Skip to main content

ડૉ. મકદુમ મોહિઉદ્દીન (1908-1969)


ભારતીય રાષ્ટ્રીય ચળવળના એક ભાગ તરીકે સામ્રાજ્યવાદી દળો પર તેમની ઉગ્ર કવિતાથી પ્રહાર કરનારા ડૉ. મકદૂમ મોહિઉદ્દીનનો જન્મ 4 ફેબ્રુઆરી, 1908ના રોજ આંધ્ર પ્રદેશના મેડક જિલ્લાના એન્ડોલ ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ અબુ સઈદ મુહમ્મદ મકદૂમ મોહિઉદ્દીન કાદરી હતું. તેમણે બાળપણમાં જ પિતા ગુમાવ્યા. તેમનો ઉછેર તેમના કાકા બશીરુદ્દીનના ઘરે થયો હતો, જ્યાં તેઓ ભારતીય રાષ્ટ્રીય અને સામ્યવાદી ચળવળોથી પરિચિત હતા. તેઓ 1929 માં હૈદરાબાદ પહોંચ્યા જ્યાં તેમણે ગરીબ પરિસ્થિતિ હોવા છતાં 1937 માં ઉર્દૂમાં એમએ પૂર્ણ કર્યું. બાદમાં, તેમણે ઉર્દૂ નાટક પર સંશોધન થીસીસ સબમિટ કરીને તેમની ડોક્ટરેટ પૂર્ણ કરી. તેઓ 1929માં સિટી કોલેજમાં લેક્ચરર તરીકે જોડાયા. તેમણે બ્રિટિશ સામ્રાજ્યવાદ અને ફાસીવાદ વિરુદ્ધ કવિતા લખવાનું શરૂ કર્યું, જે 1934માં પ્રકાશિત થઈ હતી. 1936થી સામ્યવાદી પક્ષ સાથે ગાઢ સંબંધ વિકસ્યા,તેથી 1941માં સામ્યવાદ પક્ષની હૈદરાબાદ બ્રાન્ચ ઊભી કરવામાં અહમ ભૂમિકા અદા કરી હતી.ભારતીય રાષ્ટ્રીય ચળવળ અને ભારતીય સામ્યવાદી ચળવળમાં પોતાને સંપૂર્ણ રીતે સમર્પિત કરવા માટે તેમણે નોકરીમાંથી રાજીનામું આપ્યું. 1942માં ભારત છોડો ચળવળમાં ભાગ લેવા બદલ તેમને જેલવાસ કરવામાં આવ્યો હતો. તેમણે જોયું કે નિઝામ શાસન હેઠળના ઔદ્યોગિક વિસ્તારોમાં મજૂરોના કલ્યાણ માટે કોઈ કાયદા નહોતા. આમ, તેમણે ટ્રેડ યુનિયન ચળવળ શરૂ કરી, જેમાં તેમણે તેમના અંતિમ શ્વાસ સુધી અગ્રણી ભૂમિકા ભજવી. મકદૂમ મોહિઉદ્દીને ટ્રેડ યુનિયન ચળવળમાં તેમની ભૂમિકા માટે નિઝામ અને બ્રિટિશ શાસકો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અને સજાઓની ક્યારેય પરવા કરી ન હતી. તેમના લખાણો પર પણ નિઝામ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે ભારતીય સંઘમાં નિઝામની એકીકરણ ચળવળમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતા પછી યોજાયેલી ચૂંટણીમાં તેઓ જીત્યા અને વિધાનસભાના સભ્ય બન્યા. તેમણે વિધાન પરિષદના સભ્ય તરીકે પણ કામ કર્યું હતું. કવિ તરીકે, મકદૂમે સીમાઓની બહાર પણ ખ્યાતિ મેળવી. તેમની કેટલીક કવિતાઓ અને ગઝલો અનેક હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. એક કવિ, ભારતીય રાષ્ટ્રીય ચળવળના નેતા, ટ્રેડ યુનિયનિસ્ટ અને લોકપ્રતિનિધિ તરીકે લોકો દ્વારા પ્રિય એવા ડૉ. મકદૂમ મોહિઉદ્દીનનું 25 ઓગસ્ટ, 1969ના રોજ અવસાન થયું હતું.

- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...