Skip to main content

નવાબ વકાર-ઉલ-મુલ્ક (1841-1917)


મુસ્લિમોના વિકાસ માટે શિક્ષણ ઉપરાંત રાજકીય સત્તામાં ભાગીદારી ખૂબ જ જરૂરી હોવાનું માનનારા નવાબ વકાર-ઉલ-મુલ્કનો જન્મ 24 માર્ચ, 1841 ના રોજ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. તેમનું અસલી નામ શેખ મુસ્તાક હુસૈન હતું. પારંપરિક શિક્ષણ પુરૂ થયા પછી, તે સરકારી શાળામાં જોડાયા. તે જે શાળામાં ભણ્યા તે જ શાળામાં શિક્ષક બન્યા. પાછળથી, તેમણે બ્રિટિશ સરકારમાં અધિકારી તરીકે ફરજ બજાવી. હૈદરાબાદના નિઝામે તેમને ‘નવાબ મુસ્તાક હુસેન વકાર-ઉલ-મુલ્ક’ પદવી આપીને સન્માનિત કર્યા. બાદમાં તે ‘નવાબ વકાર–ઉલ-મુલ્ક’ તરીકે પ્રખ્યાત થયા. તેઓ 1861 માં સર સૈયદ અહેમદ ખાનને મળ્યા, ત્યારબાદ, તેમણે પછીથી અલીગઢમાં ચાલતી ‘મુહંમદન એંગ્લો - ઓરિએન્ટલ કોલેજ’ ની પ્રવૃત્તિઓમાં મદદ કરવાનું શરૂ કર્યું. નિઝામના નવાબના આમંત્રણ પર, તેઓ 1875 માં પ્રથમ ગ્રેડ અધિકારી તરીકે હૈદરાબાદ રાજ્યની સેવામાં જોડાયા. નિઝામ, જેમણે તેમની પ્રતિભાઓને માન્યતા આપી, તેમને કાયદા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. તેમના 1878 માં ન્યાયપાલિકામાં સુધારા સૂચવતા રજૂ કરેલા અહેવાલની પ્રશંસા કરવામાં આવી હતી. નવાબ વકાર- ઉલ-મલ્ક નિઝામ સરકારની સેવામાંથી પાછા ફર્યા પછી તેમના વતનના ગામ અમરોહામાં થોડો સમય પસાર કર્યો. બાદમાં, તે 1900 માં ઉર્દૂ ભાષાના રક્ષણ માટેના આંદોલનમાં જોડાયા,જેની શરૂઆત નવાબ મોહસીન-ઉલ-મુલ્ક દ્વારા કરવામાં આવી હતી. તેમણે સત્તાના રાજકારણમાં મુસ્લિમોની ભાગીદારીની વિનંતી કરી કારણ કે તેમના લોકશાહી અધિકારોના અમલીકરણ માટે તે જરૂરી હતું. તેમણે 1901 માં ‘મુહંમદન એંગ્લો - ઓરિએન્ટલ ડિફેન્સ એસોસિએશન’ નું નવીનીકરણ કર્યું હતું. નવાબ વકાર –ઉલ-મુલ્ક એવા મુસ્લિમ પ્રતિનિધિઓમાંના એક હતા જેમણે ઓક્ટોબર 1906 માં વાઇસરોયને મુસ્લિમો માટે રાજકીય પ્રતિનિધિત્વની અપીલ કરી હતી. દરમિયાન, ઢાકાના નવાબ સલીમુલ્લાએ ડિસેમ્બર 1906 માં અખિલ ભારતીય મુહંમદન શૈક્ષણિક પરિષદનું આયોજન કર્યું હતું. ઢાકા પરિષદના સમાપન દિવસે, નવાબ સલીમુલ્લાહ દ્વારા સૂચિત મુજબ ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની રચના કરવામાં આવી હતી અને તેને હકીમ અજમલ ખાને ટેકો આપ્યો હતો. નવાબ વકાર-ઉલ-મુલ્કે મુસ્લિમ લીગની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ત્યારથી, તેમણે પોતાનું બાકીનું જીવન ‘મુહંમદન એંગ્લો - ઓરિએન્ટલ કોલેજ’ અને ‘ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ’ ના વિકાસ માટે સમર્પિત કર્યું. આ બધી પ્રવૃત્તિઓમાં વ્યસ્તતાને કારણે તેમણે સ્વાસ્થ્યની કાળજી લીધી ન હતી,27 જાન્યુઆરી, 1917 ના રોજ તેમનું નિધન થયું હતું.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) 

મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

ખાન અબ્દુલ ગફ્ફર ખાન (1890-1988)

ખાન અબ્દુલ ગફાર ખાન, જેઓ 'સરહદના ગાંધી' તરીકે પ્રખ્યાત હતા, તેમનો જન્મ 1890 માં પેશાવર જિલ્લાના ચારસદ્દાહ તહસીલના ઉત્તમનઝાઈ ગામમાં થયો હતો. તેમના પિતા ખાન બહેરામ ખાન તેમના ગામ ઉત્તમનઝાઈના સરદાર હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. પરંતુ, 1906 માં, ભારતીય સાથીદારો પ્રત્યે બ્રિટિશ અધિકારીઓના ગેરવર્તણૂકને કારણે તેમણે સૈન્ય છોડી દીધું. બાદમાં, તેઓ તેમના ઉચ્ચ શિક્ષણને આગળ ધપાવવા અલીગઢ ગયા. તેમનો અભ્યાસ પૂરો કર્યા વિના તેમની માતાની ઈચ્છા મુજબ તેઓ તેમના વતનના ગામ પાછા ફર્યા. તેમણે તેમના વિસ્તારમાં અનેક પ્રવાસો કર્યા અને લોકોની તકલીફથી વાકેફ થયા. તેમનું માનવું હતું કે લોકોના વિકાસ માટે શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે. આમ, તેમણે પોતાના મિત્ર અબ્દુલ અઝીઝની મદદથી 1910માં ઉત્તમનઝાઈમાં ‘આઝાદ નેશનલ સ્કૂલ’ શરૂ કરી. તેમના પ્રયાસોથી પઠાણોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું. તેમણે 1919 માં રોલેટ વિરોધી આંદોલનમાં ભાગ લઈને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેઓ 1928 માં કલકત્તા ખાતે મહાત્મા ગાંધીને મળ્યા. ત્યારથી તેઓ ગાંધીવાદી વિચારધારાને અનુસરતા થયા. તેમણે 1929માં ‘ખુ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...