Skip to main content

જસ્ટિસ બદરૂદ્દીન તૈયબજી (1844–1906)


જસ્ટિસ બદરૂદ્દીન તૈયબજીનો જન્મ 8 ઓક્ટોબર, 1844 ના રોજ મહારાષ્ટ્રના બોમ્બેમાં થયો હતો. તે એવા પરિવારમાંથી હતા જેમની ત્રણ પેઢીઓએ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેમના પિતાનું નામ તૈય્યબ અલી અને માતાનું નામ અમીના તૈય્યબજી. તૈયબ અલી, જેમણે ઘરેલું અને વિદેશી વેપાર બંનેને પોતાનો વ્યવસાય-સામ્રાજ્ય બનાવ્યું હતું, તેમણે બાળકોને અંગ્રેજી શિક્ષણ આપ્યું. બદરૂદ્દીન ઉર્દૂ, ફારસી, અરબી, ગુજરાતી, મરાઠી અને નાની ઉંમરે થોડું અંગ્રેજી શીખ્યા. તેમણે 1865 માં મોતી બેગમ સાથે લગ્ન કર્યા. તૈયબજી બાર-એટ-લોનો અભ્યાસ કરવા માટે લંડન ગયા. તે ભારત પરત આવ્યા અને બોમ્બેમાં કાયદાની પ્રેક્ટિસ શરુ કરી અને બોમ્બેમાં તે દિવસોમાં સહુથી વધુ ફી ચુકવાતા બેરીસ્ટર બન્યા. તેમના મિત્રો ફિરોઝ શાહ મહેતા અને કાસિનાથ તેલંગ સાથે, તેમણે 1871 માં લોકો વતી આંદોલન કરીને જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. ત્રણેય મિત્રો ‘ત્રણ સ્ટાર્સ’ તરીકે જાણીતા હતા. તેઓ 1873 માં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર બન્યા અને બાદમાં બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં સભ્ય બન્યા. તેમણે બ્રિટિશરોની ભેદભાવપૂર્ણ નીતિઓનો વિરોધ કર્યો. ડિસેમ્બર 1885 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક તરીકે, તેમણે પોતાને ભારતની સ્વતંત્રતાના હેતુ માટે સમર્પિત કર્યા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેની નીતિ નિર્માણમાં પ્રભાવશાળી હતા. તેમણે સર સૈયદ અહેમદ ખાન, સૈયદ અમીર અલી અને નવાબ અબ્દુલ લતીફની દલીલોને પણ નકારી કાઢેલી જેમણે મુસ્લિમોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. ન્યાયાધીશ બદરૂદ્દીન તૈય્યબજીએ 1887 માં મદ્રાસ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ત્રીજા અધિવેશનની અધ્યક્ષતા કરી હતી. તેમણે 1895 માં બોમ્બે હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ ન બન્યા ત્યાં સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મજબૂત બનાવવા માટે સખત મહેનત કરી. તેમણે મુસ્લિમોના વિકાસ માટે સામાજિક-આર્થિક, શૈક્ષણિક સુધારાની માંગ કરી. તેઓ દ્રઢપણે માનતા હતા કે મહિલાઓ માટે આધુનિક શિક્ષણ માત્ર તેમના વિકાસ માટે જ નહીં, પરંતુ સમગ્ર મુસ્લિમ સમુદાયના વિકાસ માટે પણ જરૂરી છે. આથી તેમણે અનેક સમાજ સેવી અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી. તેઓ 1902 માં બોમ્બે હાઈકોર્ટના કામચલાઉ ચીફ જસ્ટિસ બન્યા, બાદમાં 1906 માં તેઓ પૂર્ણકાલીન ન્યાયમૂર્તિ બન્યા. ન્યાયશાસ્ત્રી અને રાષ્ટ્રવાદી તરીકે દેશની સેવા કરનાર તે પ્રથમ ભારતીય હતા. ન્યાયમૂર્તિ બદરૂદ્દીન તૈયબજી, જેમને ‘પહેલા ભારતીય તરીકે, પછી મુસ્લિમ અને અંતે એક સર્વવ્યાપક માનવી’ માનવામાં આવ્યા, 19 ઓગસ્ટ, 1906 ના રોજ ઈંગ્લેન્ડમાં અવસાન પામ્યા.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)

 મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...