Skip to main content

બતક મિયાં અંસારી (1867-1957)


બતક મિયાં અંસારી, જેમણે ગળીનું વાવેતર કરાવતા બ્રિટિશરો દ્વારા મહાત્મા ગાંધીને ઝેર આપી મારી નાંખવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું, તેમનો જન્મ 1867 માં બિહારના મોતીહારીમાં થયો હતો. તેમના પિતાનું નામ મુહમ્મદ અલી અન્સારી હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બિહારમાં ગળીનું વાવેતર કરાવતા બ્રિટિશરો દ્વારા ખેડૂતો ઉપર કરવામાં આવતા અત્યાચારની ફરિયાદોની તપાસ માટે ગાંધીજીને બિહારના ચંપારણ મોકલ્યા હતા. કેમ કે બ્રિટિશ વાવેતરકારોને ડર હતો કે, તપાસમાં તેમના અત્યાચાર ખુલ્લા પાડવામાં આવશે, તેથી તેઓએ ગાંધીજીને ઝેરી ભોજન પીરસીને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું. તેઓએ એમ પણ વિચાર્યું કે, જો કોઈ ભારતીય દ્વારા ભોજન પીરસવામાં આવે, તો તેઓ ખુલ્લા પડશે નહિ. આમ, તેઓએ બતક મિયાં અંસારીની પસંદગી કરી, જે તે સમયે બ્રિટીશ સરકારમાં નાના કર્મચારી હતા. તેમને મહાત્માને ઝેરી ખોરાક પીરસવાના બદલામાં વૈભવી જીવનની ઓફર કરી ,જયારે ના પાડી તો તેમના પર દબાણ બનાવ્યું,ભયંકર પરિણામોની ધમકી આપવામાં આવી હતી. પરંતુ, અન્સારી તેમની ઓફરની લાલચમાં ન આવ્યા અને તેમની ચેતવણીઓને પણ ધ્યાનમાં લીધી નહીં. તેમણે મહાત્મા ગાંધીને સીધા જ જઈને ષડયંત્ર વિશે માહિતી આપી હતી અને મહાભોજન પહેલાં તેમને કાવતરાની ચેતવણી આપી હતી, આના કારણે બતક મિયાંને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને બ્રિટિશ પ્લાન્ટરો દ્વારા ક્રૂર વર્તન કરવામાં આવ્યું હતું. આ ઘટના 1917 માં બની હતી, જેના ડો.રાજેન્દ્રબાબુ પ્રસાદ નજરે જોનારા સાક્ષી હતા. જ્યારે બાબુ રાજેન્દ્ર પ્રસાદે 1950 માં સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે મોતીહારીની મુલાકાત લીધી ત્યારે, તેઓ બતક મિયાં અન્સારીને તરત ઓળખી ગયા અને એમની કંગાળ હાલત જોઈ. રાજેન્દ્ર પ્રસાદે તરત જ તેમને 50 એકર જમીન મંજુર કરી આપી. પરંતુ, અધિકારીઓની ઉદાસીનતાને લીધે આ આદેશો ખૂબ લાંબી અવધિ માટે લાગુ કરી શકાયા નહીં. 1957 માં જ્યારે બતક મિયાં અન્સારીનું નિધન થયું ત્યારે ડો.રાજેન્દ્ર પ્રસાદને તેમના મૃત્યુના સમાચાર મળ્યા અને તેમણે તેમના પરિવારના સભ્યોને 3 ડિસેમ્બર, 1958 ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રણ આપ્યું અને તાત્કાલિક કાર્યવાહી કરી જમીનને તેઓને સોંપવાની કાર્યવાહી કરી. ભારતની સ્વતંત્રતા ચળવળના ઇતિહાસમાં આગવું સ્થાન મેળવવા લાયક બતક મિયાં અન્સારીનું બલિદાન ત્યારે જ ચર્ચામાં આવ્યું જ્યારે 1999માં સ્વાતંત્ર્ય સેનાની સૈયદ ઇબ્રાહિમ ફિકરી (દિલ્હી) એ ઉર્દૂમાં લખેલું તેમનું પુસ્તક 'હિન્દુસ્તાની જંગ-એ-આઝાદી મેં મુસલમાનોકા હિસ્સા' રજૂ કર્યું. અંસારી, જેમણે મહાત્મા ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલ કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું, તેમનું જીવનકાળ એકદમ ગરીબીભર્યું રહ્યું,તેમ છતાં તેમણે ભારતીય રાષ્ટ્રીય ચળવળ અને રાષ્ટ્ર માટે ખૂબ મોટી સેવા આપી,જીવનકાળ દરમિયાન તેમની યોગ્ય કદર થઇ નહિ.ભારતના પ્રથમ રાષ્ટ્રપતિએ કરેલા વચનનો હજી પૂરો અમલ થવાનો બાકી હતો. શ્રીમતી પ્રતીભા પાટીલ(ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ) ના પ્રયત્નોને કારણે લાંબા સમયથી બાકી રહેલી ફાઇલ ખસી રહી હોય તેવું લાગ્યું પરંતુ બતક મિયા અંસારીના પરિવારને સરકાર હજુ સુધી મદદ પૂરી પાડી શકી નથી.

- સૈયદ નસીર અહમદ ( લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...