Skip to main content

35 વર્ષ જેલમાં વિતાવનાર ખાન અબ્દુલ ગફ્ફાર ખાન


બે વાર નોબલ શાંતિ પુરસ્કાર માટે નામાંકીત થયેલા બાદશાહ ખાનની જીંદગી અને કહાણી વિશે લોકો ઘણું ઓછું જાણે છે.98 વર્ષની જીંદગીમાં 35 વર્ષ તેમણે જેલમાં માત્ર એટલા માટે વિતાવ્યા કે આ દુનિયાને માનવીઓ માટે રહેવાની એક શ્રેષ્ઠ જગ્યા બનાવી શકાય.
ખાન અબ્દુલ ગફ્ફાર ખાન જંગ-એ-આઝાદીના અજીમ રેહનૂમા જેમને ન તો આઝાદ ભારતે પોતાના માન્યા,ત્યાં પાકિસ્તાને તો દુશ્મન જ માન્યા.જે શખ્સે પૂરી જિંદગી હિન્દુસ્તાનની જંગ-એ-આઝાદી માટે વક્ફ(અર્પિત) કરી દીધી,તેમને મર્યા પછી અફઘાનિસ્તાન બે ગજ જમીન નસીબ થઇ.છેલ્લી વખત મહાત્મા ગાંધીને મળ્યા ત્યારે ગાંધીજીએ ખાનને કહ્યું - હવે ભારતનો મોહ ત્યાગી દો, પોતાના દેશની સેવા કરો.તેઓ પાકિસ્તાનમાં લગભગ સમય કેદમાં જ રહ્યા.
મહાત્મા ગાંધીને છ-સાત વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું, સુકી ને ૧૫ વર્ષ સુધી,નેલ્સન મંડેલાને ૨૭ વર્ષ સુધી, પરંતુ એ બધા ખાન અબ્દુલ ગફ્ફાર ખાનના સંઘર્ષની સામે કશું જ નથી જેમણે પોતાની જિંદગીનો સૌથી વધુ હિસ્સો બ્રિટિશરાજ અને પછી પાકિસ્તાનની જેલમાં વિતાવ્યો.પોતાની આખી જિંદગી માનવતાના કલ્યાણ માટે સંઘર્ષ કરતા રહ્યા જેથી એક બહેતર ભવિષ્યનું નિર્માણ થઈ શકે.સામાજિક ન્યાય,આઝાદી અને શાંતિ માટે જે રીતે તેઓ જીવનભર જજૂમતા રહ્યા તે તેમને નેલ્સન મંડેલા,માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને મહાત્મા ગાંધી જેવા લોકોની બરાબર ઊભા કરે છે.બાદશાહ ખાનની વિરાસત આજના મુશ્કિલ સમયમાં આશાની કિરણ જગાડે છે.



ખાન ગફ્ફારખાન (સીમાંત ગાંધી) 1969 માં ભારતના પ્રધાનમંત્રી શ્રીમતી ઇંદિરા ગાંધીના વિશેષ આગ્રહ પર ઈલાજ માટે ભારત આવ્યા હતા.હવાઈ અડ્ડા પર તેમને લેવા શ્રીમતી ગાંધી અને જયપ્રકાશ નારાયણ ગયા.ખાન જ્યારે હવાઈ જહાજની બહાર આવ્યા તો એમના હાથમાં એક ગઠરી હતી જેમાં તેમનો કુરતો અને પાયજામો હતો.મળતા જ શ્રીમતી ગાંધીએ હાથ આગળ ધરી તેમની ગઠરી તરફ - "આને અમને આપી દો,અમે ઊંચકી લઈએ" - ખાન સાહેબ ઉભા રહ્યા,ઠંડા મનથી બોલ્યા - "આટલું તો બચ્યું છે આને પણ લઈ લેશો ?"
જે.પી.નારાયણ અને શ્રીમતી ગાંધી બંનેએ સર ઝુકાવી દીધું.જે.પી.નારાયણ પોતાને સંભાળી ન શક્યા.તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.વિભાજનનું પૂરેપૂરું દર્દ ખાન સાહેબની આ વાતથી બહાર આવી ગયું હતું. કેમ કે તે વિભાજનથી ખૂબ જ દુઃખી હતા.તેઓ ભારત સાથે રહેવા ઇચ્છતા હતા,પરંતુ ભૂગોળે એમને માર્યા.
પરંતુ ભારત રત્ન ખાન અબ્દુલ ગફ્ફાર ખાનની ભારતમાં કોઇ વિરાસત છે ખરી.!? દિલ્હીના ગફ્ફાર માર્કેટનું નામ ખાન સાહેબના નામ ઉપર રાખવામાં આવ્યું છે.કહેવાય છે કે ત્યાં બે નંબરનો સામાન મળે છે .
- માજીદ મજાજ

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...