Skip to main content

મિર્ઝા બિરજીસ કાદિર બહાદુર (1845-1892)


અવધના નવાબ વાજીદઅલી શાહ અને બેગમ હઝરત મહલના પુત્ર મિર્ઝા બિરજિસ કાદિર બહાદુરનો જન્મ 1845 માં થયો હતો. તેમનું મૂળ નામ મુહંમદ રમઝાન અલી બહાદુર હતું. તેમણે અવધ પાછું મેળવ્યું હતું જેના પર બ્રિટિશરો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો હતો અને તેમની માતા બેગમ હઝરત મહલની દેખરેખ હેઠળ 7 જુલાઈ, 1857 ના રોજ ખૂબ જ નાની ઉંમરે અવધના શાસક બન્યા હતા. બેગમ હઝરત મહલના સક્ષમ નેતૃત્વ હેઠળ સ્થાનિક લડવૈયાઓ, મૂળ શાસકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ બહાદુરીના કારણે બ્રિટિશરો લખનૌથી પીછેહઠ કરી ગયા. બાદમાં, મિર્ઝા બિરજિસ કાદિરને અવધનો નવાબ જાહેર કરાયો. તેમણે લગભગ 10 મહિના અવધ પર રાજ કર્યું. જ્યારે પહેલી નવેમ્બર 1858 ના રોજ રાણી વિક્ટોરિયાની ઘોષણા પ્રકાશિત થઈ,તો સામે 31 ડિસેમ્બર, 1858 ના રોજ બિરજિસ કાદીરના નામે પ્રતિવાદમાં ઘોષણા કરાઈ. બ્રિટિશ સેનાપતિ બિરજીસ કાદિર તરફથી કરવામાં આવેલ પડકાર સહન કરી શક્યા નહીં. પરિણામે, બ્રિટિશ સેનાપતિઓ કોલિન કેમ્પબેલ, હેવલોક, જેમ્સ આઉટરમ અને અન્ય લોકોએ સૈનિકોના ભારે સૈન્ય સાથે લખનૌને ઘેરી લીધું હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી શીખ અને ગુરખાઓ લડ્યા. જોકે લખનઉ અને અવધ સૈનિકોએ તેમની કક્ષાએ શ્રેષ્ઠ લડત આપી હતી, તેમ છતાં તેઓ યુદ્ધ જીતી શક્યા ન હતા. બીજો કોઈ વિકલ્પ નહીં બચતાં બિરજીસ કાદિર અને બેગમ હઝરત મહલને નેપાળના જંગલોમાં પાછા જવું પડ્યું. બેગમનું 1879 માં નેપાળમાં નિધન થયું હતું અને બાદમાં નવાબ વાજીદ અલી શાહનું પણ કલકત્તા ખાતેની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેલમાં અવસાન થયું હતું. વાજિદ અલી શાહના મૃત્યુ પછી, બ્રિટિશરોએ બિરજિસ કાદિર અને તેમના પરિવારને ખતમ કરવા કાવતરું ઘડ્યું હતું. તેઓએ તેમને ચર્ચા માટે કલકત્તા બોલાવ્યા. બ્રિટીશરોના ઘડાયેલ બદઇરાદાથી અજાણ, બિરજીસ કાદિર પરિવાર સાથે કલકત્તા પહોંચ્યા. તેમના પુત્ર ખુર્શીદ કાદિર અને પુત્રી જમાલ આરા બેગમ સાથે મળીને, 13 ઓગસ્ટ, 1893 ના રોજ બ્રિટિશરોએ રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું; તેઓને ઝેરી ખોરાક પીરસાયો. તેનું સેવન કર્યા બાદ ત્રણેયનું મોત નીપજ્યું હતું. જો કે, બિરજીસ કાદિરની પત્ની મોહબ્બત આરા બેગમ અને નાની પુત્રી હુસ્ન અદા બેગમ બચી શકી હતી, કેમ કે તેઓ રાત્રિભોજનમાં સામેલ થયા ન હતા. આમ, મિર્ઝા બિરજિસ કાદિર બહાદુર 14 ઓગસ્ટ, 1892 ના રોજ અંગ્રેજોના કપટ ષડયંત્રનો શિકાર બન્યા હતા.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) 

મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...