'ભારતના વડા પ્રધાન પદ માટે નહેરુની પછી દાવેદાર કોણ હતા?', તેવા મોટા સવાલના જવાબ તરીકે રફી એહમદ કિદવઈ કહી શકાય, ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાના મસૌલી ગામે ઈમ્તિયાઝ અલી કિદવઈ અને રશી-ઉલ-નિસાના ઘરે 18 ફેબ્રુઆરી, 1894 ના રોજ જન્મ લીધો હતો. રફીએ દસ વર્ષની ઉંમરે તેની માતાને ગુમાવી અને તેનો ઉછેર તેમના કાકા ઇનાયતઅલી દ્વારા કરવામાં આવ્યો, જેમની પાસેથી તેમને એન્ટિ-બ્રિટીશ વિચારધારા વારસામાં મળી. જ્યારે તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા, ત્યારે તેમને ખુલ્લા બ્રિટિશ વિરોધી વિચારો માટે 'ડેન્જરસ વ્યક્તિ' તરીકે ઓળખવામાં આવ્યા હતા. મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય આંદોલનમાં જોડાવવા કરેલા આહવાનમાં તેમણે અલીગઢ છોડ્યું અને આંદોલનમાં જોડાયા. તેમણે બારાબંકી જિલ્લામાં ખિલાફત અસહકાર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. ત્યારથી, તેમણે રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેઓ એક જમીનદારી પરિવારમાંથી આવતા હતા, તેમ છતાં પણ આશ્ચર્યજનક મક્કમ વિચારધારાને ધ્યાનમાં રાખીને,જમીનદારી સિસ્ટમ નાબૂદ કરવાની હાકલ કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની નીતિઓમાં પરિવર્તનની આશાએ તેઓ વિધાનસભામાં પ્રવેશવા સંમત થયા હતા. તેમણે મોતીલાલ નહેરુના નેતૃત્વ હેઠળ 1935 માં યોજાયેલી ચૂંટણીમાં જીત મેળવી હતી અને પ્રધાન બન્યા હતા. પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન રફી અહેમદે અનેક સુધારાઓનો પ્રસ્તાવ મૂક્યો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેમને ઓક્ટોબર, 1940 માં યુદ્ધ વિરોધી સત્યાગ્રહ આંદોલનનું સંચાલન કરવાની જવાબદારી સોંપી, જે તેમણે સફળતાપૂર્વક પૂરી કરી. તે આંદોલન દરમિયાન રફી અહેમદ કિદવઈની ધરપકડ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય આંદોલન દરમિયાન તેમણે જેલમાં કુલ દસ વર્ષ ગાળ્યા. ભારત છોડો આંદોલન પછી મોટાભાગના નેતાઓ જેલમાં હતા ત્યારે મુસ્લિમ લીગે પોતાને મજબૂત બનાવવાનું શરૂ કર્યું. તે સમયે, તેમણે બધી ક્ષમતાઓ સાથે લીગનો સામનો કરવો પડ્યો. તેમણે લીગની વિભાગીય યુક્તિઓને નિષ્ફળ બનાવવા માટે એક મેગેઝિન ‘કૌમી આવાઝ’ની શરૂઆત કરી અને સેક્યુલર વિચારોને ફેલાવવા માટે‘ નેશનલ હેરાલ્ડ ’જેવા ન્યૂઝ પેપર્સમાં પણ ઘણા લેખો લખ્યા. ભારતની અખંડિતતા અને સંસ્કૃતિ પ્રત્યે તેમને ભારે આદર હતો. આમ તેમણે ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે પોતાને સમર્પિત કર્યું. તેમને લાગ્યું કે, ભારતના ભાગલા એટલે સામાન્ય અખંડિતતાની સંસ્કૃતિનું વિભાજન. તેમણે 1947 પછી, જ્યારે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું ત્યારે જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં જુદા જુદા હોદ્દાઓ સંભાળ્યા. સરકારમાં અને સિવિલ સોસાયટીમાં અસરકારક ભૂમિકા ભજવનાર રફી અહેમદ કિદવઈ, જનતા દ્વારા ખૂબ આદર પામ્યા હતા. 24 ઓક્ટોબર, 1954 ના રોજ દિલ્હીમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેઓ છાતીમાં દુખાવા સાથે ઢળી પડતાં અવસાન પામ્યા હતા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment