ગાંધીજી અને અલી ભાઈઓના આહ્વાનના જવાબમાં રાષ્ટ્રીય ચળવળમાં જોડાયેલા ડૉ. ખ્વાજા અબ્દુલ હમીદનો જન્મ 31 ઑક્ટોબર, 1898ના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયો હતો. 1913માં કાનપુર મસ્જિદ વિધ્વંસ સામેના આંદોલન દરમિયાન અંગ્રેજ અધિકારીઓ અને પોલીસની ઉચાપત જોઈને તેમણે સંસ્થાનવાદી શાસન સામે નારાજગી દર્શાવી હતી. જ્યારે અલી ભાઈઓ અને ગાંધીજીના નેતૃત્વમાં ખિલાફત અને અસહકારની ચળવળ શરૂ થઈ ત્યારે તેઓ કોલેજમાં ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા હતા. સરકારી ભંડોળથી ચાલતી કોલેજોનો બહિષ્કાર કરવા ગાંધીજીએ આપેલા આહ્વાનના જવાબમાં, તેમણે કોલેજ છોડી દીધી અને અલ્હાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આંદોલનમાં દોરી ગયા. અવજ્ઞાના આ કૃત્યને કારણે, કોલેજ મેનેજમેન્ટે, બ્રિટિશ સત્તાવાળાઓના આદેશ પર, તેમને કોલેજમાંથી હાંકી કાઢ્યા. 1921 માં, તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર તરીકે ખિલાફત અને અસહકાર ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. તેમણે અલી બ્રધર્સ અને ગાંધીજીની દરખાસ્તને ટેકો આપ્યો, જે વિદ્યાર્થીઓએ સરકારનો બહિષ્કાર કર્યો હતો એવા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદી વિચારો પ્રસ્થાપિત કરવા માટે માટે જામિયા મિલિયા ઈસ્લામિયાની સ્થાપના કરી. બાદમાં, તેમણે જામિયા મિલિયા ઈસ્લામિયામાં રસાયણશાસ્ત્રના લેક્ચરર તરીકે કામ કર્યું. તેમણે તેમના સાથી ડૉ. જાકીર હુસૈન સાથે મળીને રાષ્ટ્રીય ચળવળમાં ભૂમિકા ભજવી હતી. જ્યારે 1924 માં અસહયોગ ચળવળ બંધ કરવામાં આવી, ત્યારે તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈંગ્લેન્ડ ગયા અને બાદમાં તેઓ જર્મની ગયા કારણ કે તેમને સંસ્થાનવાદી દેશમાં અભ્યાસ કરવાનું પસંદ ન હતું. તેમણે બર્લિન યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં ડોક્ટરેટ કર્યું અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની સ્થાપના અને દવાઓનું ઉત્પાદન કરવા અને ઊંડું જ્ઞાન મેળવવા માટે 1927 માં અન્ય ઘણા દેશોનો પ્રવાસ કર્યો. તેઓ 1931 માં બોમ્બેમાં સ્થાયી થયા અને વિવિધ સંશોધન પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક હાથ ધરીને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં તેમની કારકિર્દીના શિખરે પહોંચ્યા. તેમણે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને તેમની મુખ્ય કારકિર્દી બનાવી હોવા છતાં, તેઓ જાહેર જીવનથી દૂર નહોતા. તેમણે ડો. જાકીર હુસૈનના માર્ગદર્શન હેઠળ ચાલતા જામિયા મિલિયા ઈસ્લામિયાને સમર્થન આપ્યું. તેમણે 1937માં બોમ્બેની લેજિસ્લેટિવ કાઉન્સિલ માટે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને જીતી ગયા. ભલે મુહમ્મદ અલી ઝીણાએ તેમની સામે કોઈને મેદાનમાં ઉતાર્યા અને વ્યક્તિગત રીતે પ્રચાર કર્યો, પણ તેઓ હમીદની જીતને નિષ્ફળ કરી શક્યા નહીં. તેમણે મુસ્લિમ લીગના ભારતના ભાગલાના ઠરાવનો ઉગ્ર વિરોધ કર્યો. 1937 થી 1962 સુધી લોકપ્રતિનિધિ તરીકે દેશની સેવા કરનાર ડૉ. ખ્વાજા અબ્દુલ હમીદનું 23 જૂન, 1972ના રોજ અવસાન થયું.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment