1857 ની પ્રથમ સ્વાતંત્ર્યતાની લડતમાં વ્યૂહરચનાકાર તરીકે પ્રખ્યાત અઝીમુલ્લાહ ખાનનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો. એવા સમયે જ્યારે મૂળ શાસકો, રજવાડાઓના વડાઓ કોઈ પણ આયોજનો સાથે બ્રિટિશરો સામે લડવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા હતા, ત્યારે અઝીમુલ્લાહનું મંતવ્ય હતું કે આયોજનબદ્ધ કાર્યવાહી બળના આંધળા ઉપયોગ કરતાં વધુ પરિણામો લાવી શકશે. તેથી, તેમણે બ્રિટિશરો સામે લડવાની વ્યૂહરચના ઘડી કાઢી.તેઓ અંગ્રેજી અને ફ્રેંચ ભાષા શીખ્યા, કાનપુર કોલેજમાં અભ્યાસ કરેલો, જ્યાં તેઓ શિક્ષક બન્યા. કાનપુરના શાસક નાના સાહેબ પેશવાને અઝીમુલ્લાહની પ્રતિભા વિશે જાણ થઈ અને તેમણે તેમના વકીલ બનવાની ઓફર કરી. કાનપુર સ્ટેટની કાયદાકીય બાબતોને પહોંચી વળવા નાના સાહેબના આમંત્રણ પર અઝીમુલ્લાહ ઇંગ્લેન્ડ ગયા, જ્યાં તેઓ બે વર્ષ રહ્યા. ઈંગ્લેન્ડના રોકાણ દરમિયાન તેમણે બ્રિટીશરોના રાજકારણનું નજીકથી અવલોકન કર્યું. ભારત પરત ફરતી વખતે તેમણે અનેક દેશોની મુલાકાત લીધી હતી. જ્યારે તે માલ્તા પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી કે રશિયન સૈનિકોએ માલ્તા ખાતે એંગ્લો-ફ્રેન્ચ સૈન્યને પરાજિત કરી દીધું છે. અને તેથી રશિયન સૈન્યની શક્તિ જાણવા કોન્સ્ટન્ટીનોપલ ગયા. બાદમાં, તેમણે ફ્રાન્સ અને ક્રિમીઆની મુલાકાત લીધી અને સંબંધિત દેશોના શાસકોની રાજનીતિ અને યુદ્ધની વ્યૂહરચનાઓનું અવલોકન કર્યું. આ બધા દેશોની સ્વતંત્રતાની લડતનો તેમના પર પ્રભાવ પડ્યો અને ભારતની સ્વતંત્રતા માટે કામ કરવાની પ્રેરણા મળી હતી. અઝીમુલ્લાહે તે દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો, જે અંગ્રેજો સામેના સંઘર્ષમાં મદદ કરવા તૈયાર હતા. ભારત પાછા ફર્યા પછી, તેમણે નાના સાહેબ સાથે તેમના વિચારો આપ-લે કર્યા અને 1857ના બળવાને સમર્થન આપવા માટે મૂળ શાસકોને પત્ર લખ્યા. તેમના પત્રોમાં, તેમણે અંગ્રેજો સામે બળવો કરવાની જરૂરિયાત સમજાવી. તેમણે અંગ્રેજો વિરુદ્ધ જાહેર અભિપ્રાય ઊભું કરવા માટે હિન્દી અને ઉર્દૂમાં ‘પયામ-એ-આઝાદી’ નામનું એક અખબાર શરૂ કર્યું. તેમણે અવધના બેગમ હઝરત મહેલ, મૌલવી અહમદુલ્લાહ શાહ, ઝાંસીની લક્ષ્મીબાઈ, મુઘલ રાજા ફિરોઝ શાહ,તાતીયા ટોપે અને નાના સાહેબની સાથે બ્રિટિશરો સામેની વ્યૂહરચના ઘડવામાં મદદ કરી. તેઓ જ્યારે નાના સાહેબ, હઝરત મહલ અને અન્ય લોકો સાથે નેપાળના જંગલો તરફ વળ્યા ત્યારે ભારતની આઝાદીની પ્રથમ લડતમાં હારની નજીકની પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યા હતા. ઓક્ટોબર 1859 માં ,બ્રિટિશરો સામે લડવાની નાણાંકીય અને લશ્કરી સહાય મેળવવાના પ્રયત્નો કરતી વખતે અઝીમુલ્લાહ ખાનનું નિધન થયું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)
મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment