રહેમતુલ્લાહ મુહંમદ સયાનીનો જન્મ 5 એપ્રિલ, 1847 ના રોજ બોમ્બેમાં થયો હતો. તેઓ બે પ્રખ્યાત મુસ્લિમ પ્રતિનિધિઓમાંના એક હતા, જેમણે 1885 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં ભાગ લીધો હતો, જે અધિવેશનમાં કુલ ફક્ત 72 સભ્યોએ જ ભાગ લીધો હતો.મુસ્લિમો જયારે ઇંગ્લિશ શિક્ષણ પ્રત્યે ખુબ જાગૃત હતા ત્યારે રહેમતુલ્લાહ 1868 માં પ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ બન્યા. પાછળથી, તેમણે 1870 માં કાયદાની ડિગ્રી મેળવી અને બોમ્બેમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી અને ટૂંકા ગાળામાં જ ખ્યાતિ મેળવી. તેઓ તેમના સામાજિક કાર્યોથી જનતાને આકર્ષિત કરવામાં સફળ રહ્યા અને 1876 માં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયા. પાછળથી, તેઓ 1888 માં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર બન્યા અને તે જ વર્ષે, બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય બન્યા. તેઓ બોમ્બે વિધાન પરિષદમાં ચાલુ રહયા અને 1896 સુધી તે માટે સક્ષમ હતા. રહમતુલ્લાહ મોહમ્મદ સયાની, 1896 માં શાહી વિધાન પરિષદના સભ્ય પણ બન્યા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 12 મા અધિવેશનની અધ્યક્ષતા કરી. તેમણે સમાજના વિવિધ વર્ગોમાં ધાર્મિક સુમેળ અને શાંતિના પ્રોત્સાહન માટે સખત મહેનત કરી. જ્યારે સર સૈયદ અહેમદ ખાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા હતા, ત્યારે તેમણે એ પ્રચારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે મુસ્લિમોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાવા અપીલ કરી અને વિનંતી કરી કે તેઓ સામૂહિક ચળવળમાં જોડાશે ત્યારે જ સામૂહિક સંપત્તિમાં તેમનો ભાગ લેવાનો અધિકાર મેળવી શકશે. રહેમતુલ્લાહ મુહંમદ સયાનીએ ભારતીય રાષ્ટ્રીય ચળવળ માટે મજબૂત પાયો નાંખ્યો. તેમણે લોકોને સમજાવ્યું કે રાષ્ટ્રીય સંપત્તિ કેવી રીતે ખરડાય છે અને પરિણામે ભારતના લોકોને નુકસાન વેઠવું પડે છે. તેમણે બ્રિટીશ કરવેરા પ્રણાલીમાં પક્ષપાતને પડકાર્યો હતો. રહમતુલ્લાહ મુહંમદ સયાનીએ કૃષિ અને દુષ્કાળની સમસ્યાઓ અંગે એક પ્રામાણિક અધ્યયન કર્યો હતો અને સૈદ્ધાંતિકરૂપે સાબિત કર્યું હતું અને બ્રિટીશ શાસકોને ચેતવણી આપી હતી કે ભૂખથી મહાન બળવો કોઈ નહીં થાય. તેમણે દેશને બ્રિટીશ શાસનના શોષણના ચુંગાલમાંથી મુક્ત કરવા અને સાંપ્રદાયિક સુમેળ લાવીને લોકોના જીવનમાં પરિવર્તન લાવવા પોતાનું બલિદાન આપ્યું હતું. રહમતુલ્લાહ મુહંમદ સયાની, જેમને લોકો ‘ભારતનો વાસ્તવિક ભાવનાશીલ દીકરો’ તરીકે ચાહતા હતા,જેઓ 4 જૂન, 1902 ના રોજ અવસાન પામ્યા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)
મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment