રાષ્ટ્રવાદી ક્રાંતિકારી અશ્ફકુલ્લા ખાન, જેણે પોતાની માતૃભૂમિની મુક્તિ માટે પોતાનો જીવ જોખમમાં મૂકતાં બ્રિટીશ સામ્રાજ્ય સામે બળવો કર્યો હતો, તેનો જન્મ 22 ઓક્ટોબર, 1900 ના રોજ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં શ્રીમંત જમિંદાર પરિવારમાં થયો હતો.પિતાનુ નામ શફીકુલ્લાહ ખાન અને માતાનું નામ મઝહરુન્નિસા બેગમ. માતાના પ્રભાવને લીધે, તેણે સાહિત્યમાં રસ લીધો અને ઉર્દૂમાં વખાણાયેલા કવિ બન્યા. શાળાના દિવસોથી જ તેઓ સરકાર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થયા હતા, તેમની કવિતાઓ દ્વારા સરકાર સામે રોષ વ્યક્ત કર્યો. તેમણે પોતાની ઓળખ રામ પ્રસાદ બિસ્મિલ સાથે કરાવી, જે ‘હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન’ ના પ્રમુખ હતા. શરૂઆતમાં બિસ્મિલ તેની ક્રાંતિકારી સંસ્થામાં અશફાકુલ્લાને સભ્યપદ આપતાં ખચકાતા હતા. પાછળથી, બિસ્મિલને અશફાકુલ્લાની પ્રતિબદ્ધતાની ખાતરી થઈ ગઈ અને તેમને ‘હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન’ ના સભ્ય બનવાની મંજૂરી આપી. બિસ્મિલની આગેવાની હેઠળ અશફાકુલ્લાએ ઘણી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લીધો. શરૂઆતના દિવસોમાં, રામ પ્રસાદ બિસ્મિલે કાકોરી ખાતે સરકારી ખજાનાની ટ્રેન લૂંટવાની યોજના ઘડી હતી, ક્રાંતિ માટે શસ્ત્રો અને દારૂગોળો મેળવવાની જરૂર હતી. અશફાકુલ્લાએ આ વિચારનો વિરોધ કર્યો હતો અને ચેતવણી આપી હતી કે જો લૂંટ ચલાવવામાં આવશે તો સરકાર સંપૂર્ણ બળથી ક્રાંતિકારીઓ પર જુલમ કરશે.જો કે શિસ્તબદ્ધ કાર્યકર અને લોકશાહી મુલ્યોને વરેલા અશ્ફાક, છેવટે બિસ્મિલના વિચાર સાથે સંમત થયા કારણ કે ઓર્ગેનાઇઝનનાં બહુમતી સભ્યોએ તેમને ટેકો આપ્યો હતો. તેમણે યોજનાને સફળતાપૂર્વક અમલમાં લાવવામાં મહત્વની ભૂમિકા પણ ભજવી. 1925 ના 9 ઓગસ્ટના રોજ ટ્રેન કાકોરી ગામમાંથી સરકારી ખજાનો લઇને પસાર થઈ રહી હતી ત્યારે તે લૂંટ થઈ હતી. આ ઘટનાથી બ્રિટીશ સરકાર ચોંકી ગઈ.ક્રાંતિકારીઓ પર આકરા પ્રહારો કર્યા અને ક્રાંતિકારી સંગઠનના સભ્યોની ધરપકડ કરી. આ ઘટના પછી અશ્ફાકુલ્લા ભૂગર્ભમાં જતા રહ્યા. એક વર્ષ પછી, તેમના જ ગામના વિશ્વાસઘાતી કે જેણે પોલીસને માહિતી પૂરી પાડી હતી,ના કારણે દિલ્હીમાં તેમની ધરપકડ કરવામાં આવી. સુનાવણી દરમિયાન, તેમણે કાકોરી ટ્રેન લૂંટની ઘટનાની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લઇને બિસ્મિલને બચાવવાનો ભરચક પ્રયાસ કર્યો હતો. તેમણે પોતાના વકીલની સલાહનું પણ ધ્યાન રાખ્યું નહીં અને પ્રિવી કાઉન્સિલને પત્ર લખ્યો કે તે આખી ઘટના માટે જવાબદાર છે. બાદમાં કોર્ટે અશ્ફાકુલ્લા ખાનને ફાંસીની સજા સંભળાવી હતી. 19 ડિસેમ્બર, 1927 ના રોજ તેને ફૈઝાબાદ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment