બ્રિટિશ વિરોધી ભાવનાથી ભરપુર - મુહંમદ શેર અલીનો જન્મ 1842 માં હાલના પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. તેઓ નાની ઉંમરે બ્રિટીશરો વિરુદ્ધ ઉભરેલા વહાબી આંદોલનથી પ્રેરાયા હતા. તેમનો પરિવાર 1863 માં પેશાવરથી અંબાલા માઈગ્રેટ થયો હતો. બ્રિટિશ અદાલતે વ્યક્તિગત ઘર્ષણના કેસમાં તેમને 2 એપ્રિલ, 1868 ના રોજ મૃત્યુદંડની સજા ફટકારી હતી. જો કે, જેલમાં તેમની સારી વર્તણૂકના કારણે ફાંસીની સજાને આજીવન કેદમાં ઘટાડવામાં આવી હતી અને તેમને અંદમાનની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સાથી દેશવાસીઓ માટે કંઇપણ કરવામાં અસમર્થતા માટે તે જેલમાં ચિંતા કરતા હતા. તે અંગ્રેજો સામે બદલો લેવાની યોજના કરી રહ્યો હતો. તેણે લક્ષ્ય સુધી પહોંચવા માટે કાળજીપૂર્વક એક યોજના બનાવી. તેણે સંતુલિત વર્તનથી જેલના અધિકારીઓનો વિશ્વાસ મેળવ્યો અને સહ-કેદીઓના બાલ કાપવા માટે વાળંદ તરીકેની નિમણૂક મેળવી શક્યા. મોહમ્મદ શેર અલીને એવી સામગ્રી આપવામાં આવી હતી કે જેનો ઉપયોગ વાળ કાપવાના કામ માટે થઈ શકે છે, જેમાં એક તીક્ષ્ણ છરી હતી જેનો ઉપયોગ તે દુશ્મન સામે પોતાનો બદલો લેવા ઇચ્છતો હતો. જ્યારે તે કોઈ તકની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે બ્રિટિશ વાઇસરોય લોર્ડ મેયોએ 8 ફેબ્રુઆરી, 1872 ના રોજ આંદામાન જેલની મુલાકાત લીધી. શેર અલી બદલો લેવા આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. તે બ્રિટીશ અધિકારી લોર્ડ મેયોના આગમનની રાહ જોઈ રહ્યો હતો. વાઇસરોય જેલના સેલનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે મુહંમદ શેર અલી અચાનક ઉપર કૂદી અને વાઇસરોય પર છરી વડે હુમલો કર્યો. આમ તેણે તે જ સમયમાં વાઈસરોયને મારી નાખ્યા. બાદમાં, તેમણે ખુલ્લેઆમ ટ્રાયલમાં પોતાનો ગુનો કબૂલ્યો અને કહ્યું, ‘જ્યારે હું મારા દેશની આઝાદીની ચળવળમાં સામેલ થયો ત્યારે મેં મારા જીવનની બધી આશાઓ છોડી દીધી. હું અમારા ઓછામાં ઓછા એક દુશ્મનને દૂર કરવામાં સક્ષમ હતો. હું મારી ફરજ બજાવી શક્યો. તમે બધા ઈશ્વરની અદાલતમાં મારી ઉમદા ફરજ માટે સાક્ષી બનશો. મુહંમદ શેર અલીને વાઇસરોયની હત્યા કરવા બદલ ફરીથી મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. ફાંસીની સજા આપતા પહેલા શેર અલીએ કહ્યું હતું કે ‘તે પોતાના કામ માટે પસ્તાવો કરી રહ્યો ન હતો, ગર્વ અનુભવતો હતો.’ તેમને 11 માર્ચ, 1872 ના રોજ વિપર આઇલેન્ડ પર ફાંસી આપવામાં આવી. ઇતિહાસકાર શાંતિમોય રોયે તેમને એમ કહીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી કે 'શહીદ મુહંમદ શેર અલી તેમની આવનાર પેઢીના ક્રાંતિકારીઓ માટે રોલ મોડેલ બની ગયો હતો, જે બ્રિટિશરો સામે લડ્યા હતા, કારણ કે તેઓ તેમની બહાદુરી, દેશભક્તિ અને દેશ પ્રત્યેની કટિબદ્ધતાથી પ્રેરિત હતા. '
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)
મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment