Skip to main content

મૌલાના હસન એહમદ મદની (1879-1957)


મૌલાના હસન અહેમદ મદની, જેઓ માત્ર બ્રિટિશરો સામે સ્વતંત્રતા માટે જ નહીં,પરંતુ જેઓ ભારતના વિભાજનની ઇચ્છા રાખતા ભાગલાવાદીઓની સામે પણ લડ્યા હતા, , તેમનો જન્મ 6 ઓક્ટોબર, 1879 માં ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમણે મક્કા અને મદીનાની યાત્રા કરી, જ્યાં તેમણે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરવામાં લગભગ 16 વર્ષ પસાર કર્યા અને આધ્યાત્મિકતાનું જ્ઞાન મેળવી વિદ્વાન બન્યા. તેમણે પ્રખ્યાત રાષ્ટ્રવાદી મૌલાના મુહમ્મદ હસનની સાથે ‘રેશમી રુમાલ કાવતરા’ માં ભાગ લીધો હતો અને બ્રિટિશ સરકાર દ્વારા 1916 માં ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. તેઓ 1920 માં ભારત પાછા ફર્યા, તેમણે ખિલાફત અને અસહકાર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી. તેમણે બ્રિટીશ આર્મીમાં રહેલા ભારતીયોને તેમાંથી બહાર આવવા અને આઝાદીની લડતમાં સાથ આપવા કોલ આપ્યો હતો, જેના માટે દેશદ્રોહના આરોપો હેઠળ તેમની અટકાયત કરવામાં આવી હતી. હિન્દુઓ અને મુસ્લિમો બંને બ્રિટિશરોના અત્યાચારોનો સામનો કરી રહ્યા હતા અને ગુલામોની જેમ જિંદગી વીતાવતા હોવાથી, તેમણે તેમને અપીલ કરી હતી કે, યોગ્ય માર્ગ બ્રિટિશરો સામે લડવાનો છે. તેમણે એમ પણ જાહેર કર્યું કે બ્રિટિશરોને હરાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે પરસ્પર મિત્રતા અને સંવાદિતાને મજબૂત બનાવવી જોઈએ. મૌલાના મદનીએ મીઠાના સત્યાગ્રહ અને અસહકાર ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 1942 માં ભારત છોડો આંદોલન દરમિયાન તેમને કેદ કરવામાં આવ્યા હતા. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તેમને ઘણી વખત જેલમાં રાખવામાં આવ્યા હતા. મૌલાના મદનીએ ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની અલગતાવાદી વિચારધારાનો વિરોધ કર્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે કોમી દ્વેષની ઉશ્કેરણી ડહાપણ નથી અને મુસ્લિમ લીગનો ‘દ્વિ રાષ્ટ્ર’ સિદ્ધાંત લોકોના સામાન્ય હિતો માટે જોખમી છે. તેમણે પોતાના ભાષણો અને લખાણોમાં મુસ્લિમ લીગના નેતાઓની ખૂબ જ આકરી ટીકા કરી હતી. આઝાદી પછીના યુગ દરમિયાન તેમણે આધ્યાત્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કર્યું. હસન અહેમદ મદનીએ દેવબંદના ‘દાર-ઉલ-ઉલૂમ’ ના મુખ્ય શિક્ષક તરીકે કામ કર્યું હતું જ્યાં બરાબર તે બાળપણમાં જ ભણેલા હતા. તેમણે ‘જમીયત-ઉલ-ઉલમા-હિંદ’ ને પણ લીડ કર્યું અને તેના માર્ગદર્શક રહ્યા હતા. તેમને ‘શેખ-ઉલ-ઇસ્લામ’ તરીકે આદર અને સન્માન મેળવેલ. ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને સ્વતંત્ર ભારતમાં પણ તેમની ભૂમિકા માટે 1954 માં ભારત સરકાર દ્વારા તેમને ‘પદ્મ ભૂષણ’ બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે માતૃભૂમિને એટલો પ્રેમ કરતા કે તેમણે અંતિમ શ્વાસ ભારતમાં જ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમની ઇચ્છા મુજબ, મૌલાના ‘શેખ-ઉલ-ઇસ્લામ’ હસન અહેમદ મદનીએ 6 ડિસેમ્બર, 1957 ના રોજ ભારતની રાજધાની દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા.

- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...