Skip to main content

નવાબ મોહસીન-ઉલ-મુલ્ક (1837-1907)


નવાબ મોહસીન-ઉલ-મુલ્ક,મૂળ નામ સૈયદ મેંહદીઅલી, તેમનો જન્મ 9 ડિસેમ્બર, 1837 ના રોજ ઇટાવા, ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમના પિતાનું નામ મીર ઝમિનઅલી. તેઓ 17 વર્ષની ઉંમરે સરકારી સેવામાં જોડાયા અને ઘણા ઉચ્ચ હોદ્દાઓ પર બઢતી મેળવી. તેમણે 1867 માં પ્રાંતીય સિવિલ સેવા પરીક્ષા આપી, ટોચનો ક્રમ મેળવ્યો અને નાયબ કલેક્ટર બન્યા. ઇસ્ટ ઈન્ડિયા કંપનીમાં અધિકારી તરીકે કામ કરતી વખતે તેમણે મુસ્લિમોમાં રાજકીય ચેતના બનાવવાનો પ્રયાસ કર્યો. તેમણે 1874 માં નોકરીમાંથી રાજીનામું આપ્યું અને નિઝામ દ્વારા આમંત્રણ મળતાં હૈદરાબાદ રાજ્યની સેવામાં જોડાયા. નિઝામે તેમને ‘નવાબ મોહસીન-ઉલ-મુલ્ક’ અને ‘મુનીર નવાબ જંગ’ ના બિરુદથી સન્માનિત કર્યા. તેમણે 1893 માં નિઝામની સેવાથી પીછેહઠ કરી અને અલીગઢ સ્થાયી થયા. પછીથી, તેમણે પોતાની જાતને ‘મુહંમદન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજ’ના વિકાસ માટે સમર્પિત કરી, જે સર સૈયદ અહેમદ ખાન ચલાવતા હતા. જ્યારે 1899 માં સર સૈયદનું નિધન થયું, ત્યારે તેમણે કોલેજની સંપૂર્ણ જવાબદારી સંભાળી. તેમણે સર સૈયદની વિચારધારાનો વિરોધ કરનારા લોકોને ખાતરી આપી અને ચુનંદા એલાઈટ લોકોને મળીને કોલેજના વિકાસ માટે નાણાં એકત્રિત કર્યા. તેમણે ઉર્દૂ ભાષાની સ્થિતિને ઉતારી પાડવાના બ્રિટીશ આદેશોનો વિરોધ કર્યો હતો અને 1900 માં ‘ઉર્દૂ સંરક્ષણ સમિતિ’ ની સ્થાપના કરી ઘણા વિરોધ કાર્યક્રમો યોજ્યા હતા. આનાથી ‘મુહંમદન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજ’ ને ફંડિંગ કરનારાઓને ધમકીઓ આપતા બ્રિટિશ અધિકારીઓ કંટાળી ગયા હતા.પરિણામે, તેમણે સીધી પ્રવૃત્તિઓથી પોતાને હટાવી લીધા અને ‘અંજુમન તરક્કી-એ-ઉર્દૂ’ ની સ્થાપના કરીને ઉર્દૂ ભાષાના સંરક્ષણ માટે લડત આપી. તેમણે મુસ્લિમો માટે એક અલગ રાજકીય સંગઠનની જરૂરિયાતને માન્યતા આપી અને તેના માટે સાથી મુસ્લિમ નેતાઓનો ટેકો મેળવ્યો. પરિણામે, ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના 1906 માં ઢાકાના પૂર્વ બંગાળ-આસામ ખાતે પ્રાંતીય શૈક્ષણિક પરિષદ થઈ હતી. તેઓ મુસ્લિમો માટેના અલગ મતદારક્ષેત્રો માટે પણ લડ્યા હતા, તેમના પ્રયત્નોએ મિન્ટો-મોર્લો સુધારામાં ફળદાયી પરિણામ આપ્યા હતા અને આમ, મુસ્લિમો તેમના માટે અલગ મતદાર અધિકાર મેળવી શક્યા. તેમના મિશનમાં વ્યસ્ત રહેતી વખતે તેમની તંદુરસ્તીની કાળજી લીધી નહોતી. તેમ છતાં તેમના મિશનમાં સફળ થયા, પણ તેમની તબિયત ઘણી બગડતાં લાંબી માંદગી પછી નવાબ મોહસીન-ઉલ-મુલ્કનું 7 ઓક્ટોબર, 1907 ના રોજ સિમલામાં નિધન થયું.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) 

મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

ખાન અબ્દુલ ગફ્ફર ખાન (1890-1988)

ખાન અબ્દુલ ગફાર ખાન, જેઓ 'સરહદના ગાંધી' તરીકે પ્રખ્યાત હતા, તેમનો જન્મ 1890 માં પેશાવર જિલ્લાના ચારસદ્દાહ તહસીલના ઉત્તમનઝાઈ ગામમાં થયો હતો. તેમના પિતા ખાન બહેરામ ખાન તેમના ગામ ઉત્તમનઝાઈના સરદાર હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. પરંતુ, 1906 માં, ભારતીય સાથીદારો પ્રત્યે બ્રિટિશ અધિકારીઓના ગેરવર્તણૂકને કારણે તેમણે સૈન્ય છોડી દીધું. બાદમાં, તેઓ તેમના ઉચ્ચ શિક્ષણને આગળ ધપાવવા અલીગઢ ગયા. તેમનો અભ્યાસ પૂરો કર્યા વિના તેમની માતાની ઈચ્છા મુજબ તેઓ તેમના વતનના ગામ પાછા ફર્યા. તેમણે તેમના વિસ્તારમાં અનેક પ્રવાસો કર્યા અને લોકોની તકલીફથી વાકેફ થયા. તેમનું માનવું હતું કે લોકોના વિકાસ માટે શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે. આમ, તેમણે પોતાના મિત્ર અબ્દુલ અઝીઝની મદદથી 1910માં ઉત્તમનઝાઈમાં ‘આઝાદ નેશનલ સ્કૂલ’ શરૂ કરી. તેમના પ્રયાસોથી પઠાણોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું. તેમણે 1919 માં રોલેટ વિરોધી આંદોલનમાં ભાગ લઈને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેઓ 1928 માં કલકત્તા ખાતે મહાત્મા ગાંધીને મળ્યા. ત્યારથી તેઓ ગાંધીવાદી વિચારધારાને અનુસરતા થયા. તેમણે 1929માં ‘ખુ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...