Skip to main content

સૈયદ નાસીર હસન (1928-1960)


રાજદ્રોહના આરોપ હેઠળ બ્રિટિશ સરકાર દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા આઝાદ હિન્દ ફૌઝના સૈનિકોની મુક્તિની માંગણી કરનારા વિદ્યાર્થીઓના આંદોલનનું નેતૃત્વ કરનારા સૈયદ નાસિર હસનનો જન્મ 2 ઓગસ્ટ, 1928 ના રોજ આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં સ્વાતંત્ર્ય સેનાની પરિવારમાં થયો હતો.. તેમના પિતાનું નામ સૈયદ આલમ બરદર અને માતાનું નામ ઝોહરા હતું.હસનની માતાની માતા, ફકરુલ હાજિયા હસન પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમના મામા આબીદ હસન સફરાની, બદરૂલ હસન, પ્રો.જાફર હસને પણ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. નાસિર,જ્યારે હૈદરાબાદની સિટી કોલેજમાં અભ્યાસ કરતા હતા એ વખતે 1946 માં વિદ્યાર્થીઓના આંદોલનમાં પ્રવેશ કર્યો હતો, જેમાં બ્રિટિશ સરકાર દ્વારા અટકાયતમાં કરાયેલા આઝાદ હિંદ ફોજ સૈનિકોની મુક્તિની માંગ કરવામાં આવી હતી. 1947 માં સ્વતંત્રતા બાદ નિઝામ રાજ્યને ભારતીય સંઘમાં ભળી જવાની માંગને પણ નાસિરે સમર્થન આપ્યું હતું. તેમણે આ આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો.વિધાર્થીઓનું નેતૃત્વ કર્યું હતું, એમણે હૈદરાબાદ સ્ટેટ કોંગ્રેસના પ્રમુખના ઘરને ઘેરી લીધું હતું, તેમને વિલય માટે નિઝામ સરકાર ઉપર દબાણ લાવવા માંગ કરી હતી. જ્યારે નિઝામ પોલીસે નલગોન્ડા જિલ્લાના સૂર્યપેટ ખાતે મર્જર તરફી આંદોલન દરમિયાન કાર્યકર્તાઓ પર દમનકારી હુમલાઓ શરૂ કર્યા ત્યારે સપ્ટેમ્બર 1946 માં નાસિરે દમન સામેના આંદોલનનું નેતૃત્વ કર્યું. ભારતને આઝાદી મળ્યા પછી નાસિર સામ્યવાદ તરફ આકર્ષાયા. તેઓ પ્રગતિશીલ લેખક સજ્જાદ ઝહીરના આમંત્રણ પર પાકિસ્તાન ગયા હતા. તેમણે પાકિસ્તાનમાં ખેડુતો અને મજૂરો વતી લોકોના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેઓ સિંધ પ્રાંતિય શાખાના કમ્યુનિસ્ટ પાર્ટીના સેક્રેટરીના સ્તરે પહોંચ્યા. પાકિસ્તાનની સૈન્ય સરકારે, નાસિરની લોક-તરફી પ્રવૃત્તિઓથી ત્રસ્ત થઇ, તેમને બે વર્ષ માટે દેશનિકાલ કર્યા હતા અને તે પહેલાં તેમને લગભગ ચાર વર્ષ અટકાયતમાં રાખ્યા હતા. દેશવટાના સમયગાળા દરમિયાન, તે હૈદરાબાદ પહોંચ્યા અને માતાપિતા સાથે સમય વિતાવ્યો. તે સમય દરમિયાન,પરિવારને મુશ્કેલીઓ ન આપવા માટે પ્રચારથી દૂર રહ્યા અને દેશનિકાલનો સમયગાળો પૂરો થતાં તે પાકિસ્તાન પાછા ગયા. બાદમાં, પાકિસ્તાનની સૈન્ય સરકારે તેમને લાહોરના કિલ્લાની જેલમાં અટક કરી દીધા હતા. અને ત્યાં સૈયદ નાસિર હસનનું 13 નવેમ્બર, 1960 ના રોજ અવસાન થયું હતું.


- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...