Skip to main content

મૌલવી અબ્દુલ રસૂલ (1872-1917)


મૌલવી અબ્દુલ રસૂલ, જેમણે બંગાળના ભાગલાનો વિરોધ કરતા આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો, તેમનો જન્મ 1872 માં થયો હતો. તેમના પિતા મૌલવી ગુલામ રસૂલ, બંગાળના જમિંદાર હતા. અબ્દુલ રસૂલ 1889 માં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇંગ્લેન્ડ ગયા, જ્યાંથી તેમણે 1898 માં કાયદાની ડિગ્રી મેળવી. તેઓ ડિગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ બંગાળી હતા. તેમણે બંગાળના ભાગલાનો ભારપૂર્વક વિરોધ કર્યો, અને ભાગલા વિરોધી ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો અને લોર્ડ કર્ઝનના અત્યાચાર સામે પોતાનો અવાજ ઉઠાવ્યો. ત્યારથી, તેમણે એક સ્વતંત્રતા સેનાની તરીકે નવું જીવન શરૂ કર્યું. બંગાળના ભાગલાના વિરોધમાં 7 ઓગસ્ટ, 1905 ના રોજ કલકત્તાના ટાઉનહોલ ખાતે મળેલી બેઠકમાં તેમણે ભાગ લીધો હતો. પાછળથી, તેમણે પોતાનો કાયદાનો વ્યવસાય છોડી દીધો અને પોતાની જાતને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના હેતુ માટે સંપૂર્ણ સમર્પિત કરી દીધી. મૌલવી અબ્દુલ રસૂલે લોર્ડ કર્ઝનના દુષ્કૃત્યોની ટીકા કરતાં આખા બંગાળમાં ઘણી સભાઓનું આયોજન કર્યું હતું. તેમણે લોકોને બંગાળના ભાગલાના વિરોધની જરૂરિયાત વિશે સમજાવ્યું અને હિન્દુ - મુસ્લિમો વચ્ચેના સુમેળભર્યા મૈત્રીપૂર્ણ સંબંધો માટે કામ કર્યું. બ્રિટિશ સરકાર તેમના આ મજબૂત ઝુંબેશને સહન ન કરી શકી અને મૌલવીની ધરપકડ કરી શારિરીક અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો. મૌલવી અબુદુલ રસૂલે ટીકા કરી હતી કે બ્રિટિશ શાસકો હિન્દુઓ અને મુસ્લિમોને બંગાળની જેમ વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્રિટિશ સરકારે તેમને ભોગવેલા હોદ્દાઓ પરથી ડીસમીસ કર્યા અને કેટલીય વાર જેલમાં મોકલી દીધા. અબ્દુલ રસૂલે ઘરેલું માલસામાનના ઉપયોગને પ્રોત્સાહિત કરતી ‘સ્વદેશી નીતિ’ અપનાવી. તેમણે મુસ્લિમોની પ્રગતિ અને વિકાસ માટે ‘બંગાળ મુહંમદન એસોસિએશન’ જેવા અનેક સંગઠનોની સ્થાપના કરી હતી,જેના થકી અબ્દુલ રસૂલ બિનસાંપ્રદાયિક રીતે ધર્મનિરપેક્ષતાની વિચારધારા ફેલાવવાનું કામ કરતા હતા. માર્ચ 1907 માં જ્યારે કોમી રમખાણો થયા, ત્યારે તેમણે તે તમામ સ્થળોની મુલાકાત લીધી અને હિન્દુ - મુસ્લિમોની પરસ્પર સલામતી સુનિશ્ચિત કરવા માટે ‘રાખી બંધન’ કાર્યક્રમની હાકલ કરી. મૌલવી અબ્દુલ રસૂલે પણ 1916 માં એન્ની બેસન્ટ દ્વારા શરૂ કરેલા ‘હોમ રુલ ચળવળ’ માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમને આ ચળવળ પ્રત્યે એટલી હદે લાગણી હતી કે તેઓ પણ ઈચ્છતા હતા કે હોમ રૂલ આંદોલનના પ્રતીકવાળી તેમની કાંડા ઘડિયાળ તેમના શરીર સાથે દફનાવવામાં આવે. છેલ્લી ઇચ્છા જાહેર કર્યા પછી તરત જ સપ્ટેમ્બર 1917 માં મૌલવી અબ્દુલ રસૂલનું અવસાન થયું.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) 

મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

ખાન અબ્દુલ ગફ્ફર ખાન (1890-1988)

ખાન અબ્દુલ ગફાર ખાન, જેઓ 'સરહદના ગાંધી' તરીકે પ્રખ્યાત હતા, તેમનો જન્મ 1890 માં પેશાવર જિલ્લાના ચારસદ્દાહ તહસીલના ઉત્તમનઝાઈ ગામમાં થયો હતો. તેમના પિતા ખાન બહેરામ ખાન તેમના ગામ ઉત્તમનઝાઈના સરદાર હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. પરંતુ, 1906 માં, ભારતીય સાથીદારો પ્રત્યે બ્રિટિશ અધિકારીઓના ગેરવર્તણૂકને કારણે તેમણે સૈન્ય છોડી દીધું. બાદમાં, તેઓ તેમના ઉચ્ચ શિક્ષણને આગળ ધપાવવા અલીગઢ ગયા. તેમનો અભ્યાસ પૂરો કર્યા વિના તેમની માતાની ઈચ્છા મુજબ તેઓ તેમના વતનના ગામ પાછા ફર્યા. તેમણે તેમના વિસ્તારમાં અનેક પ્રવાસો કર્યા અને લોકોની તકલીફથી વાકેફ થયા. તેમનું માનવું હતું કે લોકોના વિકાસ માટે શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે. આમ, તેમણે પોતાના મિત્ર અબ્દુલ અઝીઝની મદદથી 1910માં ઉત્તમનઝાઈમાં ‘આઝાદ નેશનલ સ્કૂલ’ શરૂ કરી. તેમના પ્રયાસોથી પઠાણોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું. તેમણે 1919 માં રોલેટ વિરોધી આંદોલનમાં ભાગ લઈને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેઓ 1928 માં કલકત્તા ખાતે મહાત્મા ગાંધીને મળ્યા. ત્યારથી તેઓ ગાંધીવાદી વિચારધારાને અનુસરતા થયા. તેમણે 1929માં ‘ખુ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...