Skip to main content

મૌલાના અહેમદ અલી લાહોરી (1887–1962)


મૌલાના અહમદઅલી લાહોરી, જેમણે આધ્યાત્મિક જ્ઞાન માટે કામ કર્યું હતું અને બ્રિટીશરોના હાથમાંથી દેશની મુક્તિ માટે લડ્યા હતા, તેમનો જન્મ 25 મે, 1887 ના રોજ પંજાબ પ્રાંતના ગુજરાણવાલામાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે. તેમના માતાપિતા ઇચ્છતા હતા કે તે આધ્યાત્મિક વિદ્વાન બને, તેથી તેઓએ અહેમદ અલીને ગુજરાણવાલામાં પવિત્ર કુરાનનો અભ્યાસ કરવા મોકલ્યા. પાછળથી, તેઓ ક્રાંતિકારી નેતા, સ્વતંત્ર સેનાની મૌલાના ઓબેદઉલ્લાહ સિંધી કે જેને બ્રિટિશ સરકાર દ્વારા ‘ખતરનાક વ્યક્તિ’ જાહેર કરવામાં આવ્યા હતા દ્વારા શરૂ કરવામાં આવેલી એક આધ્યાત્મિક શૈક્ષણિક સંસ્થામાં જોડાયા. સ્વતંત્ર વિચારો અને વિચારધારા ધરાવતા અહેમદ અલી તેમના માર્ગદર્શક ઓબેદુલ્લાહથી ખૂબ પ્રેરિત હતા. ઓબેદૂલ્લાહે તેમને પર્સિયન સહિતની ઘણી ભાષાઓ શીખવી હતી અને ઘણા આધ્યાત્મિક વિદ્વાનોના માર્ગદર્શન હેઠળ તેમનો અભ્યાસ આગળ વધારવા માટે જરૂરી ગોઠવણો કરી આપી હતી. અહેદઅલીએ બ્રિટીશ સામ્રાજ્યવાદી શાસકો સામે લડવામાં તેમના માર્ગદર્શક ઓબેદુલ્લાહનો માર્ગ અનુસર્યો હતો. દરમિયાન, ઓબેદુલ્લાહ સિંધીને તેમના માર્ગદર્શક મૌલાના મુહમ્મદ-ઉલ-હસને બીજા સ્વાતંત્ર્ય સેનાની, ભારત બહાર બ્રિટિશરો સામે સશસ્ત્ર લડત ચલાવવા માટે અફઘાનિસ્તાનના રાજાની મદદ મેળવવા માટે મોકલવામાં આવ્યા હતા.મૌલાના ઓબેદુલ્લાહએ કાબુલની તેમની યાત્રામાં ગુપ્ત રીતે સ્વતંત્રતા સેનાનીઓ અને બ્રિટિશ ઇન્ડિયન સૈન્યમાં ભારતીય સૈનિકોની મુલાકાત લીધી હતી. તેમણે તેમને બ્રિટીશ લોકોને સહકાર ન આપવા અને બ્રિટીશ સૈન્ય સામે સશસ્ત્ર લડતમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા. અહેમદ અલી લાહોરીએ ભારતમાં રહીને ઓબેદુલ્લાહ દ્વારા નિર્દેશિત અને દિગ્દર્શિત અનેક કાર્યક્રમોમાં ખૂબ જ સક્રિય ભાગ લીધો હતો. આના પગલે બ્રિટીશ સરકાર દ્વારા મોટા પ્રમાણમાં ધરપકડો કરવામાં આવી. મૌલાના અલી અહેમદ લાહોરીની ધરપકડ 1914 માં દિલ્હીમાં કરવામાં આવી હતી. તેમને કાશ્મીર,જલંધર અને સિમલાની જુદી જુદી જેલોમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો. બાદમાં, તેમને લાહોર શહેરની હદ ન છોડવાની શરતે મુક્ત કરવામાં આવ્યા.તેમણે ઘણા આધ્યાત્મિક પુસ્તકો લખ્યા, અનેક સંસ્થાઓ શરૂ કરી અને આધ્યાત્મિક શિક્ષણમાં ઘણા શિષ્યોને માર્ગદર્શન આપ્યું. મૌલાના અહેમદ અલી લાહોરીનું 16 ઓગસ્ટ, 1962 ના રોજ અવસાન થયું.

- સૈયદ નસીર અહમદ (લેખક ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

ખાન અબ્દુલ ગફ્ફર ખાન (1890-1988)

ખાન અબ્દુલ ગફાર ખાન, જેઓ 'સરહદના ગાંધી' તરીકે પ્રખ્યાત હતા, તેમનો જન્મ 1890 માં પેશાવર જિલ્લાના ચારસદ્દાહ તહસીલના ઉત્તમનઝાઈ ગામમાં થયો હતો. તેમના પિતા ખાન બહેરામ ખાન તેમના ગામ ઉત્તમનઝાઈના સરદાર હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. પરંતુ, 1906 માં, ભારતીય સાથીદારો પ્રત્યે બ્રિટિશ અધિકારીઓના ગેરવર્તણૂકને કારણે તેમણે સૈન્ય છોડી દીધું. બાદમાં, તેઓ તેમના ઉચ્ચ શિક્ષણને આગળ ધપાવવા અલીગઢ ગયા. તેમનો અભ્યાસ પૂરો કર્યા વિના તેમની માતાની ઈચ્છા મુજબ તેઓ તેમના વતનના ગામ પાછા ફર્યા. તેમણે તેમના વિસ્તારમાં અનેક પ્રવાસો કર્યા અને લોકોની તકલીફથી વાકેફ થયા. તેમનું માનવું હતું કે લોકોના વિકાસ માટે શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે. આમ, તેમણે પોતાના મિત્ર અબ્દુલ અઝીઝની મદદથી 1910માં ઉત્તમનઝાઈમાં ‘આઝાદ નેશનલ સ્કૂલ’ શરૂ કરી. તેમના પ્રયાસોથી પઠાણોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું. તેમણે 1919 માં રોલેટ વિરોધી આંદોલનમાં ભાગ લઈને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેઓ 1928 માં કલકત્તા ખાતે મહાત્મા ગાંધીને મળ્યા. ત્યારથી તેઓ ગાંધીવાદી વિચારધારાને અનુસરતા થયા. તેમણે 1929માં ‘ખુ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...