Skip to main content

નવાબ સૈય્યદ મુહંમદ (1867-1919)

નવાબ સૈયદ મુહંમદ,‘મૈસુર ટાઇગર’ ટીપુ સુલતાનના વંશજ, તેમનો જન્મ 1867 માં તમિલનાડુ રાજ્યના મદ્રાસમાં થયો હતો. ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે તેમના પિતા મીર હુમાયુના માર્ગદર્શન હેઠળ તેમના કૌટુંબિક વ્યવસાયના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. વ્યવસાય દરમિયાન તેમણે લોક કલ્યાણ અને રાજકીય પ્રવૃત્તિઓમાં પણ રસ લીધો. તેઓ 1894 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. તેઓ 1896 માં મદ્રાસ શહેરના શેરિફ તરીકે ચૂંટાયા. બ્રિટિશ સરકારે તેમને ‘નવાબ’ પદથી નવાજ્યા. તેઓ 1900 માં મદ્રાસ વિધાન પરિષદમાં ચૂંટાયા અને 1901 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સભ્ય પણ બન્યા. નવાબ સૈયદ મુહંમદ, 'મદ્રાસ મહાજન સભા'ના અધ્યક્ષ બન્યા, જે હમ વતનો વચ્ચે સામાજિક-આર્થિક અને રાજકીય જાગૃતિ લાવવાના આશયથી રચવામાં આવી હતી. ગરીબ મુસ્લિમોના વિકાસ માટે તેમણે અનેક નવી સંસ્થાઓની સ્થાપના પણ કરી. નવાબ સૈયદ મુહંમદે ગરીબ ખેડુતો પર ટેક્સનો ઘટાડો કરી ભારણ ઓછું કરવાની માંગ કરી હતી અને સરકારને તકનીકી શિક્ષણને પ્રોત્સાહન આપવા મદદ કરવા પણ કહ્યું હતું. તેમણે 1903 માં મદ્રાસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઓગણીસમા અધિવેશનની બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, તેના રિસેપ્શન કમિટીના પ્રમુખ તરીકે, તેમને વ્યાપક મંજૂરી મળી હતી. સૈયદ મુહંમદ 1905 માં શાહી વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ તેમણે 1906 માં લોર્ડ મિન્ટોને મળવા માટે આવેલા પ્રતિનિધિમંડળના સભ્ય બનવાનો ઇનકાર કર્યો હતો જે મુસ્લિમો માટે અલગ ચુંટણીની માંગ કરતો હતો. જાહેર તમામ મુદ્દાઓ પર તેમણે હંમેશા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ટેકો આપ્યો હતો. 1913 માં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કરાંચી સત્રનું અધ્યક્ષસ્થાન તેમને આપવામાં આવ્યું હતું ,નવાબ સૈયદ મુહંમદે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિકાસને આગળ વધારવા માટે મોટી રકમ દાનમાં આપી અને પોતાની સંપત્તિમાંથી ઘણો ખર્ચ કર્યો હતો. તેને મજબૂત કરવા તેમણે ખૂબ જ પ્રયત્ન કર્યો. એવા સમયે જ્યારે અનેક અગ્રણી મુસ્લિમ નેતાઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે તે ખૂબ જ નિશ્ચિતપણે અડગ રહી તેની સાથે ઊભા રહ્યા હતા અને કોંગ્રેસ વિરોધી પ્રચારનો સામનો કર્યો હતો. નવાબ સૈયદ મુહંમદે આજીજી કરી હતી કે એકતા એકલી જ સ્વતંત્રતાના સમાન ધ્યેયને હાંસલ કરી શકે છે અને જાહેર હિતોને ટેકો આપનારાઓને જ જાહેર લાભમાં પોતાનો હિસ્સો માંગવાનો અધિકાર છે. તેમણે હિન્દુઓ - મુસ્લિમો વચ્ચેના સંઘર્ષને ટાળવાની અપીલ કરી અને બંધુત્વની હિમાયત કરી. નવાબ સૈયદ મુહંમદ કે જે ‘ભારતનો મહાન સપુત’ કહેવાયા, તેમનું 12 નવેમ્બર, 1919 ના રોજ મદ્રાસમાં નિધન થયું.

 - સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) 
મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

ખાન અબ્દુલ ગફ્ફર ખાન (1890-1988)

ખાન અબ્દુલ ગફાર ખાન, જેઓ 'સરહદના ગાંધી' તરીકે પ્રખ્યાત હતા, તેમનો જન્મ 1890 માં પેશાવર જિલ્લાના ચારસદ્દાહ તહસીલના ઉત્તમનઝાઈ ગામમાં થયો હતો. તેમના પિતા ખાન બહેરામ ખાન તેમના ગામ ઉત્તમનઝાઈના સરદાર હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. પરંતુ, 1906 માં, ભારતીય સાથીદારો પ્રત્યે બ્રિટિશ અધિકારીઓના ગેરવર્તણૂકને કારણે તેમણે સૈન્ય છોડી દીધું. બાદમાં, તેઓ તેમના ઉચ્ચ શિક્ષણને આગળ ધપાવવા અલીગઢ ગયા. તેમનો અભ્યાસ પૂરો કર્યા વિના તેમની માતાની ઈચ્છા મુજબ તેઓ તેમના વતનના ગામ પાછા ફર્યા. તેમણે તેમના વિસ્તારમાં અનેક પ્રવાસો કર્યા અને લોકોની તકલીફથી વાકેફ થયા. તેમનું માનવું હતું કે લોકોના વિકાસ માટે શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે. આમ, તેમણે પોતાના મિત્ર અબ્દુલ અઝીઝની મદદથી 1910માં ઉત્તમનઝાઈમાં ‘આઝાદ નેશનલ સ્કૂલ’ શરૂ કરી. તેમના પ્રયાસોથી પઠાણોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું. તેમણે 1919 માં રોલેટ વિરોધી આંદોલનમાં ભાગ લઈને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેઓ 1928 માં કલકત્તા ખાતે મહાત્મા ગાંધીને મળ્યા. ત્યારથી તેઓ ગાંધીવાદી વિચારધારાને અનુસરતા થયા. તેમણે 1929માં ‘ખુ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...