Skip to main content

મુલ્લા અબ્દુલ કય્યુમ ખાન (1853-1906)


મુલ્લા અબ્દુલ કય્યુમ ખાનનો જન્મ 1853 માં મદ્રાસમાં થયો હતો. તેઓ શકિતશાળી બ્રિટીશરો અને નિઝામ સામે લડવા લોકોને જાગૃત કરનારાઓ અગ્રણીઓમાંના એક હતા. નાનપણમાં તેમના માતાપિતા હૈદરાબાદ સ્થાયી થયા હતા. દારૂલ-ઉલૂમમાં ફારસી અને ઉર્દુ શીખ્યા પછી તેમણે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું. તે એક કર્મચારી તરીકે હૈદરાબાદના રજવાડામાં જોડાયા અને ટૂંક સમયમાં ઉચ્ચ પદ પર પહોંચી ગયા. તેઓ 1880 માં પ્રખ્યાત કવયિત્રી સરોજિની નાયડુના પિતા અઘોરનાથ ચટ્ટોપાધ્યાયને મળ્યા. તેમની વચ્ચે વિકસિત મિત્રતા હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે રહી અને હૈદરાબાદ રાજ્યની અનેક ઐતિહાસિક ઘટનાઓ તરફ દોરી ગઈ હતી. અબ્દુલ કય્યુમને નાનપણથી જ જાહેર સેવામાં રસ હતો. તેમણે શિક્ષણ અને જ્ઞાન ફેલાવવાને પ્રાધાન્ય આપ્યું અને તે માટે વિવિધ સંઘઠનો અને સંસ્થાઓની સ્થાપના કરી. અબ્દુલ કય્યુમ ખાને ડો.અઘોરનાથની સાથે "એન્ટી-ચંદા રેલ્વે પ્રોજેક્ટ એજીટેશન" માં સક્રિય ભાગ લીધો હતો અને આ સાથે, તેમણે સામાન્ય લોકોમાં જાગૃતિ પેદા કરી કે તેઓ નિઝામના આદેશોનું અનાદર કરશે, જો તેઓ મોટા પાયા પર લોકોના કલ્યાણ માટે કામ નહિ કરે.. આ કારણોસર, તેમણે નિઝામ દ્વારા હાલાકીનો સામનો કર્યો અને થોડા સમય માટે હૈદરાબાદ રાજ્યમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા.1885 માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાનારા હૈદરાબાદ રાજ્યના પ્રથમ મુસ્લિમ નેતા તરીકે ઇતિહાસ રચ્યો. સર સૈયદ અહેમદ ખાનના નેતૃત્વ હેઠળના કોંગ્રેસ વિરોધી અભિયાનનો સામનો કરવા તેમણે ‘સેફાયર-એ-ડેક્કન’ નામના અખબારમાં નિબંધ લખ્યા. તેમણે તેમના ટીકાકારોને ચૂપ કરવા માટે 1905 માં એક પેમ્ફલેટ પ્રકાશિત કર્યું. તેમણે માત્ર મુસ્લિમોને જ નહીં પરંતુ તમામ લોકોને નિઝામના આદેશોની અવગણના કરવા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાવા હાકલ કરી હતી. 1905 માં બંગાળના ભાગલા વિરુદ્ધના આંદોલનમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને સ્વદેશી આંદોલનને વેગ અને ઉત્સાહ આપ્યો હતો. સાંપ્રદાયિક સુમેળને પ્રોત્સાહન આપવાના તેમના કાર્ય માટે, તેમણે માત્ર 'હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રણેતા' તરીકે નહીં, પણ 'હિન્દુ-મુસ્લિમ એકતાના મૂર્ત સ્વરૂપ' તરીકે પણ લોકોમાં ખુબ નામના મેળવી. તેમના સમાનતાવાદી વિચારો, દેશભક્તિના ઉત્સાહ, વૈશ્વિક ભાઈચારાના આદર્શો સરોજિની નાયડુને 'એક મહાન મુસ્લિમ, એક મહાન ભારતીય અને મહાન માનવી' તરીકે વર્ણવવા માટે પ્રભાવિત કર્યા. આવા મહાન દેશભક્ત મુલ્લા અબ્દુલ કય્યુમ ખાને 27 ઓક્ટોબર, 1906 ના રોજ અંતિમ શ્વાસ લીધા.

- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) 

મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

ખાન અબ્દુલ ગફ્ફર ખાન (1890-1988)

ખાન અબ્દુલ ગફાર ખાન, જેઓ 'સરહદના ગાંધી' તરીકે પ્રખ્યાત હતા, તેમનો જન્મ 1890 માં પેશાવર જિલ્લાના ચારસદ્દાહ તહસીલના ઉત્તમનઝાઈ ગામમાં થયો હતો. તેમના પિતા ખાન બહેરામ ખાન તેમના ગામ ઉત્તમનઝાઈના સરદાર હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. પરંતુ, 1906 માં, ભારતીય સાથીદારો પ્રત્યે બ્રિટિશ અધિકારીઓના ગેરવર્તણૂકને કારણે તેમણે સૈન્ય છોડી દીધું. બાદમાં, તેઓ તેમના ઉચ્ચ શિક્ષણને આગળ ધપાવવા અલીગઢ ગયા. તેમનો અભ્યાસ પૂરો કર્યા વિના તેમની માતાની ઈચ્છા મુજબ તેઓ તેમના વતનના ગામ પાછા ફર્યા. તેમણે તેમના વિસ્તારમાં અનેક પ્રવાસો કર્યા અને લોકોની તકલીફથી વાકેફ થયા. તેમનું માનવું હતું કે લોકોના વિકાસ માટે શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે. આમ, તેમણે પોતાના મિત્ર અબ્દુલ અઝીઝની મદદથી 1910માં ઉત્તમનઝાઈમાં ‘આઝાદ નેશનલ સ્કૂલ’ શરૂ કરી. તેમના પ્રયાસોથી પઠાણોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું. તેમણે 1919 માં રોલેટ વિરોધી આંદોલનમાં ભાગ લઈને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેઓ 1928 માં કલકત્તા ખાતે મહાત્મા ગાંધીને મળ્યા. ત્યારથી તેઓ ગાંધીવાદી વિચારધારાને અનુસરતા થયા. તેમણે 1929માં ‘ખુ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...