Skip to main content

ફરિદુલ ઝમા (1907-1983)


આજીવન મહાત્મા ગાંધીના માર્ગે ચાલનાર અને “વિશાખા ગાંધી” તરીકે ઓળખાતા ફરિદુલ ઝમાનો જન્મ 1907માં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં થયો હતો. તેઓ બાળપણમાં વિશાખાપટ્ટનમના ખીલા બજારમાં રહેતા હતા. તેઓ બાળપણથી જ ભારતીય સ્વતંત્રતા ચળવળ તરફ આકર્ષાયા હતા અને તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. તે પછી, તેમણે મહાત્મા ગાંધીના માર્ગને અનુસરવાનું શરૂ કર્યું. તેઓ માનતા કે અહિંસક પદ્ધતિઓનો ઉપયોગ કરીને જ અંગ્રેજોને હરાવી શકાય છે અને તેમણે સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો. ફરિદુલ ઝમાએ 1924માં મદ્રાસમાં "નીલ સત્યાગ્રહ"માં ભાગ લીધો હતો. આ આંદોલનમાં ભાગ લેવા તેઓ વિશાખાપટ્ટનમથી મદ્રાસ ગયા. તે ચળવળમાં તેમની સક્રિય ભાગીદારીને કારણે બ્રિટિશ સરકાર દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી. તેમણે અસહકાર ચળવળ, વ્યક્તિગત સત્યાગ્રહ, મીઠા સત્યાગ્રહ, ભારત છોડો અને સમાન અન્ય ચળવળ જેવા ભારતીય સ્વતંત્રતા ચળવળના લગભગ તમામ આંદોલનાત્મક કાર્યક્રમોમાં ખૂબ જ સક્રિયપણે ભાગ લીધો હતો. ફરીદુલ ઝમાએ અંગ્રેજો સામે લડતા ક્રાંતિકારીઓ સાથે પણ સારા સંબંધો જાળવી રાખ્યા હતા, જોકે તેઓ મૂળભૂત રીતે અહિંસાના ગાંધીવાદી વિચારના કટ્ટર અનુયાયી હતા. તેમણે તેમના વિસ્તારના ક્રાંતિકારી લડવૈયાઓને મદદ કરી. જેના કારણે તેમની અનેકવાર ધરપકડ કરવામાં આવી હતી. એક પ્રસંગે તેઓ મહાત્મા ગાંધી સાથે જેલમાં હતા. ત્યારથી, ફરીદુલ ઝમા "વિશાખા ગાંધી" તરીકે ખૂબ જ પ્રખ્યાત થયા. પોતે ખાદી પહેરતા હતા અને ખાદીને મહત્વ આપતા હતા. રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા ઉપરાંત, તેમણે સામાજિક સુધારણાની પ્રવૃત્તિઓમાં રસ દાખવ્યો. તેમણે અસ્પૃશ્યતા દૂર કરવા અને લોકોને શિક્ષિત કરવા માટેની ચળવળોને વધુ મહત્વ આપ્યું. પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે, તેમણે પુસ્તકાલય ચળવળમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમણે પોતે વિશાખાપટ્ટનમમાં પ્રથમ ઉર્દૂ પુસ્તકાલયની સ્થાપના કરી જે “બાબુલાલ ગ્રંથાલયમ” તરીકે જાણીતી બની. આઝાદી પછી, તેમણે લોકોમાં શાંતિ અને સંવાદિતા માટે કામ કર્યું.જાતિ અને ધર્મથી ઉપર ઊઠીને લોકો દ્વારા ખુબ માન પામ્યા. તેમણે ધાર્મિક સંવાદિતાના રક્ષણ માટે સતત કામ કર્યું. સ્વતંત્રતા સેનાની અને સામાજિક કાર્યકર તરીકેની તેમની સેવાઓને કારણે તેઓ વિશાખા ગાંધી તરીકે ઓળખવામાં આવ્યા હતા. 2 ડિસેમ્બર, 1983ના રોજ બાબુલાલ ફરીદુલ ઝમાએ વિશાખાપટ્ટનમમાં અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...