપના કરી જેમાં તેમણે મમ્મુ ખાન, મહારાજા બાલકૃષ્ણ, બાબુ પૂર્ણચંદ, મુનશી ગુલામ હઝરત, મુહંમદ ઇબ્રાહિમ ખાન, રાજા માનસિંહ, રાજા દેશીબક્ષ સિંહ, રાજા બેની પ્રસાદ અને અન્ય સભ્યોની નિમણૂક કરી.મુખ્ય પ્રધાન તરીકે શરાફ-ઉદ-દૌલા અને કલેક્ટર તરીકે રાજા જૈલ લાલ સિંહની નિમણૂક કરવામાં આવી હતી. હઝરત મહલે લગભગ દસ મહિના સુધી તેમના પુત્ર વતી રાજ્ય કર્યું,લોકો અને સાથી વતન શાસકોમાં દેશભક્તિની પ્રેરણા ભરીને બ્રિટીશ સૈન્યને પડકાર્યો. તેણીએ 31 ડિસેમ્બર, 1818 ના રોજ ઐતિહાસિક નિવેદન જારી કર્યું હતું, જેમાં 1 નવેમ્બર,1858 ના રોજ રાણી વિક્ટોરિયા દ્વારા જાહેર કરાયેલ જાહેરાતને પડકારવામાં આવ્યું. પરંતુ, જ્યારે દિલ્હી, સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધના મુખ્ય કેન્દ્ર પર કબજો કરવામાં આવ્યો, ત્યારે બ્રિટિશ સૈનિકો દ્વારા ઘેરાયેલા હતા અને માર્ચ 1859 માં લખનૌ પર હુમલો કર્યો. કંપનીના સૈનિકો અને બેગમના સૈનિકો વચ્ચે ભીષણ યુદ્ધ થયું. જ્યારે હાર અનિવાર્ય બની ગઈ ત્યારે બેગમ હઝરત મહેલ નાના સાહેબ પેશ્વા જેવા સહ-ક્રાંતિકારી નેતાઓ સાથે નેપાળના જંગલોમાં પાછા ફર્યા. બ્રિટિશ શાસકોએ તેણીને લખનૌ પાછા ફરવા માટે મોટી રકમ અને વૈભવી સુવિધાઓ ઓફર કરવામાં આવીં. પરંતુ, બેગમે તે લોભ-લાલચને નકારી અને સ્પષ્ટ કરી દીધું કે સ્વતંત્ર અવધ રાજ્ય સિવાય બીજું કંઇ તેમને સ્વીકાર્ય નથી. બેગમ હઝરત મહેલ તેમના અંતિમ શ્વાસ સુધી તેમના રાજ્યની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહી હતી. 7 એપ્રિલ, 1879 ના રોજ તેણીનું નેપાળના કાઠમંડુ ખાતે નિધન થયું. 1984 માં ભારત સરકારે તેણીના માનમાં ટપાલ ટિકિટ જાહેર કરી હતી.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) 

મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...