મૌલાના ઝફરઅલી ખાનનો જન્મ 1873 માં પંજાબ પ્રાંતના સિયાલકોટ જિલ્લાના કોટમર્તા ગામમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે. તેમના પિતા મુનશી સિરાજુદ્દીન ટપાલ ખાતામાં કર્મચારી હતા. ઝફર અલી ખાને ઉચ્ચ શિક્ષણ પટિયાલામાં પૂર્ણ કર્યું હતું અને થોડાક સમય માટે ટપાલ વિભાગમાં કામ કર્યું હતું. બાદમાં તેમણે અલીગઢના મુહમ્મદન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજમાંથી સ્નાતક કર્યું. તેમને નાનપણથી જ સાહિત્યનો ખૂબ શોખ હતો, જેના કારણે તેઓ એક પ્રખ્યાત કવિ બન્યા. સ્નાતક થયા પછી, તેમણે નિઝામ રાજ્ય હેઠળ ઉર્દૂ ભાષાંતર વિભાગમાં કામ કર્યું. તેમણે એન્ટિ-બ્રિટીશ વિચારધારાને કારણે નોકરી છોડી દીધી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્ય હતા અને 1906 માં મુસ્લિમ લીગના સ્થાપક સભ્ય પણ હતા. તેમણે ઉર્દૂ મેગેઝિન 'ઝમીનદાર' નો હવાલો સંભાળ્યો હતો, જેની શરૂઆત તેમના પિતા દ્વારા 1903 માં કરવામાં આવી હતી. તેમણે તેને 1909 માં ડેઈલી ન્યૂઝ પેપરમાં રૂપાંતરિત કર્યું હતું. રાષ્ટ્રીય ચળવળના પ્રચારમાં 'ઝમીનદાર' એ મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના માટે મુહમ્મદઅલી, અબુલ કલામ આઝાદ જેવા વિદ્વાનોએ લેખોનું યોગદાન આપ્યું હતું. ઝફર અલી ખાને મુસ્લિમોને મળેલી સમસ્યાઓ પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી, જેના માટે તેમણે તેમના લખાણો અને ભાષણોમાં બ્રિટિશ શાસકોની ટીકા કરી હતી.તેમના લખાણોને કારણે બ્રિટિશ સરકારે તેમની સામે અનેક પ્રતિબંધો લગાવી દીધા.તેમને 1914 થી 1919 સુધી કોટમર્તા ગામ ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમણે 1919 માં ખિલાફત અસહકાર આંદોલન ફેલાવવા માટે 'ઝમીનદાર' નો એક શક્તિશાળી સાધન તરીકે ઉપયોગ કર્યો હતો. બ્રિટિશ અધિકારીઓની ચેતવણીઓ અને નોટિસનો તેઓને વાંધો નહોતો, તેમની મિલકતો કબજે કરી અને 'ઝમીનદાર' પર પ્રતિબંધ લાદ્યો. બ્રિટિશ સરકારે તેમની 1920 માં ધરપકડ કરી અને પાંચ વર્ષ કેદની સજા સંભળાવી. તેમણે 1928 નો નહેરુ રિપોર્ટ નામંજૂર કર્યો હતો. 1932 માં ફરી એકવાર તેમને જેલની સજા કરવામાં આવી હતી. પાછળથી, 1935-1937 દરમિયાન તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા.તેઓ મુસ્લિમ લીગના ઉમેદવાર તરીકે 1937 માં પંજાબ એસેમ્બલીમાં ચૂંટાયા અને 1946 સુધી આ રીતે ચાલુ રહ્યા. તેમણે 1940 માં 'લીગના પાકિસ્તાન' રીઝોલ્યુશનને ટેકો આપ્યો. ભારતના ભાગલા પછી મૌલાના ઝફર અલી ખાને જુદી જુદી સત્તાવાર અને બિનસત્તાવાર પોસ્ટ લોકોના હેતુ માટે સંભાળી 27 નવેમ્બર, 1956 અંતિમ શ્વાસ સુધી લડ્યા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment