Skip to main content

અબાદી બાનો બેગમ (1852-1924)


ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પુરુષોની સમકક્ષ સક્રિય ભાગ લેનાર મહિલા અબાદી બાનો બેગમનો જન્મ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના અમરોહા ગામમાં 1852 માં થયો હતો. તેણીના લગ્ન પ્રીન્સ્લી સ્ટેટ રામપુરના અબ્દુલઅલી ખાન સાથે થયા હતા.તેણીએ નાની ઉંમરે પતિને ગુમાવ્યા હતા,ફરીથી લગ્ન કર્યા નહીં. તેણીને બે પુત્રો મૌલાના મુહંમદ અલી, મૌલાના શૌકત અલી હતા, જે ‘અલી બ્રધર્સ ’ તરીકે પ્રખ્યાત હતા. તેણીએ ભારતીય સ્વતંત્રતા ચળવળના યાદગાર નેતાઓ બનાવવા માટે તેમના બાળકોનું એ પ્રમાણે ઉછેર કર્યો. તેણીની સ્વતંત્રતા ચળવળમાં સામેલ થવાની શરૂઆત હોમ રુલ ચળવળથી થઈ હતી, જેમાં તેણીએ નૈતિક અને સૌથી અગત્યનું, આર્થિક ટેકો આપ્યો હતો. જ્યારે ભારતીય સંરક્ષણ નિયમનો હેઠળ બ્રિટિશ સરકારે ચિંદનવાડ ગામમાં અલી બ્રધર્સની અટકાયત કરી ત્યારે તે તેમની સાથે ગઈ હતી. જ્યારે એક પોલીસ અધિકારીએ તેમના પુત્રોને શરણાગતિ માટે પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેણીએ જડતાથી એમ કહીને ઇનકાર કરી દીધો : ‘જો મારા પુત્રો સરકારની દરખાસ્તને સ્વીકારે તો હું તેમને ગળું દબાવીને મારી નાખીશ. હું આશા રાખું છું કે ખુદા આ વૃદ્ધ મહિલાના હાથોને પૂરતી તાકાત આપે’. અબાદી બાનો પ્રથમ વખત 1917 માં મહાત્મા ગાંધીને મળ્યા હતા.એ પછી તો મહાત્મા ગાંધી હંમેશાં તેમને ‘અમ્મીજાન’ કહીને સંબોધન કર્યું હતું, અને અન્ય તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓએ ગાંધીજીના સંબોધનને અનુસર્યું હતું. તેણીએ મહાત્મા ગાંધી અને અન્ય ખિલાફત નેતાઓને ભારતના પ્રવાસ માટે તમામ આર્થિક મદદ કરી. તેણીએ કલકત્તા ખાતે આયોજિત 1917 માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગના અધિવેશનમાં ભાગ લીધો હતો. તે બેઠકોમાં તેણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એકતા દ્વારા જ સંપૂર્ણ સ્વતંત્રતા હાંસલ કરી શકાશે. તેણીએ 1919 માં ખિલાફત અને અસહકાર આંદોલનમાં રચનાત્મક ભૂમિકા પણ નિભાવી હતી.ઘણી બેઠકોમાં જાહેર કર્યું હતું કે 'તેણીની મહત્વાકાંક્ષા હતી કે દેશના કુતરાઓ અને બિલાડીઓ પણ બ્રિટિશરોની ગુલામી હેઠળ ન રહેવા જોઇએ.' તેથી જ બ્રિટિશ સરકારના અધિકારીએ તેણીને એક 'ખતરનાક વ્યક્તિ' ગણાવી હતી, જેના કારણે તેણીએ વસાહતી શાસન પર પડકાર ફેંક્યો હતો. રાજનીતિમાં ભાગ લેવા ઉપરાંત તેણીએ સમગ્ર ભારતના અનેક મહિલા સંગઠનોને માર્ગદર્શન પણ આપ્યું હતું. એટલી તીવ્ર દેશભક્તિ અને રાષ્ટ્રવાદની ભાવનાથી ભરપુર હતાં કે વૃદ્ધાવસ્થા, માંદગી અને પોલીસના ક્રૂર અત્યાચારની પરવા જરાય કરતા નહીં. રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવનારા ભારતમાતાનાં મહાન ‘અમ્મીજાન’ અબાદી બાનો બેગમે 13 નવેમ્બર, 1924 ના રોજ અંતિમ શ્વાસ લીધા.

- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...