મૌલાના અબ્દુલ કાસીમ ફઝલ-ઉલ-હક, જે ‘બંગાળ ટાઇગર’ તરીકે જાણીતા છે, તેમનો જન્મ 26 ઓક્ટોબર, 1873 ના રોજ ઝાલોકાટી જિલ્લાના સતુરિયા ગામે થયો હતો, જે હવે બાંગ્લાદેશમાં છે. તેમના પિતા ખાઝી મુહમ્મદ વાજિદ એક પ્રખ્યાત વકીલ હતા અને માતાનું નામ સાદુન્નિસા ખાતુન હતું. ફઝલ-ઉલ-હકે આધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો અને ઘરે અરબી, ઉર્દૂ, પારસી ભાષાઓ શીખી અને કલકત્તા યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું. તેઓ 1906 માં ડેપ્યુટી મેજિસ્ટ્રેટ તરીકે સરકારી સેવામાં જોડાયા. 1906 માં ઢાકામાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની રચનામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે 1911 માં નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી હતી. વિદેશી શાસન સામે લોકોમાં જાગૃતિ લાવવા તેમણે એક ન્યુઝ પેપર ‘ડેઇલી નબોજગ’ (ધી ડેઈલી ન્યુ એજ) શરૂ કર્યું. તેમણે મુસ્લિમોના કલ્યાણ માટે અનેક સમાજ અને સંગઠનોની સ્થાપના પણ કરી. તેઓ 1913 માં બંગાળ વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. તેમણે ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જુદા જુદા હોદ્દાઓ સંભાળ્યા હતા. ખિલાફત ચળવળમાં ભાગ લેવા માટે તેમણે 1919 માં કોંગ્રેસના પ્રાથમિક સદસ્યની સાથે કોંગ્રેસમાં તેમના જનરલ સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે અસહકાર આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ શાળાઓ અને કોલેજોનો બહિષ્કાર ન કરે કારણ કે તેનાથી તેમના શિક્ષણને નુકસાન થાય છે. ગરીબો અને ખેડુતોના કલ્યાણ માટે તેમણે 1915 માં કૃષક પ્રજા પાર્ટીની શરૂઆત કરી હતી. તેઓ 1956 સુધી બંગાળ વિધાનસભાના સભ્ય તરીકે ચાલુ રહ્યા. તે 1924 માં બંગાળમાં શિક્ષણ પ્રધાન હતા અને 1935 માં કલકત્તાના મેયર તરીકે કામ કર્યું હતું. તેમણે 1937 માં મુસ્લિમ લીગ છોડી દીધી હતી અને ચૂંટણીમાં કૃષક પ્રજા પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું, જેમાં બંગાળ વિધાનસભાની 250 બેઠકોમાંથી 35 બેઠકો તેમની પાર્ટીએ જીતી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેમનું સમર્થન ન કર્યું હોવાથી, તેમણે મુસ્લિમ લીગની મદદથી સરકાર બનાવી અને મુખ્ય પ્રધાન બન્યા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જમીનદારો અને મકાનમાલિકોના વિરોધ છતાં ખેડૂતોના કલ્યાણ માટે અનેક સુધારાઓ લાવ્યા. જ્યારે જિન્નાએ પક્ષની ફેરબદલ કરી અને પાકિસ્તાનની રચના માટે 1940 માં 'લાહોર ઠરાવ'ને ટેકો આપ્યો તેઓ ત્યારે ફરીથી મુસ્લિમ લીગમાં જોડાયા. જ્યારે મુસ્લિમ લીગ સાથેના વિવાદોને કારણે બંગાળની સરકાર પડી, ત્યારે તેમણે હિન્દુ મહાસભા અને ફોરવર્ડ બ્લોકને ટેકો આપીને સરકારની રચના કરી. 1943 સુધી તેમનું મંત્રાલય સત્તામાં રહ્યું. 1947 માં પાકિસ્તાનની રચના થયા પછી, તેમણે નવી સરકારમાં વિવિધ મંત્રાલયો સંભાળી લીધા. તેઓ 1954 માં પૂર્વ પાકિસ્તાનના મુખ્ય પ્રધાન અને 1956 માં પૂર્વ પાકિસ્તાનના રાજ્યપાલ પણ બન્યા હતા. મૌલાના અબ્દુલ કાસીમ ફજલ-ઉલ-હક, જેમને લોકો 'ખેડૂતના મિત્ર' તરીકે ઓળખાતા હતાં, 27 એપ્રિલ, 1962 ના રોજ ઢાકામાં નિધન થયું હતું.
- સૈયદ નસીર અહમદ (લેખક,ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment