Skip to main content

સૈયદ શાહ કાદરી બિયાબની (1894–1969)


બ્રિટિશ શાસનના પ્રબળ વિરોધી અને પોતાની જાતને સંપૂર્ણરીતે ભારતીય સ્વતંત્રતા ચળવળને સમર્પિત કરનાર સૈયદ શાહ મોહિઉદ્દીન કાદરી બિયાબનીનો જન્મ 1894 માં આંધ્રપ્રદેશના કુર્નુલ જિલ્લાના કુમ્બુમ ખાતે, એક શ્રીમંત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ સૈયદ ગૌસે પીર કાદરી બિયાબની હતું, જે ‘અલ્લાહ શફી’ તરીકે જાણીતા પ્રખ્યાત ડોક્ટર હતા અને માતાનું નામ રૂકૈયા બી. સૈયદ શાહ કાદરી બિયાબનીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ કુમ્બુમ હાઇસ્કૂલમાંથી કર્યું હતું. પાછળથી, મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજમાંથી સ્નાતક થયા અને અલીગઢની મુહમ્મદન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજમાં લો કોર્સમાં જોડાયા. જ્યારે તે અલીગઢ ખાતે હતા, ત્યારે તેમનો પરિચય ડો. જાકીર હુસેન સાથે થયો, જેના કારણે તેમનું જીવન ભારતીય રાષ્ટ્રીય ચળવળ તરફ વળ્યું.ડો.બાબુ રાજેન્દ્ર પ્રસાદ જેવા રાષ્ટ્રીય ચળવળના નેતાઓને ગુપ્ત રીતે મળવા બદલ જયારે તેમની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેમણે ત્રણ દિવસ માત્ર મીઠું લઈને ભૂખ હડતાળ પર ઉતરીને અટકાયતનો વિરોધ કર્યો હતો. જ્યારે તે આગ્રા જેલમાં હતા ત્યારે તેમણે મૌલાના અબુલ કલામ આઝાદ સાથે આત્મીયતા વિકસાવી હતી. તેલુગુ, ઉર્દૂ, કન્નડ, તમિલ અને અંગ્રેજી ભાષાઓમાં તેમની સજ્જતાએ, તેમને અબ્દુલ કલામ આઝાદની ‘તફસીર-એ-કુરાન’ લખવામાં સહાય કરવા સક્ષમ બનાવ્યા. તેમણે બ્રિટિશ સરકાર દ્વારા રજૂ કરેલા ડેપ્યુટી કલેક્ટરના પદને નકારી કાઢતાં કહ્યું હતું કે ‘અંગ્રેજોકા ગુલામગિરી નહીં કરુંગા’ (હું બ્રિટીશના ગુલામ તરીકે સેવા આપવા માંગતો નથી). તેમણે મે 1923 માં ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ચળવળમાં ભાગ લીધો હતો. તેમણે ખાનપુર ખાતે રાષ્ટ્રીય ધ્વજ સત્યાગ્રહમાં હાજરી આપી હતી, અને આંધ્ર પ્રાંત કોગ્રેસ સમિતિના સભ્ય તરીકે સરકારના આદેશોનો ભંગ કર્યો હતો. ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા બદલ તેમને અગિયાર મહિનાની કેદની સજા ફટકારાઈ હતી. તેમણે કહ્યું કે ‘હું મુસ્લિમ છું. હું મારા ધર્મનો આદર કરું છું અને હું અલ્લાહનો આદર કરું છું. પરંતુ, મને ભારતીય કહેવામાં ગર્વ છે.’ તેમના જીવનમાં મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મજબૂત કરવા 500 એકર જમીન દાનમાં આપી. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની સેવાઓ આપીને, આઝાદી પછી ભારત સરકાર દ્વારા અપાયેલી 15 એકર જમીન પણ દાનમાં આપી હતી. આંધ્રપ્રદેશ વિધાન પરિષદના સભ્ય તરીકે કામ કરતાં, સૈયદ શાહ મોહિઉદ્દીન કાદરી બિયાબનીએ 1 ઓક્ટોબર, 1969 ના રોજ અંતિમ શ્વાસ લીધા.

- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

ખાન અબ્દુલ ગફ્ફર ખાન (1890-1988)

ખાન અબ્દુલ ગફાર ખાન, જેઓ 'સરહદના ગાંધી' તરીકે પ્રખ્યાત હતા, તેમનો જન્મ 1890 માં પેશાવર જિલ્લાના ચારસદ્દાહ તહસીલના ઉત્તમનઝાઈ ગામમાં થયો હતો. તેમના પિતા ખાન બહેરામ ખાન તેમના ગામ ઉત્તમનઝાઈના સરદાર હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. પરંતુ, 1906 માં, ભારતીય સાથીદારો પ્રત્યે બ્રિટિશ અધિકારીઓના ગેરવર્તણૂકને કારણે તેમણે સૈન્ય છોડી દીધું. બાદમાં, તેઓ તેમના ઉચ્ચ શિક્ષણને આગળ ધપાવવા અલીગઢ ગયા. તેમનો અભ્યાસ પૂરો કર્યા વિના તેમની માતાની ઈચ્છા મુજબ તેઓ તેમના વતનના ગામ પાછા ફર્યા. તેમણે તેમના વિસ્તારમાં અનેક પ્રવાસો કર્યા અને લોકોની તકલીફથી વાકેફ થયા. તેમનું માનવું હતું કે લોકોના વિકાસ માટે શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે. આમ, તેમણે પોતાના મિત્ર અબ્દુલ અઝીઝની મદદથી 1910માં ઉત્તમનઝાઈમાં ‘આઝાદ નેશનલ સ્કૂલ’ શરૂ કરી. તેમના પ્રયાસોથી પઠાણોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું. તેમણે 1919 માં રોલેટ વિરોધી આંદોલનમાં ભાગ લઈને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેઓ 1928 માં કલકત્તા ખાતે મહાત્મા ગાંધીને મળ્યા. ત્યારથી તેઓ ગાંધીવાદી વિચારધારાને અનુસરતા થયા. તેમણે 1929માં ‘ખુ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...