Skip to main content

શબ્બીર હસન ખાન મલિહાબાદી (1894-1982)


શબ્બીર હસન ખાન મલિહાબાદી, જેમણે પોતાની સાહિત્યિક કુશળતાથી બ્રિટિશ શાસકો પર હુમલો કરીને ક્રાંતિકારી કવિ તરીકે ખ્યાતિ મેળવી હતી, તેમનો જન્મ 5 ડિસેમ્બર, 1894ના રોજ ઉત્તર પ્રદેશના લખનૌ જિલ્લાના મલિહાબાદમાં થયો હતો. તેમણે આગ્રા અને શાંતિ નિકેતનમાં શિક્ષણ મેળવ્યું. પરંતુ 1914 માં તેમના પિતાના આકસ્મિક અવસાનને કારણે તેમણે તેમનો અભ્યાસ બંધ કરવો પડ્યો. તેમણે સ્વ-અભ્યાસ દ્વારા અરબી, ફારસી, ઉર્દૂ અને અંગ્રેજી શીખ્યા. તેમને તેમના દાદા અને પિતા બશીર અહેમદ ખાનની કાવ્યાત્મક પ્રતિભા વારસામાં મળી હતી. તેમણે પ્રખ્યાત કવિ વહિદુદ્દીન સલીમ પાણીપતિના માર્ગદર્શન હેઠળ કવિતા લખવાનું શરૂ કર્યું. હસનની કવિતાઓ ભાવનાત્મક અને હૃદય સ્પર્શી હતી. તેમનું મૂળ ગામ મલિહાબાદ હોવાથી એક કવિ તરીકે તેઓ ‘શબ્બીર હસન ખાન જોશ મલિહાબાદી’ તરીકે પ્રખ્યાત થયા. તેમનો પહેલો કાવ્યસંગ્રહ 'રુહ-એ-આદાબ' 1920માં બહાર પડયો હતો. તેમણે 1924-34 દરમિયાન નિઝામ રાજ્યના અનુવાદ વિભાગમાં કામ કર્યું હતું. પરંતુ તેમણે અંગ્રેજ શાસકો સાથે નિઝામ નવાબની મિત્રતાનો વિરોધ કર્યો અને નોકરી છોડી દીધી. તેમણે 1935 માં એક ઉર્દૂ સાહિત્યિક સામયિક ‘કલીમ’ શરૂ કર્યું. તેમણે બ્રિટિશ સરકારના અત્યાચારોની ટીકા કરતા અને અંગ્રેજોના કુશાસન હેઠળ લોકોની મુશ્કેલીઓનું વર્ણન કરતા લેખો અને કવિતાઓ પ્રકાશિત કરી. તેમણે ભારતીય સ્વતંત્રતા સંગ્રામને ખુલ્લેઆમ ટેકો આપ્યો અને લોકોને આંદોલન તરફ પ્રોત્સાહિત કર્યા. તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓને પ્રેરણા આપવા માટે ‘ઈન ધ નેમ ઓફ ધ સન્સ ઓફ ઈસ્ટ ઈન્ડિયા કંપની’, ‘રિવોલ્ટ(વિદ્રોહ)’, ‘ધ બ્રોકન વોલ્સ ઓફ ધ જેલ(જેલની તૂટેલી દિવાલો)’, ‘ડ્રીમ્સ ઓફ ડીફિટેડ પ્રીજનર્સ(પરાજિત કેદીઓના સપના)’ જેવી અનેક કવિતાઓ લખી. બ્રિટિશ સરકાર તેમના ક્રાંતિકારી લખાણોથી નારાજ હતી. તેમના લખાણોએ તેમને લોકોમાં 'ક્રાંતિકારી કવિ' તરીકે ખ્યાતિ અપાવી. 1947 માં દેશના વિભાજન પછી, તેમના મિત્રો દ્વારા તેમના પર દબાણ હોવા છતાં તેમણે ભારત છોડ્યું ન હતું. તેમણે 1948-55 દરમિયાન ભારત સરકાર દ્વારા પ્રકાશિત થતા 'આજકલ' ઉર્દૂ દૈનિક સમાચાર પત્રના સંપાદક તરીકે કામ કર્યું. તેમણે અનેક હિન્દી ફિલ્મોના ગીતો પણ લખ્યા છે.ઉર્દૂ ભાષા સાથે કોઈ ન્યાય કરવામાં નહીં આવે એ ભાવના સાથે, તેમણે જવાહરલાલ નેહરુ અને અન્ય નજીકના મિત્રો દ્વારા કરવામાં આવેલી વિનંતીને નકારીને, 1956 માં પાકિસ્તાન સ્થળાંતર કર્યું. હસન ખાન મલિહાબાદીએ કરાંચીથી પણ ઉર્દૂ ચળવળનું સક્રિય નેતૃત્વ કર્યું હતું. તેમની ઓટો બાયોગ્રાફી ‘યાદો કી બારાત’ને વાચકોએ ખુબ વખાણી હતી.ભાષા અને સાહિત્યક્ષેત્રમાં તેમની ઉત્તમ વિદ્વતાપૂર્ણ કુશળતા માટે તેમને 'ઉર્દૂના રાજા' તરીકે ખ્યાતિ મળી. તેમણે કુલ 27 કાવ્યસંગ્રહો બહાર પાડ્યા. પાકિસ્તાનમાં સ્થાનિક રાજકારણના કારણે તેમને ત્યાં પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, કવિ તરીકે લોકો માટે પ્રતિબદ્ધ શબ્બીર હસન ખાન મલિહાબાદીએ 22 ફેબ્રુઆરી, 1982ના રોજ અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

ખાન અબ્દુલ ગફ્ફર ખાન (1890-1988)

ખાન અબ્દુલ ગફાર ખાન, જેઓ 'સરહદના ગાંધી' તરીકે પ્રખ્યાત હતા, તેમનો જન્મ 1890 માં પેશાવર જિલ્લાના ચારસદ્દાહ તહસીલના ઉત્તમનઝાઈ ગામમાં થયો હતો. તેમના પિતા ખાન બહેરામ ખાન તેમના ગામ ઉત્તમનઝાઈના સરદાર હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. પરંતુ, 1906 માં, ભારતીય સાથીદારો પ્રત્યે બ્રિટિશ અધિકારીઓના ગેરવર્તણૂકને કારણે તેમણે સૈન્ય છોડી દીધું. બાદમાં, તેઓ તેમના ઉચ્ચ શિક્ષણને આગળ ધપાવવા અલીગઢ ગયા. તેમનો અભ્યાસ પૂરો કર્યા વિના તેમની માતાની ઈચ્છા મુજબ તેઓ તેમના વતનના ગામ પાછા ફર્યા. તેમણે તેમના વિસ્તારમાં અનેક પ્રવાસો કર્યા અને લોકોની તકલીફથી વાકેફ થયા. તેમનું માનવું હતું કે લોકોના વિકાસ માટે શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે. આમ, તેમણે પોતાના મિત્ર અબ્દુલ અઝીઝની મદદથી 1910માં ઉત્તમનઝાઈમાં ‘આઝાદ નેશનલ સ્કૂલ’ શરૂ કરી. તેમના પ્રયાસોથી પઠાણોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું. તેમણે 1919 માં રોલેટ વિરોધી આંદોલનમાં ભાગ લઈને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેઓ 1928 માં કલકત્તા ખાતે મહાત્મા ગાંધીને મળ્યા. ત્યારથી તેઓ ગાંધીવાદી વિચારધારાને અનુસરતા થયા. તેમણે 1929માં ‘ખુ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...