સૈયદ અતાઉલ્લાહ શાહ બુખારી, તેમના જ્વલંત ભાષણોથી લોકોને ભારતીય રાષ્ટ્રીય ચળવળ તરફ પ્રેરણા આપનારા એક મહાન વક્તા, 23 સપ્ટેમ્બર, 1892 ના રોજ બિહારના પટનામાં તેમનો જન્મ થયો હતો. તેમની માતાનું નામ ફાતિમા અને પિતાનું નામ ઝિયાઉદ્દીન અહેમદ હતું. તેમનો પરિવાર ગુજરાતમાં સ્થળાંતર થયા અને પછી પાકિસ્તાન. તેમણે ફારસી, અરબી અને ઉર્દૂ ભાષાઓ શીખી અને ત્યાં જ આધ્યાત્મિક અભ્યાસ પૂરો કર્યો. અતાઉલ્લાહ શાહ બુખારી 1914 માં પંજાબના અમૃતસર આવ્યા, જ્યાં તેમણે શિક્ષક તરીકેની કારકીર્દિની શરૂઆત કરી. તેઓ એન્ટિ-બ્રિટીશ કુટુંબના હોવાના કારણે, તેમણે 1916 થી એન્ટિ-બ્રિટીશ શિક્ષણ - ઉપદેશો આપવાના શરૂ કર્યા. તેમણે 1921 માં ખિલાફત ચળવળમાં ભાગ લઈ રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. અતાઉલ્લાહ શાહ બુખારીને બ્રિટિશ શાસકોના સામ્રાજ્યવાદી સ્વભાવ અને તેમની કાવતરાંની ટીકા કરતાં જોરદાર પ્રવચનોથી તેમને પ્રેરણાદાયક વક્તા તરીકેની ખ્યાતિ મળી. આથી સ્વાભાવિક રીતે બ્રિટિશ સરકારને ચિંતા થઈ, જેણે તેમની સામે નિર્દય રીતે તેમની શક્તિનો ઉપયોગ કર્યો. ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં તેમની ભૂમિકા માટે તેમણે લાઠીચાર્જ અને જેલવાસનો સામનો કરવો પડ્યો. તેઓ મહાત્મા ગાંધી સાથે નજીકથી આગળ વધી રહ્યા હતા. અતાઉલ્લાહ શાહ બુખારીએ આખા ભારતની યાત્રા કરી, લોકોને અપીલ કરી કે પોતાનું વર્ચસ્વ મેળવવા માટે તમામે અંગ્રેજો સામેની લડતમાં એક થવું પડશે. તેમણે માત્ર હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે જ નહીં, પણ દેશના તમામ સમુદાયોમાં એકતા માટે અભિયાન ચલાવ્યું. તેમણે મુસ્લિમોના આધ્યાત્મિક અને સામાજિક વિકાસ માટે 1929 માં પંજાબ સ્થિત ‘મજલિસ-એ-એહરાર ઇસ્લામ હિંદ’ નામની એક સંસ્થા શરૂ કરી. સૈયદ અતાઉલ્લાહ શાહ બુખારી અને તેમના અનુયાયીઓએ અસહકાર ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેઓ ‘જમિયત - ઉલ-ઉલમા-એ-હિંદ’ માં ખૂબ સક્રિય હતા. અતાઉલ્લા શાહે જાહેર કર્યું કે આઝાદી માટે લડવું એ દરેકની ફરજ અને જવાબદારી છે. તેમણે મુસ્લિમ લીગના વિભાજનકારી રાજકારણનો સખત વિરોધ કર્યો અને તેમના આધ્યાત્મિક જ્ઞાન અને પ્રેરણાદાયી વ્યાખ્યાનો દ્વારા રાષ્ટ્રના ભાગલા માટે મુસ્લિમ લીગના અભિયાનનો પ્રતિકાર કર્યો. સૈયદ અતાઉલ્લાહ શાહ બુખારી આઝાદી પછી તેમના વતનના ગામે પરત ફર્યા અને રાજકારણથી દૂર રહ્યા. અતાઉલ્લાએ પોતાને સામાજિક સુધારણાની પ્રવૃત્તિઓમાં મર્યાદિત કર્યા, જેના દ્વારા તેમણે મહિલાઓના સશક્તિકરણ અને લોકોના આધ્યાત્મિક, સામાજિક વિકાસ માટે કામ કર્યું. સૈયદ અતાઉલ્લાહ શાહ બુખારીએ 21 ઓગસ્ટ, 1961 ના રોજ અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment