Skip to main content

મૌલાના સઈદ એહમદ (1888-1959)


મૌલાના સઈદ એહમદ, જેમણે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી પેન્શનને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો,કેમકે એમના માનવા મુજબ દેશની આઝાદી માટે લડવાની તેમની આધ્યાત્મિક ફરજ હતી, તેમનો જન્મ 1888 માં દિલ્હી નજીક શાહજહાંનાબાદમાં થયો હતો. તેમણે નાનપણથી જ બ્રિટીશ શાસનની ગુલામીનો વિરોધ કર્યો હતો. તેમણે પોતાની જાતને ઉર્દૂ સાહિત્યના ક્ષેત્રમાં માત્ર એક સારા લેખક અને કવિ જ નહીં, પણ પ્રેરણાદાયી જાહેર વક્તા તરીકે પણ સાબિત કર્યા. મૌલાના સઈદ અહેમદે ‘વલી ઇલાહી’ આંદોલન દ્વારા ભારતીય સ્વાતંત્ર્ય ચળવળમાં પ્રવેશ કર્યો, જે ભારતના સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ પછી બ્રિટીશરોના અનંત અત્યાચારના વિરોધમાં ઉભરી આવ્યું. મૌલાના સઈદ અહેમદે ભારતને આઝાદી મળે ત્યાં સુધી સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખિલાફત આંદોલન સહિત લગભગ તમામ ચળવળો અને કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમને 1921 માં પહેલી વાર એક વર્ષ માટે જેલ થઇ હતી. ત્યારબાદ ફરીથી તેમને 1930 માં બે વર્ષ માટે કેદ કરવામાં આવ્યા, 1932 અને 1940 માં એક-એક વર્ષ માટે. વિદેશી શાસકો પ્રત્યેના તેમના બિનસમાધાનકારી વલણને કારણે, મૌલાના સઈદ અહેમદને ફરીથી 1942 માં ત્રણ વર્ષ માટે કેદ કરવામાં આવ્યા અને તેમણે એકાંત ઓરડીમાં સમય પસાર કરવો પડ્યો. લાંબા સમય સુધી કારાવાસને કારણે મૌલાના સઈદ એહમ્મદને તેમની કાવ્ય કુશળતા વિકસાવવામાં મદદ મળી. તેમણે પોતાની આ કવિતા તેમના તખલ્લુસ ‘આસિર’ સાથે લખી. મૌલાના સઈદ અહેમદે, જોકે મૂળભૂત રીતે અહિંસામાં વિશ્વાસ કરતા હતા, લોકોને જરૂર પડ્યે સશસ્ત્ર લડત માટે તૈયાર રહેવાની અપીલ કરી હતી. તેમણે રાજનીતિમાં ધર્મની દખલનો સખત વિરોધ કર્યો. અને, તેમણે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગના વિભાજનકારી કોમી રાજનીતિનો સખત વિરોધ કર્યો. મૌલાના સઈદ અહેમદે તો રાષ્ટ્રના વિભાજન માટે મોહમ્મદ અલી ઝીણાની સાથે જવાહરલાલ નહેરુ અને વલ્લભભાઇ પટેલને પણ જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે દેશમાં ભાગલા થયા પછી ગભરાઈ ગયેલા લોકોમાં વિશ્વાસ ઊભો કરવા બેઠકો અને પરિષદોનું આયોજન કર્યું હતું. ભારતના ભાગલા વખતે કોમી રમખાણો ફાટી નીકળ્યા પછી ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો ત્યારે મૌલાના અહેમદ સઇદે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. મૌલાના સઇદે સૌ પ્રથમ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ લાલ કિલ્લામાં મુશાયરો યોજ્યો. મૌલાના અહેમદે શરૂ કરેલી મુશાયરાની પરંપરા દર વર્ષે લાલ કિલ્લા પર પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ચાલુ છે. મૌલાના સઈદ અહેમદ, જે એક મહાન કવિ, પ્રેરણાદાયક વક્તા અને પ્રતિબદ્ધ સ્વાતંત્ર્ય સેનાની હતા, 4 ડિસેમ્બર, 1959 ના રોજ અવસાન પામ્યા.

- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...